મખમલી દાલ

Published: 20th October, 2011 19:24 IST

તુવેરની દાળમાં ટમેટાં અને કાંદા નાખી કુકરમાં બાફી લો. હવે એને ચમચાથી થોડું હલાવી એક રસ કરો. હવે એક પૅનમાં માખણ ગરમ કરી એમાં જીરું નાખી સાંતળો. હવે એમાં લીલાં મરચાં, લસણ અને આદું નાખી ફરી સાંતળો.

 

-મીતા ભરવાડા

સામગ્રી:-

  • અડધો કપ તુવેરની દાળ
  • બે ચમચા મલાઈ
  • બે ચમચી માખણ
  • એક સમારેલું ટમેટું
  • બે સમારેલાં લીલાં મરચાં
  • એક સમારેલો કાંદો
  • એક ટુકડો ખમણેલું આદું
  • ત્રણ કળી વાટેલું લસણ
  • એક ચમચી લાલ મરચું
  • એક ચમચી ગરમ મસાલો
  • ચપટી હળદર
  • એક ચમચી જીરું
  • સમારેલી કોથમીર
  • મીઠું સ્વાદ પ્રમાણે


રીત :-

તુવેરની દાળમાં ટમેટાં અને કાંદા નાખી કુકરમાં બાફી લો. હવે એને ચમચાથી થોડું હલાવી એક રસ કરો. હવે એક પૅનમાં માખણ ગરમ કરી એમાં જીરું નાખી સાંતળો. હવે એમાં લીલાં મરચાં, લસણ અને આદું નાખી ફરી સાંતળો. ત્યાર બાદ એમાં લાલ મરચું, ગરમ મસાલો અને હળદર નાખી દાળ ઉમેરો. એક ચમચો મલાઈ નાખી પાંચ મિનિટ ઉકાળો. પીરસતી વખતે ક્રીમ અને કોથમીરથી સજાવી પીરસો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK