રણ મહોત્સવમાં સામેલ થઈને જુઓ ગુજરાતની રંગબેરંગી સંસ્કૃતિ અને મીઠાનું રણ

Updated: 4th February, 2020 19:04 IST | kutch

એક વિશાળ સફેદ રણ જેના પર ચંદ્રનો જ્યારે દૂધિયા રંગનો પ્રકાશ પડે છે, આ દ્રશ્યને જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે. આ દ્રશ્યને જોવા માટે જ ખાસ દરવર્ષે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

કચ્છ જિલ્લાના પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે. 45, 674 વર્ગ કિમી.ના ક્ષેત્રમાં ફેલાયેલો ભારતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છનો શાબ્દિક અર્થ થાય છે કચ્છપ એટલે કાચબો. આ જિલ્લાનો મોટો ભાગ કચ્છના રણ તરીકે ઓળખાય છે, જે ઉથલી આર્દ્રભૂમિ છે. આ ભાગ વરસાદની સીઝનમાં પાણીમાં ડૂબી જાય છે અને અન્ય ઋતુઓમાં સૂકાઇ જાય છે. અને સફેદ રંગની મીઠાંની ચાદર પથરાઇ જાય છે. એક વિશાળ સફેદ રણ જેના પર ચંદ્રનો જ્યારે દૂધિયા રંગનો પ્રકાશ પડે છે, આ દ્રશ્યને જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે. આ દ્રશ્યને જોવા માટે જ ખાસ દરવર્ષે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્રણ દિવસથી શરૂ કરાયેલા આ ઉત્સવનો સમય સતત વધારાઇ રહ્યો છે. જે આ વખતે 28 ઑક્ટોબર 2019થી શરૂ થયો હતો અને 12 માર્ચ 2020 સુધી લંબાવવામાં આવ્યો છે.

રણનું આકર્ષણ અને મીઠાની ખેતી
કાચબાના આકારનો આ વિસ્તાર બે વિભાગોમાં વહેંચાયેલો છે- ગ્રેટ રણ 18,000 વર્ગ કિમી.માં ફેલાયેલું છે. તો બીજો ભાગ લિટલ રણ કહેવાય છે જે 5000 વર્ગ કિમીમાં વહેંચાયેલું છે. આ બન્નેને મળાવીએ તો મીઠું અને ઉંચા ઘાસનો વિસ્તૃત મેદાન બનાવે છે. જે વિશ્વના સૌથી મોટા મીઠાંના રણમાંનો એક છે. અહીંથી ભારતને 75 ટકા મીઠું મળે છે. દરવર્ષે ઉનાળામાં મહીનામાં મોનસૂનની વર્ષા થવાથી રણમાં પૂર આવી જાય છે. સફેદ મીઠાના સૂકાં મેદાન એકદમથી ગાયબ થઇ જાય છે અને તેની જગ્યાએ સમુદ્ર બની જાય છે. જે ઉત્સવ ઉજવવાની તક આફે છે. જૂનના અંતમાં અહીં મોનસૂનની મૂશળધાર વરસાદ શરૂ થઈ જાય છે. ઑક્ટોબર સુધી અહીં પૂરની સ્થિતિ રહે છે. પછી ધીમે-ધીમે પાણીની વરાળ થવા લાગે છે અને મીઠાના ક્રિષ્ટલ છોડી જાય છે. પાણી ઘટવાથી પ્રવાસી ખેડૂતો ચારે બાજું ખેતરો બનાવીને મીઠાંની ખેતી શરૂ કરી દે છે. શિયાળાતી લઈને આગામી જૂન સુધી તે શક્ય તેટલું વધારે મીઠું કાઢે છે. આ સફેદ રણ એટલું સપાટ છે કે તમે ક્ષિતિજ સુધી જોઇ શકો છો, જેવું સમુદ્રમાં દેખાય છે. મીઠું તે વિશાળ સમુદ્ર પર પગ મૂકતા હોય એવું લાગે છે અને માનો કે દરેક તરફ ઝાકળ પથરાયેલી છે.

આ પણ વાંચો : happy birthday Urmila matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

દરેક પળે બદલાતું દ્રશ્ય
રણની ખાસિયત અને સુંદરતા એ છે કે આ આખા દિવસમાં પોતાનું રૂપ બદલ્યા કરે છે. સૂર્યોદય સમયે તેનું સ્વરૂપ કંઈક જુદું હોય છે તો સૂર્યાસ્ત સમયે કંઇક જુદું અને ચાંદની રાતમાં તો કોઇક સફેદ વહેતાં સમુદ્ર જેવું લાગે છે. આકાશમાંથી પડતી ચાંદની અને તારાઓનો પ્રકાશ- એક ચમત્કારિક વાતાવરણના તમને શાક્ષી બનાવે છે. રણમાં લગાડવામાં આવેલા વૉચ ટાવરથી આ બધાં જ સ્વરૂપો સારી રીતે જોઇ શકાય છે. જેના પર ખાસ્સી ભીડ એકઠી થાય છે. અહીં રણ ઉત્સવ ઉજવવા માટે આખી એક ટેન્ટ સીટી વસાવવામાં આવે છે. રોકાવા માટે વર્લ્ડ ક્લાસ ટેન્ટ લગાડવામાં આવે છે. શુદ્ધ ગુજરાતી ભોજનનો સ્વાદ પણ અહીં માણી શકાય છે.

First Published: 4th February, 2020 18:44 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK