કપલ્સને જોઈને સિંગલ છોકરીઓ વિચારે છે કંઈક આવું! જાણીને થશે નવાઈ

Updated: 6th October, 2020 19:10 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કપલ્સને જોઈને સિંગલ છોકરીઓને કંઈક ખુટતું હોવાનો અહેસાસ થાય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

ચોમાસું પુરુ થઈ ગયું છે અને મંદ મંદ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ ઠંડક પ્રેમના અહેસાસ અને પ્રેમીના સંગાથ માટેની સૌથી ઉત્તમ મોસમ છે. પ્રેમી પંખીડાઓ અને કપલ્સ આ મોસમાં જ્યા એકાંત મળે ત્યાં રોમાન્સ કરવા લાગે છે. પરંતુ તેમને ક્યારેય એ વિચાર નથી આવતો કે તેમની આસપાસ ઘણા સિંગલ લોકો હોય છે. સિંગલ છોકીઓ પણ આસપાસ હોય છે. તેમના મનમાં આ કપલ્સને રોમાન્સ કરતા જોઈને શું વિચાર આવતો હશે તેવું ક્યારેય કોઈ વિચારતું નથી. આજે અમે તમને જણાવીશું કે, કપલ્સને જોઈને સિંગલ છોકરીઓના મનમાં કેવા વિચારો આવે છે.

સિંગલ છોકરો ત્યાં સુધી જ મૂડમાં હોય છે જ્યાં સુધી તે કોઈ કમિટેડ કપલ સાથે રૂબરૂ મુલાકાત ના કરી લે.

જ્યારે કેટલીક સિંગલ છોકરીઓ કોઈ રોમેન્ટિક કપલ્સને જુએ છે ત્યારે તેમને કંઈક ખુટતું હોવાનો અહેસાસ થાય છે અને એવું સમજે છે કે, જિંદગીમાં પ્રેમ થવો એ પણ જરૂરી છે.

કપલ્સને જોઈને સિંગલ છોકરીઓનાં મગજમાં આવી પણ વાત આવે છે કે, જલ્દી મારી જિંદગીમાં પણ કોઈ એવો છોકરો આવે કે જે મને પોતાનાં જીવથી પણ વધારે ચાહે. હું મારા મિસ્ટર રાઇટની રાહ જરૂર જોઈશ ને એમાં પછી ચાહે ભલે ગમે તેટલો સમય કેમ ના લાગે.

કપલ્સને જોઈને સિંગલ છોકરીઓ એવું વિચારતી હોય છે કે, પુરુષો કરતા વફાદાર તો કુતરાં હોય છે. પ્રેમમાં પાગલ થઈ જવાની જગ્યાએ એક કુતરો પાળવો એ સૌથી ઉત્તમ છે.

જાહેર સ્થળો પર કિસ કરતા કપલ્સને જોઈને છોકરીઓને ગુસ્સો આવે છે અને તેમના મગજમાં એક આવે છે કે ભાઈ, શું આ લોકોને બીજી કોઇ જ જગ્યા ના મળી તે ક્યાંય પણ શરૂ થઇ જાય છે. પરંતુ આનાથી વધારે સારૂ તો કોઇ એક રૂમ બુક કરાવી લેવો હતો.

કપલ્સને જોઈને સિંગલ છોકરીઓ ક્યારેક ઈનસિક્યોરિટી પણ ફીલ કરે છે. તેમના મનમાં એવા વિચારો આવે છે કે, ખબર નથી પડતી કે આ છોકરો આ છોકરીને કેવી રીતે મેનેજ કરતો હશે. કેવો આ છોકરો હેન્ડસન અને ક્યાં આ છોકરી. જો આ છોકરીને હેન્ડસમ બોયફ્રેન્ડ મળી શકતો હોય તો હું તો આના કરતા પણ વધારે સુંદર છું.

First Published: 6th October, 2020 19:07 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK