મસાલેદાર કંટોલાં

Published: 8th November, 2012 08:24 IST

સૌપ્રથમ કંટોલાંને સાદા પાણીથી બરાબર ધોઈ લો. ત્યાર બાદ ગરમ પાણીમાં સહેજ મીઠું નાખી કંટોલાંને પલાળી દો.





સામગ્રી

  •  ૨૫૦ ગ્રામ કંટોલાં
  •  બે ચમચા તેલ
  •  અડધો કપ દૂધ
  •  મીઠું જરૂર પ્રમાણે
  •  એક ચમચી સાકર
  •  ધાણાજીરું સ્વાદ પ્રમાણે
  •  લાલ મરચું સ્વાદ પ્રમાણે
  •  હળદર સ્વાદ પ્રમાણે
  •  પા ચમચી હિંગ


રીત

સૌપ્રથમ કંટોલાંને સાદા પાણીથી બરાબર ધોઈ લો. ત્યાર બાદ ગરમ પાણીમાં સહેજ મીઠું નાખી કંટોલાંને પલાળી દો. દસ મિનિટ બાદ બહાર કાઢી એને ઊભાં સમારી ચીરમાં કાપી લો. સમાર્યા બાદ એમાં મીઠું ઉમેરી બરાબર મસળી લો જેથી કંટોલાં નરમ પડી જાય. ત્યાર બાદ ફરી સાદા પાણીથી ધોઈ બી કાઢી લેવાં. દાબીને પાણી કાઢી લેવું.

હવે ગૅસ પર એક કડાઈ ગરમ કરો. એમાં બે ચમચા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે હિંગ ઉમેરો. ત્યાર બાદ એમાં કંટોલાં ઉમેરી સાંતળો. ત્યાર બાદ એને ઢાંકીને દસ મિનિટ ચડવા દો. ત્યાર બાદ એમાં અડધી વાટકી દૂધ ઉમેરી હલાવો. ફરી ઢાંકીને દસ મિનિટ ચડવા દો. દૂધ બળી જાય એટલે એમાં મીઠું, સાકર, હળદર, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી હલાવો. સરખું મિક્સ કરી ફરી ઢાંકીને પાંચ મિનિટ ચડવા દો. તેલ છૂટું પડે એટલે ગૅસ બંધ કરો. સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર ભભરાવી રોટલી સાથે ગરમ સર્વ કરો.

(આ રેસિપી વાચક રાકેશ મહેતાએ મોકલી છે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK