બનારસી સાડી જૂની થઈ ગઈ છે? તો બનાવો તેમાંથી કંઈક નવું

Dec 20, 2018, 21:47 IST

બનારસી સાડીઓને નવી રીતે પહેરવાની રીતો...

બનારસી સાડી જૂની થઈ ગઈ છે? તો બનાવો તેમાંથી કંઈક નવું
બનારસી સાડીમાંથી બનાવેલા વસ્ત્રો

ભારતમાં બનારસી સાડીઓનું ચલણ વર્ષોથી છે. બનારસી સાડીઓ પારંપારિક ફેશનનો ભાગ રહી છે અને સ્ત્રીઓેની વાત કરીએ તો ભારતીય સ્ત્રીઓએ બનારસી સાડી હંમેશા ગર્વથી પહેરી છે. લગ્નના સમયે પણ બનારસી સાડીની મહત્વતા વધી જાય છે. આજે જ્યાં સાડીઓને લઈને બજારમાં ઘણા ફેરફારો થયા છે ત્યાં જ આ સાડીઓને પહેરવાની રીતમાં પણ ફેશન ટ્રેન્ડ પ્રમાણે ફેરફારો થયા છે. બનારસી સાડીઓની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તો તેની પૉપ્યુલેરિટીમાં ઘણો ઘટાડો થયો છે. આ સાડીઓ માટે ખાસ તો આપણે Tarun Tahiliani, Sanjay Garg અને Hemant Agarwalનો ખાસ આભાર માનવો જોઈએ જેમણે બનારસી સાડીઓને નવી રીતે પહેરવાની રીતો બતાવી.

દુલ્હનો પણ હાલ તો બનારસી સાડીઓની ખરીદી કરતી થઈ છે. પ્રત્યેક ફેશન કોન્શિયસ સ્ત્રીને પોતાની બનારસી સાડી જોઈએ છે પણ બનારસી સાડીની ડેલિકેટ એમ્બ્રોઈડરી અને તે સમય જતાં જૂની અને નકામી થઈ જશે એવી ચિંતા પણ થાય છે. એવું કેટલીય વખત થતું હોય છે કે જગ્યાને અભાવે કે વપરાશ ન થતો હોવાને કારણે આવી સાડીઓ તેમને ફેંકી દેવાનો વિચાર તો આવે પણ મન થતું નથી. તેનું કારણ આ સાડીઓથી જોડાયેલી તેમની કેટલીક સ્મૃતિઓ પણ હોઈ શકે છે. પણ સાડી જૂની થઈ ગઈ હોવાને કારણે તે પહેરી પણ નથી શકાતી.

બનારસી સાડીમાંથી બનાવો સુંદર મજાનો કુર્તો

બનારસી કુર્તા (પ્રતીકાત્મક તસવીર)

બનારસી કુર્તા (પ્રતીકાત્મક તસવીર) 

આપણી bollywood divas કરીના કપૂર, અદિતિ રાવ હૈદરી, hot mom કરિશ્મા કપૂર સુધી બધાંએ બનારસી સાડીને recycle કરીને બનાવવામાં આવતાં કુર્તાને લીલી ઝંડી આપી દીધી છે. ત્યાં જ મલાઈકાએ Raw Mango look માટે ethnic કુર્તો પહેરીને સામે આવીને લોકોને ચકિત કરી દીધાં. જી હા, આ કુર્તો તેણે પોતાની બનારસી સાડીને recycle કરીને બનાવી હતી. તમે પણ આવા કુર્તા તમારી બનારસી સાડીને recycle કરીને બનાવી શકો છો. તમે આવા કુર્તા શરારા કે પટિયાલા લૂક પર કેરી કરી શકો છો. બનારસી સાડીમાંથી કુર્તા બનાવતી વખતે તમે તેમાં જુદાં જુદાં પ્રયોગો કરી શકો છો. તમે તેનો ઉપયોગ ચૂડીદાર પાયજામાથી લઈને લેગિન્સ પણ બનાવી શકો છો. જો તમને બીજી વખત પણ કંઈક જુદુ પહેરવાનો પ્લાન બનાવો છો તો તમે આ જરૂરથી try કરો અને તમારે એ બાબતે સહેજપણ ચિંતા નથી કરવાની કે તમારી સાડી ફાટી જશે પણ ઊંધું તમારી સાડીમાંથી તમને એક નવો આઉટફિટ મળશે.

ટ્રેડિશનલ બનારસી ઓઢણી (દુપટ્ટો)

બનારસી દુપટ્ટો (ઓઢણી) (પ્રતીકાત્મક તસવીર)

બનારસી દુપટ્ટો (ઓઢણી) (પ્રતીકાત્મક તસવીર)

 બનારસી દુપટ્ટાનો આયડિયા તમને કદાચ થોડું અજીબ લાગશે પણ તમે તમારી જુની સાડીમાંથી આ બનાવી શકો છો. ઓઢણી બનાવવામાં તમને થોડા મુંઝવણ થઈ શકે છે પણ આ બની ગયા પછી ખૂબ જ સુંદર દેખાશે. તમારી બનારસી સાડીને તમારા કબાટમાં બચાવી રાખવા માટે એક બનારસી દુપટ્ટો સારો પર્યાય છે. સાડી ફેંક્યા વગક એક અનન્ય દુપટ્ટો બનાવી શકો છો. તમારે માત્ર સાડીની બોર્ડર કાપવાની છે અને તમને મળશે એક સુંદર બનારસી દુપટ્ટો. તમે આ સુંદર ઓઢણીને સલવાર કુર્તો કે ચણિયાચોળી સાથે પણ પહેરી શકો છો.

સદાબહાર બનારસી બ્લાઉઝ

બનારસી બ્લાઉઝ (પ્રતીકાત્મક તસવીર)

બનારસી બ્લાઉઝ (પ્રતીકાત્મક તસવીર) 

સાડીના બ્લાઉઝને હંમેશાથી વધારે મહત્વ આપવામાં આવ્યું નથી. પણ સમય જતાં બ્લાઉઝની વ્યાખ્યાઓમાં પણ ફેરફારો થયા છે. જેના કારણે આજે બ્લાઉઝને પણ સરખું મહત્વ મળી રહે છે. આજના બદલાતાં યુગમાં બ્લાઉઝના મહત્વને દુલ્હનો બરાબર સમજી શકી છે. તમે તેને જુદી જુદી વેરાઈટીની સાડી સાથે કે પછી લહેંગા સાથે પહેરી શકો છો. એક બનારસી બ્રોકૅડ બ્લાઉઝ તમારા ટ્રેડિશનલ આઉટફિટને ખૂબ જ રસપ્રદ બનાવી દેશે. તેની માટે તમારે સાદાં બ્લાઉઝ બનાવવાનું મટીરિયલ વેસ્ટ કરવાનું નથી, તમે આ એક ડિઝાઈનર પીસ બનાવી શકો છો. જેને તમે કોઈપણ ખાસ અવસર પર પણ પહેરી શકો છો. પ્રસંગ કોઈપણ હોય આ બનારસી બ્લાઉઝ તમને toast of the town બનાવી દેશે. તમે આ embellished બ્લાઉઝ સાથે plan સાડી પણ પહેરી શકો છો. તમે તમારી સાડીનો કલર સરખો તેમ જ વિરોધી પણ રાખી શકો છો. હાલ same અને contrast એમ બન્ને કલર્સ ટ્રેન્ડમાં છે અને તમે તમારી પસંદગી મુજબ ખૂબ જ સુંદર દેખાવાના છો તે નક્કી છે.

બનારસી ટ્રાઉઝર

બનારસી ટ્રાઉઝર (પ્રતીકાત્મક તસવીર)

બનારસી ટ્રાઉઝર (પ્રતીકાત્મક તસવીર) 

તમે પણ ચોંકી જશો જ્યારે તમને બનારસી ટ્રાઉઝર બાબતે જાણ થશે. જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. જી હા તમે તમારી બનારસી સાડીમાંથી એક સેક્સી ટ્રાઉઝર બનાવી શકો છો. આપણી બોલીવુડ મહિલાઓએ પણ આ પ્રયોગ કરી જોયો છે. તમે પરિણીતિ ચોપડાથી લઈને ડાયના પેંટીને જોઈ લો. આ સૌએ બનારસી ટ્રાઉઝર કેરી કર્યો છે. તમારી માટે આ બનારસી ટ્રાઉઝર તમારો સમય બચાવી શકે છે. જેના માટે લગભગ તમારે જઝુંમવું પડે છે. જે સ્ત્રીઓ વેસ્ટર્ન વેઅરમાં વધુ કમ્ફર્ટેબલ હોય છે તેમની માટે પણ આ બનારસી ટ્રાઉઝર એક સરસ પર્યાય બને છે. આ સિવાય ટ્રાઉઝર કેરી કરતા વખતે હંમેશા ધ્યાન રાખવાનું છે કે તેની સાથે તમારે minimal shirt, classic white શર્ટ અથવા આછી jewel toned shirt જ પહેરો. બનારસી ટ્રાઉઝર કોઈના લગ્નપ્રસંગમાં પણ તમારી માટે એક વિશેષ પર્યાય બની શકે છે. તમે આની સાથે એક stitched shirt પણ carry કરી શકો છો.

 

સંબંધિત સમાચાર

     
     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK