જાણો કેવું રહેશે આપનું આવતું અઠવાડિયું...

Published: Dec 08, 2019, 08:43 IST | Ashish Rawal and Pradyuman Bhatt | Mumbai

સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય: જાણો આપનું આગામી અઠવાડિયું કેવું રહેશે, નિષ્ણાંતો પાસેથી...

સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય
સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય

મેષ (અ,લ,ઈ): આગામી સપ્તાહમાં ઉતાવળા નિર્ણય વાયદા કે ખર્ચમાં વધારો થાય. આપના આંતરિક મતભેદો દૂર થતા જણાય. વડીલની મદદ ઉપયોગી નીવડે. આરોગ્ય માટે સતત કાળજી રાખવી, ખાસ કરીને બહારની લાંબી મુસાફરી ટાળવી.

વૃષભ (બ,વ,ઉ): મકાન-વાહન-જમીન મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવે. વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં સફળતા. અણધાર્યા ખર્ચાનો આર્થિક બોજમાં વધારો આવે. ગળાને  લગતી બીમારી આવે, દવા કરવા છતાં તકલીફ રહ્યા કરે.

મિથુન (ક,છ,ઘ): આંધળુકિયા પૈસા વેડફાઈ જાય. કૌટુંબિક જરૂરિયાતની અવગણના ન કરવી. એકાએક આવી પડેલ સામાન્ય પ્રશ્ન હળવો થઈ જાય. તમાકુનું સેવન જો કરતા હો તો ન કરશો.

કર્ક (ડ,હ,): મહત્વના નિર્ણયોને અવકાશ. વર્તમાનમાં માત્ર જીવવાનો પ્રયત્ન કરવો. પારિવારિક વિવાદ હોય તો ટાળજો. સફેદ કલરના વસ્ત્રપરિધાનથી માનસિક શાંતિ મળશે.

સિંહ (મ,ટ): આપની મહેનતનો રંગ વધારે લાગે. નોકરીમાં પરિવર્તન સુખ મળે. જૂના બગડેલા સંબંધો સુધરે. જ્યોતિષાચાર્યના સલાહ-સૂચનથી કામ કરવાથી સફળતા.

કન્યા (પ,ઠ,ણ) : મંદીના વેપાર માટે આગામી સપ્તાહ શુભ નથી. નાણાકીય વ્યવહાર સરળ પુરવાર થાય. નવું વાહન ઉપલબ્ધ થાય. કીડિયારું  દરરોજ પૂરવું.

તુલા (ર,ત): કઠિન પ્રવાસો થયા કરે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા અનુભવશે. નોકરીમાં નવી-નવી તકો અને સવલતો ઉપલબ્ધ થાય. પ્રેમપ્રસંગો થઈ શકે માટે તેની ખાસ કાળજી રાખવી.

વૃશ્ચિક (ન,ય): અન્યને કારણે આકસ્મિક, ચિંતા, ઉપાધિ રહ્યા કરે. નોકરી-ધંધાના કામ, બૅન્કના કામકાજમાં સમય પસાર થઈ શકે. બહારના કામમાં અન્યનો સહકાર મળતો રહે. રાત્રે ઊંઘની ગોળી લેતા હો તો ટાળજો.

ધન (ભ,ધ,ફ,ઢ): આકસ્મિક મોટા મહાનુભાવને મળવાનું થાય. નોકરી-ધંધા, ધર્મકાર્ય, શુભ કાર્યોમાં પ્રગતિ થાય. શરદી,ખાંસી, મસ્તક, ગળામાં, ગરદનમાં દરદ-પીડા ભોગવવી પડે. અંગત બચતો રોકાણો કયાં કયાં કરેલ છે તેની ગુપ્તા અવશ્ય રાખવી.

મકર (ખ,જ):  સંતાનની ચિંતા સતત રહ્યા કરે. વારંવાર જવાનો અવસર આવે. સરકારી ઑફિસોની નોટિસનો જવાબ આપવો પડે. શિવજીના મંદિરે જઈ દર્શન નિત્ય કરવા.

કુંભ (ગ,સ,શ) : નોકરીમાં પ્રમોશન મળે. જૂના મિત્રો દ્વારા ધંધામાં વિકાસ થાય. કોઈપણની સાથે વાતચીત કરવામાં શરમ-સંકોચ રાખશો નહીં.

મીન (દ,ચ,ઝ,થ): સંતાનના શુભ સમાચારથી વિદેશનો પ્રવાસ થાય. બગડેલા સામાજિક સંબંધો સુધરે. વ્યાજની આવક વધે. વધુ પડતી લાગણીમાં આવીને કોઈની સાથે વ્યવહાર ન કરવો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK