ઘરમાં આ રીતે કરો કપૂરનો ઉપયોગ, ધન-ધાન્ય થશે પરિપૂર્ણ

Published: 28th July, 2020 17:56 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

આજે જાણીએ ઘરે કપૂર બાળવાથી કેવી રીતે સંપત્તિવાન બની શકાય છે.

કપૂર
કપૂર

આપણે બધાં પોતાના ઘરમાં સવારે-સાંજે ભગવાનની આરતી કરીએ છીએ. આમાં આપણે ઘણી વસ્તુઓનો ઉપયોગ પણ કરતાં હોઇએ છીએ જેમાં કપૂર(Camphor) પણ મહત્વનું માનવામાં આવે છે. પૂજા સમયે કપૂર બાળવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવે છે. જ્યોતિષ પ્રમાણે, ઘરમાં કપૂર બાળવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. આજે જાણીએ ઘરે કપૂર બાળવાથી કેવી રીતે સંપત્તિવાન બની શકાય છે.

જ્યોતિષાચાર્ય દયાનંદ શાસ્ત્રીજી પ્રમાણે, કેટલાય લોકો આ વાતની ફરિયાદ કરતાં હોય છે કે તેમને દેવદોષ અને પિતૃદોષ છે. એવામાં તમે ઘરે સવારે, સાંજે અને રાત્રે ઘીમાં ડૂબોડેલું કપૂર જગાવો અને શૌચાલય તેમજ બાથરૂમમાં કપૂરની 2-2 ગાંઠ રાખી દો, તો દેવદોષ અને પિતૃદોષનું શમન થાય છે.

રાહૂ, કેતુ અને શનિને કારણે જ આકસ્મિક ઘટના કે દુર્ઘટના બને છે. એટલું જ નહીં, આપણી તંદ્રા અને ક્રોધ પણ ઘણીવાર દુર્ઘટનાનું કારણ બને છે. એવામાં જો તમે રાતે સૂતા પહેલા કપૂર બાળશો તો એ પણ તમારી માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. આ સિવાય તમે રાતે હનુમાન ચાલીસાનું પાઠ કર્યા પછી પણ કપૂર બાળી શકો છો, આમ કરવાથી પણ આકસ્મિક ઘટનાની મુશ્કેલીમાંથી આરામ મળે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, અનેક પ્રયત્નો છતાં તમારું કોઇપણ કામ નથી થઈ રહ્યું તો તમે ચાંદીના વાસણમાં સતત લવિંગ અને કપૂર બાળશો તો તમારા અટકેલા કામ પૂરા થઈ જશે. સાથે જ ધનની અછત નહીં રહે. કેટલીક વાર વાસ્તુદોષને કારણે ઘરમાં શાંતિ નથી રહેતી. તો, કામમાં નુકસાન થતું રહે છે, એવામાં જો તમે વાસ્તુદોષ હટાવવા માટે કે પછી નકારાત્મક ઉર્જામાંથી મુક્તિ મેળવવા માગો છો તો તમે પોતાના ઘર કે દુકાનમાં કપૂરની ગોળીઓ રાખી શકો છો. આથી તમારા ઘરમાં ધનલાભ પણ થશે.

ઘરમાં સકારાત્મક ઉર્જા માટે દરરોજ સવાર-સાંજ ઘીમાં ડૂબાડેલું કપૂર બાળવું. જો તમે આમ કરશો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નહીં રહે. તો, ભાગ્ય ચળકાવવા માટે તમે 12 સાબૂદાણાને કપૂર સાથે રાખીને બાળો. જો આમ તમે ગુરુવારે કરશો તો વધારે શુભ થશે. ધનની ઉણપને ઘટાડવા માટે રાતે રસોઇ કરી લીધા બાદ ચાંદીની વાટકીમાં લવિંગ અને કપૂર બાળવા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK