નીતા અંબાણી પાસેથી લો રૉયલ લૂક માટે જ્વેલરી ડિઝાઈન્સની ટિપ્સ

Published: Aug 09, 2019, 14:28 IST | મુંબઈ ડેસ્ક

નીતા અંબાણીની જેમ રૉયલ દેખાવા માગો છો તે તેમના આઉટફિટ્સની સાથે સાથે તેમની જ્વેલરીની ડિઝાઇન્સમાંથી પણ કેટલીક ટિપ્સ મેળવી શકો છો.

નીતા અંબાણી (જ્વેલરી ડિઝાઇન્સ)
નીતા અંબાણી (જ્વેલરી ડિઝાઇન્સ)

જો આ વર્ષે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે અને તમારે પણ લગ્નમાં રૉયલ લૂક જોઈએ છે તો આઉટફિટ્સની સાથે સાથે તમારે તમારી જ્વેલરી પર પણ ધ્યાન આપવું પડશે. આમ તો માર્કેટમાં ઘણી ફેશન જ્વેલરી બ્રાન્ડ્સમાં તમને ખૂબ જ સુંદર જ્વેલરી સેટ્સ મળી જશે. પણ, જો તમે ખાસ લગ્ન માટે જ્વેલરી બનાવવા માગો છો કે પછી તમારી બહેન કે વહુ કે દીકરી માટે જ્વેલરી ગિફ્ટ કરવાનું વિચારો છો અને તેમની માટે કોઇક ખાસ ડિઝાઇનની શોધમાં છો કો નીતા અંબાણીની જ્વેલરી ડિઝાઇન્સમાંથી પણ તમે જ્વેલરી ટિપ્સ લઇ શકો છો. હા અહીં દેશના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની જ વાત થઈ રહી છે. નીતા અંબાણીની મોંઘી જ્વેલરી પહેરવાનો શોખ છે. તે દરેક ઇવેન્ટ અને ફંકશનમાં નવા જ્વેલરી સેટ સાથે જોવા મળે છે. તાજેતરમાં તેમના દીકરા અને દીકરીના લગ્નમાં તેમણે જુદાં જુદાં સુંદર આઉટફિટ્સની સાથે સાથે સુંદર ડિઝાઇન્સવાળી અલગ અલગ જ્વેલરી પણ પહેરી હતી. નિઃશંક તમે નીતા અંબાણી જેટલી મોંઘી જ્વેલરી નહીં લઈ શકો પણ તેના જેવી ડિઝાઇન્સમાંથી તમે ટિપ્સ લઈ શકો છો.

કુંદન, ડાયમંડ અને ગ્રીન એમેરલ્ડ

Nita Ambani

તાજેતરમાં જ નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન થયા છે. દીકરાના લગ્નમાં નીતા અંબાણી શ્લોકા મહેતા કરતાં ક્યાંય ઓછા લાગતાં ન હતા. તેમણે ખૂબ જ સુંદર શણગાર કર્યો હતો. નીતા અંબાણીએ દીકરાના લગ્નમાં ગોલ્ડન અને રેડ લહેંગા સાથે કુંદન, ડાયમંડ અને ગ્રીન એમેરલ્ડના કૉમ્બીનેશનવાળી જ્વેલરી પહેરી હતી. નીતા અંબાણીના જ્વેલરી સેટમાં ટીકો, એરિંગ્સ અને 5 લેયરવાળું નેકલેસ હતું. એટલું જ નહીં નીતા અંબાણીએ ગ્રીન એમેરલ્ડ અને ડાયમંડવાળી નથી અને બંગડીઓ પણ પહેરી હતી. આ જ્વેલરીમાં તે ખૂબ જ સુંદર દેખાતા હતા.

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

સ્ટોન પર્લ અને ડાયમંડ જ્વેલરી

Nita Ambani

નીતા અંબાણીએ પોતાની દીકરીના ડાંડિયા નાઇટમાં ખૂબ જ સુંદર લહેંગાની સાથે સુંદર જ્વેલરીની પસંદગી કરી હતી. મોટા કુંદન, ગ્રીન સ્ટોન, મોતી અને ડાયમંડ વર્ક ધરાવતો સેટ પહેર્યો હતો. તેમણે ગળામાં બ્રૉડ લૂકવાળો નેકપીસ કૅરી કર્યો હતો. તો કાનમાં મોટા એરિંગ્સ અને ટીકો પહેર્યો હતો. સાથે હાથમાં સેટ સાથે મેચ થતી કુંદન વર્કવાળા કડા પહેર્યા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK