Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લવલી લિપ્સની સંભાળ

23 November, 2012 06:11 AM IST |

લવલી લિપ્સની સંભાળ

લવલી લિપ્સની સંભાળ







ઠંડીમાં શુષ્ક વાતાવરણને લીધે સ્કિન જેટલી જ ખરાબ હાલત હોઠની પણ થતી હોય છે. હોઠને મૉઇસ્ચરાઇઝ કર્યા વિના જો સુકાવા દેવામાં આવે તો એ ફાટી જાય છે અને ક્યારેક એમાંથી લોહી પણ નીકળી શકે છે. સમસ્યા વકરે એ પછી એની સારવાર કરવાને બદલે જો પહેલેથી જ એની કૅર કરવામાં આવે તો શિયાળામાં આકરી ઠંડી દરમ્યાન પણ હોઠ સુંવાળા રહેશે.

જીભ ન ફેરવો

હોઠ પર જીભ ફેરવ્યા કરવાની કેટલાક વ્યક્તિની આદત હોય છે. એમાંય હોઠ સુકાતા જણાય એટલે આપણે એના પર જીભ ફેરવીને એને ભીના કરીએ, પરંતુ આવું કરવાથી એ વધુ સુકાય છે. માટે હોઠ સુકાઈને ફાટે નહીં એવી ઇચ્છા હોય તો હોઠ પર જીભ ફેરવવાનું બંધ કરવું. અહીં જો ફ્લેવર્ડ લિપ બામ વાપરવાની આદત હોય તો એનાથી પણ દૂર રહેવું, કારણ કે લિપ બામનો સ્વાદ સારો હશે તો એના પર જીભ જશે અને એ બન્ને રીતે નુકસાન કરશે.

એક્સફોલિએટ કરો

સુંવાળા હોઠ મેળવવા માટે આપણે બધા જ એના પર લિપ બામ અને ચૅપસ્ટિક લગાવીએ છીએ, પરંતુ ફાટેલા, ક્રૅક્ડ, સુકાયેલા હોઠ પર બામ લગાવવાનો કોઈ અર્થ નથી માટે હોઠને સ્મૂધ બનાવવા માટે રેગ્યુલરલી એક્સફોલિએટ કરવા જરૂરી છે. સ્ક્રબથી એક્સફોલિએટ કરવાથી હોઠ પરથી ડેડ સ્કિન દૂર થશે અને ત્યાર બાદ જો લિપ બામ લગાવામાં આવે તો એ હોઠમાં અંદર ઍબ્સોર્બ થશે અને હોઠ સુંવાળા બનશે.

સન પ્રોટેક્શન

સ્કિનની જેમ હોઠને પણ સૂર્યના તડકાથી પ્રોટેક્ટ કરવા જરૂરી છે. શિયાળામાં સૂર્ય તમારી સ્કિન ડૅમેજ કરવાનું બંધ નથી કરતો એટલે આ સીઝનમાં પણ સન પ્રોટેક્શન લગાવવું જરૂરી છે. હોઠ પર એ ન લગાવવામાં આવે તો એ કાળા પડી શકે છે તેમ જ સનબર્ન થવાને લીધે વધુ સેન્સિટિવ પણ થઈ શકે છે.

હાઇડ્રેશન

શિયાળામાં હવા સૂકી બની જાય છે માટે હોઠ સારી રીતે હાઇડ્રેટેડ હોય એ જરૂરી છે. જેને માટે રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવું. શિયાળામાં તરસ ઓછી લાગે છે, પરંતુ આ સીઝનમાં પણ પૂરતું પાણી પીવું જોઈએ.

લિપસ્ટિક રીમૂવલ


મેક-અપ ઉતારવાનો અર્થ લાઇનર, આઇ-શૅડો અને બ્લશ ઑન કાઢવું એમ નથી થતો. હોઠ પર લગાવેલી ડાર્ક લિપસ્ટિક કાઢવી પણ એટલી જ જરૂરી છે. મેક-અપ રીમૂવરને થોડું કૉટનમાં લઈ લિપસ્ટિક કાઢવી. હોઠ પરથી લિપસ્ટિક ન કાઢવાથી એ ડ્રાય થઈ જાય છે. હોઠ પરથી લિપસ્ટિક કાઢવા માટે એને ઘસવા નહીં. ફક્ત હલકા હાથે વાઇપ કરવા. લિપસ્ટિક રીમૂવલ માટે બેબી ઑઇલ પણ વાપરી શકાય.

ટિન્ટેડ લિપ બામ

હોઠની કૅર કરવામાં એને ડલ બનાવવાની જરૂર નથી. હોઠ સુંદર દેખાય એને માટે ટિન્ટેડ લિપ બામ વાપરવો. રેડ, પિન્ક, ઑરેન્જ જેવા રંગોવાળો લિપ બામ હોઠને પ્રોટેક્ટ કરશે, પ્લસ સુંદર દેખાશે.

મૉઇસ્ચરાઇઝિંગ લિપસ્ટિક

આ પ્રકારની લિપસ્ટિક્સમાં ખૂબ મોટા પ્રમાણમાં શિયા બટર, ઑલિવ ઑઇલ વગેરે મૉઇસ્ચરાઇઝિંગ તત્વો હોય છે. આ લિપસ્ટિક લગાવ્યા પછી ખૂબ ઓછા સમયમાં નીકળી જાય છે, પણ જો તમારા હોઠ સૂકા હોય તો આ લિપસ્ટિક તમારા માટે આ સીઝનમાં સારી રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2012 06:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK