Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મખાના ખીર

01 December, 2011 07:43 AM IST |

મખાના ખીર

મખાના ખીર


 

 






(મીતા ભરવાડા)

સામગ્રી

  • બે કપ દૂધ
  • ૫૦ ગ્રામ મખાના
  • એક ચમચી ઘી
  • અડધો કપ સાકર
  • એક ચમચી ચારોળી
  • છ-આઠ સમારેલી બદામ
  • ૪-૫ સમારેલાં પિસ્તાં
  • પા ચમચી એલચી પાઉડર


રીત

એક પૅનમાં ઘી ગરમ કરો. એમાં મખાના નાખી ધીમા તાપે શેકો. કડક થાય એટલે ગૅસ પરથી ઉતારો. અડધા મખાનાને બે ભાગમાં કાપો. બાકીનાને અધકચરા વાટી લો. હવે એક પૅનમાં દૂધ અને સાકર નાખી ઉકાળો. થોડું ઘટ્ટ થાય એટલે એમાં સમારેલા અને વાટેલા મખાના નાખી ફરી ઉકાળો. ઘટ્ટ થાય એટલે ગૅસ પરથી ઉતારી એલચી પાઉડર નાખી મિક્સ કરો. ઠંડું થાય એટલે ચારોળી, બદામ અને પિસ્તાં ભભરાવી પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2011 07:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK