દિવાળીનાં શુભ મુહૂર્ત

Published: 8th November, 2020 12:41 IST | Mumbai Correspondent | Mumbai

વિ.સં. ૨૦૭૭ને વધારે લાભદાયી, યશસ્વી તથા શુકનવંતું બનાવવા માટે આ વર્ષે કેટલાંક શુભ મુહૂર્ત છે. 

શુભ દિવાળી
શુભ દિવાળી

દિવાળીને આડે ફક્ત સાત્ દિવસ જ રહ્યા છે. સમગ્ર વિશ્વ હાલમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના ભરડામાં છે. જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર નવરાત્રિ પણ બેઠા ગરબા રમીને અને શ્રદ્ધાળુ ભક્તોએ નવરાત્રિનું અનુષ્ઠાન અલગ-અલગ નિયમ અનુસાર સંપન્ન કર્યું છે. મંદીનો માહોલ વધતો જાય છે અને દીપાવલી કેવી રીતે મનાવવી એની સૌ ચિંતામાં છે. વિ.સં. ૨૦૭૭ને વધારે લાભદાયી, યશસ્વી તથા શુકનવંતું બનાવવા માટે આ વર્ષે કેટલાંક શુભ મુહૂર્ત છે. 

pujan

શુભ મુરત તથા ચોઘડિયાં

તારીખ 13-11-2020 શુક્રવાર 
બીજ આસો વદ 13, ધનતેરસ, ધનલક્ષ્મી પૂજા, કુબેર પૂજા, ચોપડા લાવવાનો સમય 
સવારે 7.04થી 11.12 (ચલ-લાભ-અમૃત)
બપોરે 12.33થી 1.55 (શુભ)
બપોરે 4.44થી 6.07 (ચલ)
રાત્રે 9.19થી 10.54
(તારીખ 13-11-2020ના રોજ ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે.)
કાળીચૌદશ, હનુમાનજીની પૂજા
આ દિવસે વીર હનુમાન, કાલી અને દસ મહાવિદ્યાની ઉપાસના, આરાધના કરવી તેમ જ આ દિવસે યંત્ર (મશીન)ની પૂજા કરવી.
2.18 સુધી કાળીચૌદશ, ત્યાર બાદ દીપાવલિ
સવારે 8.૦9થી 9.31 (શુભ)
બપોરે 12.24થી 4.35 (ચલ-લાભ-અમૃત)
સાંજે 5.55થી 7.57 (લાભ)
રાત્રે 9.11થી 2.39 (શુભ-અમૃત-ચલ)
સાંજે 06:00થી

14-11-2020 શનિવાર 
કાળીચૌદશ
સવારે 08.04થી 09.26 (શુભ) 
બપોરે 12:11થી 01:34 (ચલ)
બપોરે 02.00 વાગ્યા સુધી પછી દિવાળી રહેશે.
લક્ષ્મી પૂજન, ચોપડા પૂજનનાં શુભ મુરત
14-11-2020 શનિવાર
દિવાળી
બપોરે 02.56 થી 04.14 (અમૃત)
સાંજે 05:41થી 07:19 (લાભ)
રાત્રે 08.56થી 10.34 (શુભ)

15-11-2020 રવિવાર
દિવાળી
સવારે 08.14થી 11.00 
(ચલ-લાભ) સુધી દિવાળી રહેશે.

16-11-2020 સોમવાર
કારતક સુદ એકમ, નૂતન વર્ષ, ભાઈબીજ, શુભ મુરત
સવારે 06.43થી 08.05 (અમૃત)
સવારે 09.26થી 10.49 (શુભ) 
બપોરે 01.34થી 07.41 (ચલ-લાભ-અમૃત-ચલ)

પેઢી ખોલવાનું, વેપાર શરૂ કરવાનું શુભ મુરત
19-11-2020 ગુરુવાર
કારતક સુદ પાંચમ
લાભ પાંચમ
સવારે 06.45થી 08.07 (શુભ)
સવારે 10.50થી 02.56 (ચલ-લાભ-અમૃત)
બપોરે 04.18થી 08.56 (શુભ-અમૃત-ચલ)
નવી શરૂઆત માટે શુભ દિવસ દરેક શુભ કાર્ય થઈ શકે
21-11-2020 શનિવાર
કારતક સુદ સાતમ
સવારે 08.08થી 09.29 (શુભ)
બપોરે 12.13થી 04.18 (ચલ-લાભ-અમૃત)
સાંજે 05.40થી 07.18 (લાભ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK