મૂલી-જ્વારી રોટી
ADVERTISEMENT
સામગ્રી
- એક કપ જુવારનો લોટ
- અડધો કપ ખમણેલો મૂળો
- એક ચમચી આદું-લસણની પેસ્ટ
- એક ચમચી લાલ મરચાંનો પાઉડર
- એક ચમચો તેલ
- મીઠું સ્વાદ પ્રમાણે
- શેકવા માટે ઘી અથવા તેલ
રીત
એક બાઉલમાં જુવારનો લોટ લઈ એમાં મૂળો, આદું-મરચાંની પેસ્ટ, લાલ મરચાંનો પાઉડર, તેલ અને મીઠું ઉમેરી મિક્સ કરો. બરાબર મસળી લોટ બાંધો. ત્યાર બાદ લોટના નાના લુઆ કરી લો.
એક લુઓ લઈ પ્લાસ્ટિકની શીટ વચ્ચે તેલ લગાવી થોડી જાડી રોટલી જેવું વણો. બધી જ રોટલીઓ આ રીતે તૈયાર કરી લો. એક નૉન સ્ટિક તવી ગરમ કરી બધી જ રોટલીઓને ઘી અથવા તેલ લગાવી બન્ને સાઇડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
દહીં સાથે ગરમાગરમ પીરસો.