મેક્સિકન હૉટ કોકો
ADVERTISEMENT
સામગ્રી
એક ચમચી કોકો પાઉડર (સાકર વિનાનો)
બે ચમચી બ્રાઉન શુગર
પા ચમચી તજનો પાઉડર
૧/૮ ચમચી જાયફળનો પાઉડર
એક ચમચો ઊકળતું પાણી
એક કપ દૂધ
અડધી ચમચી વેનિલા એસેન્સ
૧/૮ ચમચી બદામનું એસેન્સ
રીત
એક મોટા મગમાં કોકો પાઉડર, બ્રાઉન શુગર, તજનો પાઉડર અને જાયફળનો પાઉડર લઈ બરાબર મિક્સ કરો. એમાં ઊકળતું પાણી ઉમેરી એક સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી ફેંટો.
એક નાના પૅનમાં દૂધને ગરમ કરો. હવે દૂધને કોકો પાઉડરવાળા મગમાં રેડો અને બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવો. ત્યાર બાદ એમાં વેનિલા અને બદામનું એસેન્સ ઉમેરી હલાવો અને ગરમ સર્વ કરો.
સિમ્પલ ચા અને કૉફીથી કંઈક વિશેષ જોઈતું હોય તો ઠંડીની સીઝનમાં આ મેક્સિકન હૉટ બેવરેજ હૂંફ આપશે.