કોલ્હાપુરી ઠેચા

Published: 7th September, 2012 05:56 IST

મરચાંનાં ડીટિયાં કાઢી લો અને પાણીમાં એકથી બે કલાક સુધી પલાળો. એક કડાઈમાં અડધી ચમચી તેલ ગરમ કરો.

kolhapuri-thecha


આજની વાનગી

સામગ્રી

  •  સાત સૂકાં લાલ કોલ્હાપુરી મરચાં
  •  પાંચથી છ કળી લસણ
  •  પા કપ શેકેલી સિંગનો અધકચરો ભૂકો
  •  અડધી ચમચી જીરું
  •  અડધી ચમચી લીંબુનો રસ
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  એક ચમચી તેલ

રીત

મરચાંનાં ડીટિયાં કાઢી લો અને પાણીમાં એકથી બે કલાક સુધી પલાળો. એક કડાઈમાં અડધી ચમચી તેલ ગરમ કરો. એમાં જીરું, આખાં મરચાં અને લસણની કળી ઉમેરીને સાંતળો. બધું બરાબર ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લો. મિક્સરના જારમાં શેકેલાં લસણ અને મરચાંને મીઠું, લીંબુનો રસ અને શેકેલી સિંગના ભૂકા સાથે પીસો. અને અધકચરું પીસીને પેસ્ટ બનાવો. પછી સર્વિર઼્ગ બાઉલમાં કાઢી બાકીનું તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. ચોખાના રોટલા અથવા કોઈ પણ ઇન્ડિયન બ્રેડ સાથે એને પીરસો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK