સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

Updated: Jun 21, 2020, 08:03 IST | Ashish Rawal/Pradyuman Bhatt | Mumbai

વૃષભ: આગામી સપ્તાહમાં સમજી-વિચારીને બોલવું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મેષ (,,) : દેશ-પરદેશના કામમાં પ્રગતિ સાથે સાનુકૂળતા જણાય. જૂના મિત્ર કે સ્વજનની મુલાકાતથી આનંદ વધે. સરકારી કામકાજ વિશે ઉપરી અધિકારી સાથે મિલન-મુલાકાતનું આયોજન થઈ શકે. સવારે ત્રણ માળા ‘શ્રી ગણેશાય નમ:’ની અવશ્ય કરવી.

વૃષભ (,,) : આગામી સપ્તાહમાં સમજી-વિચારીને બોલવું. તબિયતની અસ્વસ્થતાના લીધે કામકાજ કરવાની ઇચ્છા ઓછી થાય. વર્ષોજૂના લુપ્ત થયેલા સંબંધો પુનઃ તાજા થાય. આનંદ-પ્રમોદ સાથે સપ્તાહ પૂર્ણ થાય. નિયમિત ઇષ્ટની ઉપાસના ચાલુ જ રાખવી.

મિથુન (,,) : નોકરી-ધંધાના કામમાં દોડધામ રહે. મનમાં ધારેલું કાર્ય આગળ વધતું સ્વપ્નમાં જણાય. પોતાની સારી કૌશલ્ય આવડતથી બીજાને સહાય કરવી. બિનજરૂરી બાબતોથી દલીલબાજી ટાળવી. પોતાના ઇષ્ટ દેવનું સ્મરણ કરી સપ્તાહની શરૂઆત આગળ વધારવી.

કર્ક (,) : ઉપરી વર્ગ કે સહ-કર્મચારી વર્ગનો સાથ-સહકાર સારો મળતો રહેશે. અન્ય કોઈ વ્યક્તિના સાથ-સહકારથી નવા કાર્ય કરવા પ્રેરાતા થવાય.
કાર્યબોજથી મનનો ભાર હળવો થતો જણાય. મનોરંજન પાછળ આર્થિક રકમ વધુ વપરાય. ચંદ્રનું મોતી ધારણ અવશ્ય કરવું.

સિંહ (,) : અન્ય કર્મચારીનું કામ આપની પાસે આવવાથી કાર્યભાર વધતો જણાય. કોર્ટ-કચેરીના કામમાં તેમ જ સરકારી કામમાં સાવધાની રાખવી. જમીન-મકાન મિલકતોનો ઉકેલ આવતો જણાય. વડીલોને પગે લાગીને સપ્તાહનો પ્રારંભ કરવો.

કન્યા રાશિ (,,) : ધંધામાં આકસ્મિક ઘરાકી વધતી જાય. જૂના મતભેદ ભૂલવાની તકો મળે. મનગમતી નોકરી અને મનગમતી જગ્યાએ મળે. ગાયને લીલો ઘાસચારો ખવડાવવો જેનાથી અનેક કામો ઉકેલાઈ જશે.

તુલા (,) : મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મિલન-મુલાકાત સંભવ. હિતશત્રુઓ અને ખટપટી લોકોથી દૂર રહેવાની જરૂર છે. પૈસા પાછળ દોડાદોડી ન કરવી. પોતાની તબિયત અવશ્ય સંભાળવી. ગાયત્રી ઉપાસના સાથોસાથ મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી વિશેષ પ્રગતિ થાય.

વૃશ્ચિક (,) : આપની બુદ્ધિ અનુભવથી કામનો ઉકેલ લાવી શકાશે. તમારા મનમાં રહેલા પૂર્વગ્રહને કારણે મુશ્કેલીનો વધુ સામનો કરવો પડે. પેશાબને લગતી તકલીફો વધે માટે પાણી વધુ પીવું. પોતાનાં કુળદેવીની ઉપાસના ચાલુ રાખવી.

ધન (,,,) : જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય. આર્થિક પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરે. જમીનમાં અગાઉ કરેલું રોકાણ ફળદાયી નીવડે. જૂના વાદ-વિવાદ શાંત રીતે પરિપૂર્ણ થાય. નિત્ય ગુરુગીતાનો પાઠ અવશ્ય કરવો.

મકર (,) : નાણાકીય બાબતોમાં દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ જણાય. યજ્ઞ-યજ્ઞાદી જેવા શુભ કાર્યનું આયોજન સંભવ. તમારાં મહત્ત્વનાં કાર્યો પૂર્ણ કરવામાં સારો અવસર મળે. માતૃ પક્ષે બીમારી આવવાની સંભાવના. નિત્ય હનુમાનજીને તેલનો દીપક પ્રગટાવી પ્રાર્થના કરી દિનારંભ કરવો.

કુંભ (,,) : આગામી સપ્તાહમાં આર્થિક નિર્ણયો સમજી-વિચારીને લેવો. ટેક્નિકલ ક્ષેત્રે નોકરી અંગેની નવી-નવી તકો મળતી રહે. મોસાળ પક્ષથી લાભ સંભવ. શારીરિક ઊર્જાનું પ્રમાણ સારું રહે. દરરોજ ભિક્ષુકને ૮ રૂપિયાના ગુણાંકમાં દાન અવશ્ય આપવું.

મીન (,,,) : તમારા મનની ચંચળતાને કારણે કામકાજમાં ધ્યાન આપી ન શકો. વારંવાર દેવ મંદિરોમાં દર્શન કરવાનો શુભ અવસર મળી શકે. ઋતુગત બીમારીથી વધુ કાળજી રાખવી. પોતાના ઇષ્ટ દેવતાનું સ્મરણ નિત્ય કરીને સપ્તાહની શરૂઆત કરવી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK