Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જાણો મસાલેદાર થેપલા બનાવવાની રીત

જાણો મસાલેદાર થેપલા બનાવવાની રીત

06 March, 2019 02:47 PM IST |

જાણો મસાલેદાર થેપલા બનાવવાની રીત

મેથીના થેપલા

મેથીના થેપલા


થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના મગજમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી, પાલક વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. તો જાણો થેપલા બનાવવાની રીત

સામગ્રીઃ
થેપલા બનાવવા માટે
1 વાટકો મેથીની ભાજી
2 કપ ઘઉંનો લોટ
1 મોટી ચમચી તેલ
2 મોટી ચમચી દહીં
પા ચમચી હળદર
1 ચમચી મરચુ
ચપટી જીરૂ અને 1 ચમચી તલ
સ્વાદાનુસાર નમક
અટામણ માટે ઘઉંનો લોટ
ચોડવવા માટે તેલ અને થોડું ઘીનું મોણ



લોટ બાંધવાની રીતઃ


ઘઉંના લોટ, મેથી, તેલ, દહીંને મિક્સ કરી અને ઘીનું મોણ નાખી તેમાં બધો મસાલો કરીને સહેજ ઢીલો લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય પછી તેના પર તેલ લગાવી બરાબર લોટ મસળો અને લોટને 10 મિનિટ સુધી રહેવા દો. મેથીના જગ્યા પર તમે દૂધી, પાલકના થેપલા પણ બનાવી શકો છો.

વણવાની રીત


લોટના એક સરખા લૂઆ પાડી લો. ત્યાર પછી જ વણવાનું શરૂ કરો. આમ કરવાથી તમારા બધા થેપલાની સાઈઝ એકસરખી રહેશે. આ લૂઆને હળવે હાથે અટામણ લઈને પાતળા વણી લો.

નોનસ્ટિક પર જ શેકવા થેપલાને

નોનસ્ટિક તવાને ગરમ કરીને તેલ મૂકી થેપલાને બંને બાજુથી તે સોનેરી બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી શેકી લો. બંને બાજુ એકસરખા પ્રમાણમાં તેલનો દોરો મૂકી થેપલા શેકવા. આ થેપલા ગરમાગરમ છૂંદા કે ગળ્યા અથાણા સાથે પીરસી શકો અથવા તો પછી ઠંડા પણ ખાઈ શકો.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2019 02:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK