જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

Published: Nov 17, 2019, 11:58 IST | Ashish Rawal and Pradyuman Bhatt | Mumbai

જાણો કેવું રહેશે તમારું આવતું અઠવાડિયું? જ્યોતિષાચાર્ય પાસેથી

મેષ (અ,લ,ઈ) : નાણાંની લેવડદેવડનો વ્યવહાર સારી રીતે સચવાય. ગમે એવા લાંબા સમયથી કરેલાં બાકી કામોનો ઉકેલ થાય. નવા-નવા ધંધામાં ઑર્ડર મળે પણ ઉઘરાણી ફસાઈ જાય. વિષ્ણુ સહસ્ત્રના પાઠ નિયમિત કરવા.
વૃષભ (બ,વ,ઊ) : બૅન્કના કામકાજમાં વધુ શ્રમ (થાક) અનુભવાય. નાણાંની ઉઘરાણી કરવા જતાં ઝઘડો થાય. નાના કામકાજ માટે વધારે દોડધામ રહ્યા કરે. પોતાનો મોબાઇલ નંબર અજાણી વ્યક્તિને ન આપવો.
મિથુન (ક,છ,ઘ) : ધંધો વધારવા માટે નિર્ણય ઝડપથી ન લેવા. પુત્ર-પુત્રીના સગપણ માટે વાતો આગળ વધતી જણાય. બહારનાં તૈયાર ફુડ-પૅકેટ ન ખાવા.
કર્ક (હ,ડ) : નાણાકીય આયોજન વધુ દેવાવાળું બને. રાત્રે ભયસૂચક સ્વપ્નો આવે. સામાજિક વ્યવહાર સાચવવા માટે બૅન્કની લોન લેવી પડે. નોકરી-ધંધામાં સંબંધો બગડે.
સિંહ (મ,ટ) : માનસિક આર્થિક ચિંતા સતત વધતી જણાય. મહત્ત્વની મીટિંગ કોઈ પણ કારણસર રદ થાય. ગરદનમાં શારીરિક તકલીફ વધે. નોકરી-ધંધાના સ્થળે જતાં વારંવાર રસ્તો બદલીને જવું.
કન્યા (પ,ઢ,ણ) : સામાજિક પ્રશ્નો વધુ જટીલ બને. નાનાં-મોટાં કાર્યોમાં અજાણી વ્યક્તિની સહાય મળે. અગત્યની બાબતોમાં નિર્ણય લેવામાં દ્વિધાભરી સ્થિતિ બને. સફેદ વસ્ત્ર પરિધાનથી ફાયદો.
તુલા (ર,ત) : લાંબી મુસાફરીમાં દાગીના ચોરાઈ શકે. સરકારી નોટિસનો જવાબ વારંવાર આપવો પડે. ઉઘરાણી જવાની ચિંતા સતત રહ્યા કરે. જૂના સંબંધો બગડેલા સુધારવામાં ભવિષ્ય માટે શુભ બની રહે.
વૃશ્ચિક (ન,ય) : લાંબા ગાળાની માંદગી આકસ્મિક આવી શકે. રાત્રે ઊંઘ ન આવે અને વારંવાર સ્વપ્નો આવે. પ્રેમિકા સાથે જૂના બગડેલા સંબંધો તાજા થાય. કુળદેવી ઉપાસના સાથોસાથ મહાકાળીની ઉપાસના શીઘ્ર ફળદાયી નીવડે.
ધન (ભ,ધ,ફ,ઢ) : કાયદાકીય પ્રશ્નોનું નિરાકરણ ન આવે. સ્વાસ્થ્યની સમસ્યા સતત સતાવે. શનિવારે સાંજે જૂના સ્વજન આકસ્મિક મળવાનો પ્રબળ યોગ. જૂના રોગ માટે આયુર્વેદિક દવા લાભકારી બની રહે.
મકર (ખ,જ) : વારંવાર ઊછીના ઉધાર પૈસા કરવાનો અવસર બને. સંધ્યા સમયે શુભ સમાચાર આવી શકે. મનમાં સતત અજંપો રહ્યા કરે. બૅન્કોની નાની-મોટી લોન અને ક્રેડિટ કાર્ડ નવા ન લેવા.
કુંભ (ગ,સ,શ) : શનિવારની સાંજ સ્વજનથી અલવિદાવાળો અશુભ સમય બની શકે. આરોગ્ય નરમ-ગરમ રહ્યા કરે. પરીક્ષામાં નિષ્ફળતા મળવાથી ડિપ્રેશન આવી શકે. ખાનપાનમાં વિશેષ કાળજી રાખવી.
મીન (દ,ચ,ઝ,થ) : નજીકના મિત્રો મૂર્ખ બનાવી શકે. સપ્તાહમાં બાકી કામોનો નીવેડો વાણી દ્વારા નહીં, પરંતુ કલમ દ્વારા ઉકેલ આવી શકે. કોર્ટ-કચેરીનાં કામોમાં નિર્ણયો બદલાઈ જાય. ગુરુમંત્ર, ઉપાસના પર શ્રદ્ધા-વિશ્વાસ અવશ્ય રાખો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK