5 જુલાઇના દેખાશે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં અસર વિશે...

Published: Jul 03, 2020, 21:12 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

આ ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે. 5 જુલાઇના ગુરૂ પૂર્ણિમા પણ છે.

ચંદ્ર ગ્રહણ (ફાઇલ ફોટો)
ચંદ્ર ગ્રહણ (ફાઇલ ફોટો)

5 જુલાઇના લાગનારું ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. આ ચંદ્ર ગ્રહણ ન તો ભારતમાં દેખાશે કે ન તો આ દરમિયાન સૂતકના નિયમો માનવામાં આવશે. આ ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે. 5 જુલાઇના ગુરૂ પૂર્ણિમા પણ છે.

5 જુલાઇ રવિવારના દિવસે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. એક મહિનાની અંદર આવતું આ ત્રીજું ગ્રહણ છે. આ ગ્રહણ વાસ્તવિક ચંદ્ર ગ્રહણ ન થતાં એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. ઉપછાયા ચંદ્ર ગ્રહણને ધાર્મિક રીતે વધારે માન્યતા આપવામાં નથી આવતી. 5 જુલાઇના લાગનારું આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગ્યે 37 મિનિટે શરૂ થશે જે 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.

ક્યાં દેખાશે ચંદ્ર ગ્રહણ?
આ ચંદ્ર ગ્રહણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ યૂરોપ અને આફ્રિકાના અમુક ભાગમાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. ગ્રહણ કાળમાં ચંદ્ર ક્યાંયથી પણ કપાયેલું નહીં પણ સંપૂર્ણ આકારમાં દેખાશે. ગ્રહણ કાળ દરમિયાન ચંદ્રમાઁ ધનુ રાશિમાં હશે.

આ ચંદ્ર ગ્રહણની ખાસ વાતો
5 જુલાઇના લાગનારું આ ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. શાસ્ત્રોમાં ઉપછાયા ચંદ્ર ગ્રહણને ગ્રહણ માનવામાં નથી આવતું, તેથી આ દિવસે કોઇપણ કાર્ય પર પ્રતિબંધ પણ નહીં હોય. જો કે, જ્યોતિષવિદ કેટલીક સાવચેતીઓ રાખવાની સલાહ આપે છે. આ ગ્રહણ ધનુ રાશિમાં પૂર્વાષાઠા નક્ષત્ર દરમિયાન, શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના લાગશે. ખાસ વાત એ છે કે આ દિવસે ગુરૂપૂર્ણિમા પણ છે. આ ઉપછાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.

ગ્રહણની અસર
5 જુલાઇના લાગનારું ચંદ્ર ગ્રહણ એક મહિનામાં લાગનારું ત્રીજું ગ્રહણ હશે. 5 જૂનના ચંદ્ર ગ્રહણ હતું, 21 જૂને સૂર્ય ગ્રહણ હતું અને હવે ફરી 5 જુલાઇના ચંદ્ર ગ્રહણ લાગવાનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK