જો તમને પણ ટેવ છે પોર્ન વીડિયોઝ જોવાની, તો ચેતી જજો નડી શકે છે આ તકલીફો

Updated: Jul 19, 2020, 22:33 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

રિસર્ચમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે વધારે પ્રમાણમાં પોર્ન વીડિયોઝ જોનારા મોટા ભાગના લોકોએ મોટી બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વિશ્વભરમાં મોટા સ્તરે અશ્લીલ સામગ્રી(Porn Clips) વેચવામાં આવે છે. માનવામાં આવે છે કે તેમા પણ વીડિયો કોન્ટેન્ટની માગ વધારે છે અને પછી લિખિત કોન્ટેન્ટ વેચાય છે. તાજેતરમાં જ આવેલી રિસર્ચ(Research)માં ખુલાસો કરવામાં આવ્યો છે કે વધારે પ્રમાણમાં પોર્ન વીડિયોઝ જોનારા મોટા ભાગના લોકોએ મોટી બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

16 વર્ષની વય વટાવી ચૂકેલા લોકો પર કરવામાં આવી આ રિસર્ચ
ડેલીમેલ ઑનલાઇનની રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં અશ્લીલ વીડિયો અને ફિલ્મો જોનારા પુરુષો પર કરવામાં આવેલી રિસર્ચની રિપોર્ટ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે વધારે પ્રમાણમાં આવા વીડિયોઝ જોનારા પુરુષોમાં નપુંસકતાનું જોખમ વધી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે 16 વર્ષથી વધારેની ઉંમરનાને આમાં સામેલ કરવામાં આવ્યા.

3267 લોકો પર કરવામાં આવી રિસર્ચ
રિપોર્ટ પ્રમાણે અધ્યયનનું નેતૃત્વ કરનારી University of Antwerpના પ્રૉફેસર ગુંટેર ડે વિને જણાવ્યું કે તેમણે બેલ્જિયમ અને ડેનમાર્કના 16ની ઉંમરથી વધારેના 3267 લોકો પર અધ્યયન કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે અધ્યયન દરમિયાન આ બધાં લોકોને હસ્તમૈથુન, અશ્લીલ વીડિયો જોવા અને યૌન સંબંધોને લઈને 118 પ્રશ્નો પૂછવામાં આવ્યા.

યૌન સંબંધો દરમિયાન પુરુષોની ઉત્તેજનામાં થયો ઘટાડો
યૂરોપીય એસોશિએશ ઑફ યૂરોલૉજી કૉંગ્રેસમાં પ્રસ્તુત કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું કે અશ્લીલ વીડિયો જોનારા 35 ટકા પુરુષો યૌન સંબંધ દરમિયાન ઓછા ઉત્તેજિત થાય છે. જ્યારે, વીડિયો જોવા દરમિયાન તે વધારે અને ઝડપથી ઉત્તેજિત થાય છે. 90 ટકા એવા લોકો છે જે વીડિયો પૂરો થતાં પહેલા સ્કિપ કરી દે છે.

23 ટકા લોકો નપુંસકતાના જોખમી સ્તરે
અધ્યયનમાં ખુલાસો કરતાં જણાવવામાં આવ્યું છે કે 35 વર્ષ સુધીની ઉંમરના 23 ટકા લોકોમાં નપુંસકતાનું સ્તર વધેલું છે. અધ્યયનકર્તાઓ પ્રમાણે આ આંકડો તેમની આશા કરતાં ઘણો વધારે છે. 2016માં આવેલી રિસર્ચમાં આ ટકાવારી 14 સુધી સિમિત હતી જે હવે વધીને 23 પર પહોંચી છે.

2007 પછી અશ્લીલ વીડિયો જોવાના આંકડા ઝડપથી વધ્યા
રિપોર્ટ પ્રમાણે ઇન્ટરનેટ દ્વારા અશ્લીલ વીડિયો સુધી પહોંચવું ખૂબ જ સરળ થઈ ગયું. ઇન્ટરનેટ પર 2007છી અશ્લીલ વીડિયો ઉપલબ્ધ થવાની ગતિ પણ ઝડપથી વધી ગઈ. ઇન્ટરનેટને કારણે લોકો સરળતાથી આ પ્રકારની વીડિયો સામગ્રી મેળવી લેતાં. ભારત સહિત અન્ય ઘણાં દેશોમાં પોર્ન સાઇટ્સ બૅન કરી દેવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK