સામગ્રી
રીત
બ્રેડની સ્લાઇસની કિનારીઓ કાપીને અલગ રાખો. એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં સમારેલા મશરૂમને ચાર-પાંચ મિનિટ સાંતળો. પાણી સુકાય એટલે એમાં લીલાં મરચાં, મીઠું, મરી ઉમેરી બરાબર મિક્સ કરો. એને ગૅસ પરથી ઉતારી ખમણેલું ચીઝ અને કોથમીર ઉમેરો અને મિક્સ કરો.
હવે સૅન્ડવિચ બનાવવા માટે બ્રેડની સ્લાઇસ લઈ એના પર બટર સ્પ્રેડ કરો. એના પર તૈયાર કરેલું મશરૂમનું મિશ્રણ પાથરો. એના પર બટર લગાવેલી બ્રેડની બીજી સ્લાઇસ મૂકો. સૅન્ડવિચને ગ્રિલરમાં બન્ને સાઇડથી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી ગ્રિલ કરો. એને સૉસ સાથે ગરમ-ગરમ સર્વ કરો. બ્રેકફાસ્ટમાં આ સૅન્ડવિચ સારી લાગશે.