Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > ગણપતિ ઉપાસનાનું મહત્ત્વ અને મુહૂર્ત

ગણપતિ ઉપાસનાનું મહત્ત્વ અને મુહૂર્ત

31 August, 2019 10:15 AM IST | મુંબઈ

ગણપતિ ઉપાસનાનું મહત્ત્વ અને મુહૂર્ત

 ગણપતિ ઉપાસનાનું મહત્ત્વ અને મુહૂર્ત


રિદ્ધિ-સિદ્ધિના દાતા તેમ જ વાણી, વિદ્યા, વિઘ્નહર્તા, કલા, સાહિત્ય, કૌશલ્ય, સંકટહરનાર એવા ભગવાન ગણેશજીની ચતુર્થી જે આગામી ભાદરવા સુદ ચોથ ને સોમવારે આવે છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર દરેક માંગલિક કાર્યમાં દુંદાળા દેવનું પ્રથમ પૂજન કરાય છે ત્યાર બાદ અન્ય શુભ કાર્યો કરવામાં આવે છે. ગણપતિની ઉપાસના કરનાર જાતક જિંદગીમાં કદાપી દરિદ્ર રહેતો નથી અને સર્વગુણ સંપન્ન બની રહે છે. ગણેશપુરાણ, બ્રહ્મ વેત, શિવપુરાણ આધારિત આવા દિવસે ભગવાન ગણેશનો જન્મ થયેલ હતો. તેમની સ્થાપના કર્યા પછી ઓછામાં ઓછા દોઢ દિવસ રોકવા આવશ્યક છે. ત્યાર બાદ દરેક જાતકની માન્યતા, શ્રદ્ધા મુજબ રાખીને વિસર્જન કરવામાં આવે છે, પરંતુ એકદંતની માટીની મૂર્તિ બજારમાં જ્યારે ખરીદવા જાઓ ત્યારે વેપારી જે કિંમત કહે એની ઉપર સવા રૂપિયો ઉમેરીને મૂર્તિ ખરીદવી. ત્યાર બાદ ઘરે કે ઑફિસે મૂર્તિ લાવવા માટે દુકાનથી પૂર્વ દિશા બાજુ નીકળીને પ્રયાણ કરવું.

જે જાતકોને નોકરી-ધંધામાં તકલીફ હોય તેમણે અવશ્ય ગણેશજીના પર્વ દરમિયાન નિત્ય દુર્વા ચડાવીને ગોળનો પ્રસાદ અર્પણ કરવો. જે બાળકો વિદ્યાઅભ્યાસમાં નબળા હોય કે વિદ્યા ઉન્નતિ સારી કરવી હોય એવા વિદ્યાર્થીગણે અવશ્ય નામાવલી વાંચી પ્રણામ કરવા. જે લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓનાં લગ્ન ન થતાં હોય તેમણે આ પર્વ દરમિયાન ગણેશજીને જનોઈ. દરરોજ નવી-નવી અર્પણ કરવી તેમજ કંકુનો ચાંદલો કરવો. જે જાતકો લાંબા સમયથી અનેકવિધ સમસ્યાથી ઘેરાયેલા છે તેમણે નિત્ય સવાર-સાંજ ગણેશજીની આરતી કરીને પ્રસાદ ખાવો, ખવડાવવો.



૦૨/૦૯/૨૦૧૯ ગણેશચતુર્થીના દિવસે સ્થાપન કરવાનું શુભ મુહૂર્ત અલગ-અલગ પદ્ધતિ મુજબ


સારાં ચોઘડિયાઃ
અમૃત : ૬.૨૮થી ૭.૫૯, શુભ : ૯.૩૭થી ૧૧.૧૧, ચલ : ૨.૫૮થી ૩.૩૨, લાભ : ૩.૩૨થી ૫.૨૬, અમૃત ચોઘડિયું : ૫.૨૬થી ૬.૫૫

અંકશાસ્ત્ર પ્રમાણે શ્રેષ્ઠ મુરત
સવારે ૯.૦૯થી, સવારે ૯.૫૪થી, બપોરે ૩.૩૩થી, બપોરે ૪.૫૯થી, સાંજે ૫.૪૯થી, સાંજે ૬.૩૯થી


અભિજિત મુહૂર્ત ૧૨.૧૭થી ૧૨.૪૪
જ્યોતિષશાસ્ત્રના સ્થિર લગ્ન મુજબ મુરત
સિંહ લગ્ન ઃ ૦૬.૨૯થી ૦૭.૩૧, વૃશ્ચિક લગ્ન ઃ ૧૧.૫૯થી ૦૨.૦૯, કુંભ લગ્ન ઃ ૦૬.૦૭થી ૦૭.૫૯

 

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 10:15 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK