Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મેક્સિકન પનીર ફજીતા

26 December, 2014 05:01 AM IST |

મેક્સિકન પનીર ફજીતા

મેક્સિકન પનીર ફજીતા



mexican-paneer-fajita



સામગ્રી



  • બેથી ત્રણ લસણની કળી ઝીણી સમારેલી
  • ૧ કાંદાની પાતળી લાંબી ચીરી
  • ૧ કૅપ્સિકમની લાંબી પાતળી ચીરી
  • ચાર ર્ટોટિલા
  • ખમણેલું ચીઝ
  • પનીર મૅરિનેટ કરવા માટેની સામગ્રી
  • ૨૦૦ ગ્રામ પનીરના લાંબા ટુકડા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચિલી ફ્લેક્સ
  • મરીનો ભૂકો
  • થોડું ઑઇલ
  • સ્ટફિંગ માટેની સામગ્રી
  • ૧ કૅપ્સિકમના ઝીણા ટુકડા
  • ૩ ટમેટાં (બી ન લેવાં. ફક્ત બહારનો ભાગ સમારવો)
  • ૧ કાંદાના બારીક ટુકડા
  • બે ટેબલ-સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • એક ટી-સ્પૂન સાકર
  • એક ચમચી લીંબુનો રસ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચપટી મરીનો ભૂકો


રીત


પનીરના લાંબા ટુકડા કરો. એના પર મીઠું, ચિલી ફ્લેક્સ, બ્લૅક પેપર અને થોડું ઑઇલ રેડી હળવેથી ટૉસ કરો જેથી બધી સામગ્રી સરખી રીતે મિક્સ થઈ જાય. હવે થોડી વાર માટે પનીરને મૅરિનેટ થવા સાઇડ પર મૂકી રાખો. લગભગ અડધો કલાક રાખવું. એક બાઉલમાં બીજા સ્ટફિંગ માટેની તમામ સામગ્રી ઉમેરી સરખું મિક્સ કરી એને પણ બાજુ પર રહેવા દો. હવે એક પૅનમાં તેલ ગરમ કરવા મૂકો. એમાં ઝીણું સમારેલું લસણ, કાંદા, કૅપ્સિકમ, થોડું મીઠું, ચિલી ફ્લેક્સ ઉમેરી છેલ્લે મૅરિનેટેડ પનીર ઉમેરો. બધું સરખું મિક્સ કરો. હવે એક ર્ટોટિલા લઈ એમાં મૅરિનેટ કરેલા પનીરની સામગ્રી અને તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી છેલ્લે ખમણેલું ચીઝ ઉમેરો. હવે ર્ટોટિલાનો રોલ વાળી દો. સાલસા કે સૅલડ સાથે સર્વ કરો. બજારમાં મળતું સાર ક્રીમ પણ ઉમેરવું હોય તો એમાં ઉમેરી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2014 05:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK