બૉયફ્રેન્ડના પરિવારજનો નૉન વેજ ખાય છે એટલે મમ્મી આગ્રહ કરે છે કે સાસરિયાએ શાકાહારી થવું પડશે

Published: Dec 04, 2019, 12:06 IST | Sejal Patel | Mumbai

સેજલને સવાલઃ મારી મમ્મીને તો હું તેની સાથે પરણું એ પસંદ નથી. તેમનું કહેવું છે કે જો એ છોકરો આપણે વૈષ્ણવ ધર્મ સ્વીકારે અને તેનો પરિવાર નૉન-વેજ ન ખાતો હોય તો જ તને પરણાવીએ. શું કરું?

સવાલઃમને છેલ્લાં પાંચ વર્ષથી એક યુવક સાથે પ્રેમ છે. હું ૨૨ વર્ષની વૈષ્ણવ છું અને મારો બૉયફ્રેન્ડ કૅથલિક છે. તેના પરિવારમાં તેણે બાળપણથી નૉનવેજ ખાધેલું છે. જ્યારે મારા ઘરમાં કાંદા-લસણ કે બટાટા પણ નથી ખવાતાં. અમે સાથે લંચ કે ડિનર પર જઈએ ત્યારે પણ તેણે ક્યારેય મને નૉન-વેજ ખાવા માટે કહ્યું નથી. ઇન ફૅક્ટ, મને પણ તે નૉનવેજ ખાય એમાં વાંધો નથી. હા મેં શરત રાખી છે કે લગ્ન પછી હું તમને નૉનવેજ બનાવી નહીં આપું. ઘરમાં બનાવવું હોય અને તમારે ખાવું હોય તો છૂટ છે. જોકે તે પોતે હવે વેજિટેરિયન થવા માગે છે. જોકે આ વાત મારા પેરન્ટ્સ નથી સમજતા. બે વર્ષમાં અમે ખૂબ સાથે ફર્યા છીએ. હું શું પહેરું અને શું નહીં એ બાબતમાં પણ તે પઝેસિવ છે, પણ મારા ધર્મની બાબતે તે ક્યારેય કૉમેન્ટ નથી કરતો. મને તેની આ વાત ખૂબ જ ગમે છે. મારી મમ્મીને તો હું તેની સાથે પરણું એ પસંદ નથી. તેમનું કહેવું છે કે જો એ છોકરો આપણે વૈષ્ણવ ધર્મ સ્વીકારે અને તેનો પરિવાર નૉન-વેજ ન ખાતો હોય તો જ તને પરણાવીએ.
યસ તે કૅથલિક છે અને પ્રમાણમાં મૉડર્ન છે. તેની મમ્મી પણ સ્કર્ટ અને મીડી જ પહેરતી હોય છે. કદાચ એને કારણે તેને લાગે છે કે મારે વધુ વેસ્ટર્ન સ્ટાઇલનાં કપડાં પહેરવાં જોઈએ. જોકે આનો મતલબ મારા પેરન્ટ્સ એ કાઢે છે કે જો તે તને કપડાં બદલવા કહે તો તારે પણ તેને વેજિટેરિયન થવા કહેવું જોઈએ. જ્યારે આ વાત મેં તેને કરી તો તેણે સ્પષ્ટ કહી દીધું કે ‘પ્રેમ માટે થઈને હું વેજિટેરિયન બની શકું, પણ મારી ફૅમિલી પર કોઈ પણ પ્રકારનું દબાણ મને પસંદ નથી. અને જો એ તારા પેરન્ટ્સને ન ફાવતું હોય તો તે ના પાડી શકે છે.’આખી ફૅમિલી વેજિટેરિયન ન હોય તો ઘરમાં રોજ નૉન-વેજ બનશે તો તમારા સંતાનો શું ખાશે? આવા સંજોગોમાં બૉયફ્રેન્ડને સમજાવું કે પેરન્ટ્સને? કદાચ હું તેની સાથે લગ્ન ન કરી શકું એ માટે તો મારા પેરન્ટ્સે આવી માગણી નહીં મૂકી હોયને?
જવાબ: પ્રેમમાં થોડીક પઝેસિવનેસ રહે એ સ્વાભાવિક છે. બેઉ વ્યક્તિઓને એકબીજાની અમુક ચીજો ગમતી હોય અને અમુક નહીં. એકમેકને અમુક ચીજો કરવાનો આગ્રહ કરવો એ પણ બરાબર છે, પરંતુ આગ્રહ શરત અથવા તો જીદમાં પરિણમે એ ઠીક નથી. ‘તું આમ કરે તો અને તો જ હું તારી સાથે લગ્ન કરીશ’ એ પ્રેમ નથી, સોદો છે. જ્યારે તમે તો માત્ર તમારા બૉયફ્રેન્ડને જ નહીં, તેની ફૅમિલીને પણ ચેન્જ થવાની શરત મૂકી રહ્યા છો. કોઈ પણ વ્યક્તિ માટે ધર્મ એ જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. બધા જ ધર્મો સરખા છે એટલે અમુક જ ધર્મ પાળવાની શરત સંબંધ બાંધવા પૂર્વે રાખવી યોગ્ય નથી. એમાંય તમારા બૉયફ્રેન્ડે તો પોતે વેજિટેરિયન બનવાની તૈયારી પણ બતાવી છે. પ્રેમ તમે અને તમારા બૉયફ્રેન્ડે કર્યો છે. બૉયફ્રેન્ડે શા માટે તેના પેરન્ટ્સને બદલવા માટે ફોર્સ કરવો જોઈએ? આપણે ત્યાં હજીય એવી માનસિકતા છે કે વેજિટેરિયન ખાનારાઓ નૉન-વેજ ખાનારાઓ કરતાં ઊંચા કહેવાય. મને લાગે છે કે આપણે દરેક વ્યક્તિનાં ધર્મ, આસ્થા અને ખાણીપીણીને માન આપવું જોઈએ.
તમારો બૉયફ્રેન્ડ તમને ટૂંકાં કપડાં ન પહેરવા કહે છે એમાં તેની કોઈ વ્યક્તિગત જીદ જ નથી, પણ તમારાં માન અને સલામતીની ભાવના પણ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK