Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > આ સીઝનમાં ટ્રેન્ડ કરી રહ્યા છે આ સ્ટાઇલિશ ફૂટવેર નાંખો એક નજર...

આ સીઝનમાં ટ્રેન્ડ કરી રહ્યા છે આ સ્ટાઇલિશ ફૂટવેર નાંખો એક નજર...

02 August, 2019 08:16 PM IST | મુંબઈ ડેસ્ક

આ સીઝનમાં ટ્રેન્ડ કરી રહ્યા છે આ સ્ટાઇલિશ ફૂટવેર નાંખો એક નજર...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વરસાદની સીઝન લગભગ બધાંને ગમતી હોય છે પણ આ સીઝનમાં થતી કીચડ અને જગ્યાએ જગ્યાએ ભરાતાં પાણીને કારણે ઘણા લોકોની મુશ્કેલીઓ વધી જતી હોય છે. એવામાં તમને જણાવીએ કે વરસાદની સીઝનમાં સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ રહેવા માટે તેમજ ફેશનેબલ દેખાવા માટે ડ્રેસ તો મળી જતાં હોય છે પણ તમે સેન્ડલ્સ કે શૂઝ વિશે વિચારતાં રહી જાઓ છે. એવામાં એક સારો વિકલ્પ એ છે કે તમે મોનસૂનમાં એવા ફૂટવેરનો ઉપયોગ કરો, જે તમને વરસાદની સીઝનમાં ફેશનેબલ બનાવી રાખવાની સાથે સાથે તમારા પગનું પણ ધ્યાન રાખે.

આમ તો વરસાદમાં લપસવાના ડરથી લોકો બૂટ કે ચંપલ પહેરતા હોય છે પણ બૂટમાં પાણી જવાને કારણે અને ભીના બૂટ તમને ખૂબ જ અન્કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. ચપ્પલ વરસાદમાં યોગ્ય છે પણ તે તમારા લૂકને બગાડી દે છે, એવામાં અમે તમને જણાવીએ કે વરસાદની સીઝનમાં તમે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ સ્લીપર વિશે જે તમને ઓછા બજેટમાં મળી જશે, અને સરળતાથી મોનસૂનમાં વાપરી શકો છો. આ સ્લીપર પહેરીને તમે વરસાદના દિવસોમાં સારું અનુભવ કરશો. વરસાદી ચપ્પલોને ન પલળવાનો ભય હોય છે કે ન તો કૅરી કરવામાં કોઈ તકલીફ. આ રીતે રેઇની સ્લીપર તમારા પગને કીચડથી પણ બચાવશે અને તમને લપસવાથી પણ બચાવશે.



ક્લૉગ સેન્ડલ


ક્લૉગ સેન્ડલ વરસાદની સીઝનમાં સૌથી સારો વિકલ્પ છે. આમાં તમારા પગને આરામ આપવાની સાથે સ્ટાઇલિશ લૂક પણ મળે છે અને તમે આ ફૂટવેર ફોર્મલ સિવાય દરેક ડ્રેસિંગ સ્ટાઇલ પર કેરી કરી શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2019 08:16 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK