જાણો તમારું સાપ્તાહિતક રાશિ ભવિષ્ય

Updated: Jun 28, 2020, 07:48 IST | Mumbai

પોતાના ખિસ્સા કે પાકિટમાં લાલ કલરની પેન અવશ્ય રાખવી તેમ જ ગણેશજીની ઉપાસના કરવાથી આગામી સપ્તાહ યાદગાર બની રહેશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મેષ (અ,લ,ઈ) : નાણાકીય લેવડદેવડની બાબતમાં આપે વધુ સાવધાની રાખવી પડે. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નોમાં આપને સાનુકૂળતા જણાય. નોકરી-ધંધામાં કોઈ પણ કામ આકસ્મિક થવાથી દોડધામ વધી શકે! પોતાના ખિસ્સા કે પાકિટમાં લાલ કલરની પેન અવશ્ય રાખવી તેમ જ ગણેશજીની ઉપાસના કરવાથી આગામી સપ્તાહ યાદગાર બની રહેશે.
વૃષભ (બ,વ,ઊ) : આગામી સપ્તાહમાં તન-મન ધનથી કામકાજ કરવું. વાહન વધારે સંભાળી ચલાવવું. ધાર્યા કામ માટે અન્યનો સાથ-સહકાર મળશે. કાર્યક્ષેત્રમાં કામકાજનું ભારણ વધી શકે. દરરોજ મીઠાશવાળી વસ્તુ ખાઈને દિનારંભ કરવો એનાથી વધુ લાભદાયક બની શકે.
મિથુન (ક,છ,ઘ) : આપના કાર્યમાં સંતાનનો સહકાર ભળી શકે. મિત્રોના સાથ-સહકારથી સામાજિક જીવનમાં રાહત લાગે. નોકરી-ધંધો કે વ્યવસાયમાં પ્રગતિ થાય. દરેક જગ્યાએ વાદવિવાદ વકરે કે મતમતાંતર થાય. તમારા પર ચોરીનો ખોટો આરોપ આવી શકે! યોગ-પ્રાણાયામ અવશ્ય કરવા.
કર્ક (હ,ડ) : લાંબા સમયથી શિક્ષિત વ્યક્તિ સાથેની મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહમાં વધારો થાય. આપનું નોકરી-ધંધાનું કામકાજ અન્ય વ્યક્તિને રામભરોસે રહીને કામ પૂર્ણ કરવાની ઇચ્છા રાખવી નહીં. વેપાર-વ્યવસાય-ધંધામાં આવક અનઅપેક્ષિત રીતે વધતી જાય. છાતી, પેટ, કમરમાં પીડાનો અનુભવ રહ્યા કરે. નિત્ય ‘ઓમ નમઃ શિવાય’નો મંત્રજાપ અવશ્ય કરવો.
સિંહ (મ,ટ) : કાર્યક્ષેત્રમાં સામાન્ય જ બદલાવ આવે તથા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વધુ પરિશ્રમ કરવો પડે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય સંભવ. સમયાંતરે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા.
કન્યા (પ,ઢ,ણ) : દરેક બાબતોમાં પોતાનો સ્વાર્થ ન સંધાય. ઊજળું એટલું દૂધ નહીં એ વિચારીને આગળ વધવું. સંતાનની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું. અનઆવશ્યક મુસાફરી ટાળવી. નિત્ય ઉપાસના સાથોસાથ કુળદેવીની ઉપાસના વધુ ફળદાયી નીવડે.
તુલા (ર,ત) : ધંધામાં  મોટો ઑર્ડર મળવાની સાથે ઍડ્વાન્સ રકમ મળી શકે. પુત્રસુખ સાથે સામાજિક માન-સન્માન સારું મળી શકે. કિડનીને લગતી તકલીફમાં આયુર્વેદિક દવા માફક આવી જાય. નિત્ય કુળદેવીની ઉપાસના સાથોસાથ ચંડીપાઠ દરરોજ કરવા.
વૃશ્ચિક (ન,ય) : લાંબા ગાળાના પારિવારિક ઝઘડામાં સમાધાન આવી જાય. મકાન-મિલકતમાં રિનોવેશન કરવાથી ભાગ્યોદય જણાય. પથરીના દુ:ખાવાની તકલીફ થઈ શકે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન મળે. ઉપાસના, આરાધના સાથે મૌન રહેવાથી વધુ ધનલાભ કરે.
ધન (ભ,ધ,ફ,ઢ) : નોકરી અને પ્રમોશન મળી શકે. નવા મકાન-વાહન-દુકાન લેવાનો પ્રબળ યોગ કહી શકાય. સર્વ પ્રકારે શુભ સમાચાર. બૅન્કિંગ કામકાજમાં ફ્રૉડ થઈ શકે. પિતૃ ઉપાસના સાથોસાથ દાન-દક્ષિણા આપવાથી વિશેષ ધનલાભ થઈ શકે.
મકર (ખ,જ) : નોકરી-ધંધાના કામની સાથે સામાજિક જવાબદારી વધે. આપની દોડધામમાં નવો પ્રેમ અવસર બને. રાજકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસનું આયોજન આકસ્મિક અવસાન થવાને કારણે રદ થઈ શકે. હનુમાન ચાલીસાનું પઠન કરવું.
કુંભ (ગ,સ,શ) : કોર્ટ-કચેરીના કામમાં દોડધામ, વિલંબ જણાય, પરંતુ અંતે કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું પડે. ઘર કે ઑફિસમાં ચોરી થવાની સંભાવના. નિત્ય ગાયને રોટલી ખવડાવવી.
મીન (દ,ચ,ઝ,થ) : આપની મહેનત, બુદ્ધિ અને અનુભવ આવડતના આધારે કાર્યનો ઉકેલ આવે. જૂના રોકાણથી આર્થિક મોટો ધનલાભ થઈ શકે. આકસ્મિક ડાયાબિટીઝ વધી શકે. આવેશમાં આવીને કોઈ નિર્ણય લેવો નહીં. નિત્ય ગુરુવંદના અવશ્ય કરવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK