જાણો ચોળા મેથીના ઢોકળાં બનાવવાની રીત

Published: Jan 02, 2020, 16:16 IST | Neepa Thaker | Mumbai

અડદની દાળ અને ચોળાની દાળને ત્રણથી ચાર કલાક પલાળી રાખવી. ત્યાર બાદ એને કરકરી પીસી લેવી. બરાબર ફીણીને એક કલાક રહેવા દેવું.

ચોળા મેથીના ઢોકળાં
ચોળા મેથીના ઢોકળાં

સામગ્રી

☞ અડધો કપ ચોળાની દાળ

☞ અડધો કપ અડદની દાળ

☞ એક કપ મેથીની ભાજી

☞ એક મોટી ચમચી આદું-મરચાંની પેસ્ટ

☞ એક મોટી ચમચી તેલ

☞ અડધી ચમચી સોડા બાય કાર્બ

☞ ચપટીક હિંગ

☞ સ્વાદાનુસાર નમક

☞ જરૂરિયાત પ્રમાણે પાણી

બનાવવાની રીત

અડદની દાળ અને ચોળાની દાળને ત્રણથી ચાર કલાક પલાળી રાખવી. ત્યાર બાદ એને કરકરી પીસી લેવી. બરાબર ફીણીને એક કલાક રહેવા દેવું.

હવે થાળીને સહેજ તેલથી ગ્રીસ કરીને સ્ટીમ કરવા તૈયાર કરો. ખીરામાં મેથી, હિંગ, નમક, તેલ ઉમેરીને બરાબર મિક્સ કરો. છેક છેલ્લે સોડા બાય કાર્બ નાખીને થાળીમાં બાફવા મૂકો. થાળીને બદલે દમણી ઢોકળાના મોલ્ડ પણ લઈ શકાય. પંદરથી વીસ મિનિટ બાફી લો. ઢોકળાં તૈયાર થઈ જાય એટલે ઉપર સહેજ તેલ લગાવી લો જેથી એ ડ્રાય ન થાય.

લીલી ચટણી, કાચું તેલ કે લસણની ચટણી સાથે સર્વ કરી શકો.

નોંધ

હેલ્ધી અને પ્રોટીનયુક્ત નાસ્તો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK