સેક્સની ઇચ્છા થયા પછી હસ્તમૈથુન કરું ત્યારે ઝડપથી ઉત્તેજના નથી આવતી

Published: Dec 06, 2019, 13:08 IST | Dr. Ravi Kothari | Mumbai

મનમાં સાચાખોટા કંઈ પણ વિચાર‍ ચાલ્યા કરે છે. મારે કામુકતા ઘટાડવી હોય તો શું કરવું?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી પત્નીને હવે સેક્સમાં રસ નથી રહ્યો, પણ મને ૭૨ વર્ષે પણ બહુ મન થાય છે. પત્ની કમને ક્યારેક સાથ આપે છે. બાકી મન થાય ત્યારે હસ્તમૈથુન કરી લઉં છું. સમસ્યા એ છે કે મને ખૂબ મન થતું હોવાથી હસ્તમૈથુનની ફ્રીક્વન્સી વધી ગઈ છે. સેક્સની ઇચ્છા થયા પછી હસ્તમૈથુન કરું ત્યારે ઝડપથી ઉત્તેજના નથી આવતી. પત્ની હસ્તમૈથુન કરી આપે તો ફરક પડે છે. બીજું, ક્યારેક તો ચરમસીમા આવ્યા પછીયે મને વીર્ય માંડ ચાર-પાંચ ટીપાં જેટલું જ નીકળે છે. હસ્તમૈથુનના રવાડે ચડીને મેં વધુપડતું વીર્ય વહાવી દીધું હોવાથી શરીરે નબળાઈ પણ બહુ લાગે છે. હસ્તમૈથુન ન કરું તો વિચારવાયુ થઈ જાય છે. મનમાં સાચાખોટા કંઈ પણ વિચાર‍ ચાલ્યા કરે છે. મારે કામુકતા ઘટાડવી હોય તો શું કરવું?

જવાબઃ વ્યક્તિ કોઈ પણ ઉંમરે સેક્સમાં સક્રિય રહીને આનંદ મેળવી શકે છે. તમે આ ઉંમરે પણ જાતીય સંતોષ મેળવવા માગો છો અને મેળવી શકો છો એ સારી વાત છે. પાછલી ઉંમરે જ્યારે પત્ની ઓછી ઇચ્છાને કારણે અથવા તો શારીરિક કારણસર તમને સાથ ન આપતી હોય અને પતિની કામેચ્છા તીવ્ર હોય એવા સંજોગોમાં હસ્તમૈથુનનો આશરો લીધો છે એ એકદમ યોગ્ય અને સહજ છે. એમાં કશું જ ખોટું નથી. બાકી એટલું સમજો કે આ ઉંમરે શરીરમાં સેક્સ-હૉર્મોન્સમાં કમી આવતી હોય છે જેને કારણે જુવાનીમાં જે કામેચ્છા અથવા તો ઉત્તેજના આવતી હતી એની ફ્રીક્વન્સીમાં તેમ જ ઇન્ટેન્સિટીમાં થોડો ફરક આવી શકે છે. ઉંમર વધવાની સાથે વીર્યની ક્વૉન્ટિટી અને ક્વૉલિટીમાં પણ ફરક પડે છે. આ ઉંમરે વીર્યની માત્રા અને એ બનવાની ગતિ ધીમી પડી ગઈ હોય એવું બની શકે છે. જો તમે દરરોજ કે એકાંતરે હસ્તમૈથુન કરતા હો તો બની શકે કે વચ્ચે અમુક દિવસ તમને વીર્યસ્રાવ ન થાય. આ ઉંમરે ચાર-પાંચ દિવસ કે અઠવાડિયા સુધી વીર્ય ન નીકળે એ શારીરિક રીતે તદ્દન નૉર્મલ છે. વધતી ઉંમરે થતી વિચારવાયુની તકલીફ માટે રોજ રાતે સૂતાં પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચમચી ગાયનું ચોખ્ખું ઘી નાખીને પી જવાનું રાખો અથવા તો નાકમાં ગાયનાં ઘીનાં ટીપાં નાખો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK