મને મેનોપૉઝ આવી ગયો છે ને પતિના શુક્રાણુની સંખ્યા ઓછી છે એનું શું કરવું?

Published: 1st November, 2011 18:16 IST

મારી ઉંમર ૩૭ વર્ષ છે. અમારાં બીજાં લગ્ન છે. મને પહેલાં લગ્નથી એક દીકરી છે. હવે અમારે બીજું બાળક જોઈએ છે. ત્રણ વર્ષ પહેલાં બે વાર પ્રેગ્નન્સી રહી પણ એ મિસ થઈ ગઈ હતી. મને મેનોપૉઝ નજીક આવી ગયો હોવાથી ઈંડાંની ગુણવત્તા સારી નથી રહી.ડૉ. જયેશ શેઠ, ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ
ડૉ. કેતકી શેઠ, ઍનેસ્થેટિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ


સવાલ : મારી ઉંમર ૩૭ વર્ષ છે. અમારાં બીજાં લગ્ન છે. મને પહેલાં લગ્નથી એક દીકરી છે. હવે અમારે બીજું બાળક જોઈએ છે. ત્રણ વર્ષ પહેલાં બે વાર પ્રેગ્નન્સી રહી પણ એ મિસ થઈ ગઈ હતી. મને મેનોપૉઝ નજીક આવી ગયો હોવાથી ઈંડાંની ગુણવત્તા સારી નથી રહી. મારા સોનોગ્રાફીના રિપોર્ટ ડૉક્ટરે કઢાવ્યા છે. તેમનું કહેવું છે કે સાદી રીતે ગર્ભધારણ થાય એવી શક્યતાઓ નથી. પતિના શુક્રાણુઓની સંખ્યા પૂરતી નથી, પણ મોટિલિટી સારી છે. 

જવાબ : કેટલીક મહિલાઓમાં ૪૦-૪૫ વર્ષ પછી પણ ઈંડાંની ક્વૉલિટી સરસ હોય છે ને મેનોપૉઝનાં લક્ષણો નથી હોતાં તો ક્યારેક ૨૭ વર્ષે પણ મેનોપૉઝને કારણે માસિક બંધ થઈ જતું હોય છે. તમે એમ જ ધારી લેવાને બદલે હૉમોર્ન્સની તપાસ માટે કેટલીક બ્લડ-ટેસ્ટ કરાવી લો. પિરિયડ્સના બીજા દિવસે FSH, LH, TSH, Prolactin ટેસ્ટ કરાવવી. જો એલએચનું પ્રમાણ એફએસએચ કરતાં વધુ હોય તો એ પીસીઓએસની તકલીફ હોઈ શકે. જો આ હૉમોર્ન્સનો રિપોર્ટ મેનોપૉઝ દર્શાવતો હોય તો જ પાકું નિદાન થાય. એ પછી પણ ઈંડાંની ક્વૉલિટી ઇમ્પ્રૂવ કરીને વાપરી શકાય છે.  રિપોર્ટ્સ અમને મોકલાવશો તો આગળની ટ્રીટમેન્ટ જણાવીશું.

તમારા પતિને FertylM 25mg એક ગોળી રાત્રે સૂતી વખતે વીસ દિવસ આપવી. એ પછી દસ દિવસ બંધ કરવી. ફરી વીસ દિવસ લેવી ને દસ દિવસનો ગૅપ રાખવો. આમ કુલ ત્રણ વાર કરવું. ત્રણ મહિના પછી ફરીથી સીમેન રિપોર્ટ કરાવવો. ઠંડા પાણીથી નહાવાનું રાખવું. ત્રણ મહિના પછી જો કાઉન્ટ સુધયોર્ હોય તો આઇયુઆઇ (ઇન યુટ્રા ઇન્સેમિનેશન)થી પ્રેગ્નન્સીનો પ્રયત્ન કરી શકાય.

ધારો કે મેનોપૉઝ શરૂ થઈ ચૂક્યો હોય તો તમારાં સગાં બહેન, કઝિન સિસ્ટર કે યંગ લેડીનાં ઈંડાં લઈને લૅબોરેટરીમાં ફલિત કરાવીને આઇવીએફ (ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન) ક્રિયા થઈ શકે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK