જૈન રાઇસ સ્ટફ્ડ કૅપ્સિકમ

Published: Nov 19, 2019, 16:44 IST | Dharmin Lathia | Mumbai

આજની વાનગી: ઘી અથવા તેલ ગરમ કરીને એમાં લાલ મરચું, જીરું, ટમૅટો સૉસ, સ્વીટ કૉર્નના દાણા, ભાત, વિનેગર, મરચું, મીઠું, કાળાં મરી, ખાંડ, પાઇનૅપલ અને અડધો કપ ખમણેલું પનીર મિક્સ કરીને થોડી વાર સીઝવો.

જૈન રાઇસ સ્ટફ્ડ કૅપ્સિકમ
જૈન રાઇસ સ્ટફ્ડ કૅપ્સિકમ

સામગ્રી

☞ બે ટેબલસ્પૂન તેલ અથવા ઘી
☞ ૧ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
☞ ૧ ટેબલસ્પૂન જીરું પીસેલું
☞ બે ટેબલસ્પૂન ટમેટો સૉસ
☞ ૧/૪ કપ બાફેલા સ્વીટ કૉર્નના દાણા
☞ બે કપ રાંધેલા ભાત
☞ વિનેગર
☞ બે ટીસ્પૂન મરચું
☞ મીઠું, કાળાં મરી, ખાંડ સ્વાદ અનુસાર
☞ ૩/૪ કપ ખમણેલું પનીર
☞ શિમલા મરચું લાલ, પીળું, લીલું (દરેક બે-બે આખાં)

રીત

૧. ઘી અથવા તેલ ગરમ કરીને એમાં લાલ મરચું, જીરું, ટમૅટો સૉસ, સ્વીટ કૉર્નના દાણા, ભાત, વિનેગર, મરચું, મીઠું, કાળાં મરી, ખાંડ, પાઇનૅપલ અને અડધો કપ ખમણેલું પનીર મિક્સ કરીને થોડી વાર સીઝવો.

ર. શિમલા મરચાંની ઉપરથી આડી સ્લાઇસ સમારી એની અંદરનાં બી કાઢી લો. પછી એમાં ભાતનું મિશ્રણ ભરો. ઉપરનું બચેલું ખમણેલું પનીર ભભરાવીને શિમલા મરચાં બેકિંગ ડિશમાં મૂકો. આ બેકિંગ ડિશ અવનમાં મૂકી બસો ડિગ્રી તાપમાન પર શિમલા મરચાં થોડાં નરમ થવા સુધી ૧પ-ર૦ મિનિટ બેક કરો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK