ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ચોરાવાનો છે ડર! તો આ ખબર તમારા માટે છે

Published: 21st November, 2019 14:08 IST | Mumbai

જો તમને પણ તમારું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ખોવાવાનો ડર હોય તો આ ખબર તમારા માટે છે. આના માટે ખાસ પ્રોટેક્શન પ્લાન આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હાલના સમયમાં ડિજિટલ ટ્રાંઝેક્શનનું ચલણ વધી રહ્યું છે. એવામાં વધુમાં વધુ લોકો એકથી વધુ ડેબિટ, ક્રેડિટ કાર્ડ રાખે છે. વર્ષ 2016માં નોટબંધી બાદ લોકો ડિજિટલ ટ્રાંઝેક્શનની તરફ આગળ વધી રહ્યા છે. કોઈ વ્યક્તિ ખરીદી બાદ કાર્ડથી પેમેન્ટ કરે છે અથવા તો કાર્ડથી પેમેન્ટ કરે છે. ડેબિટ અને ક્રેડિટના કારણે ભલે કેશ લઈને નથી જતા. પરંતુ તે ખોવાઈ જશે તો તમે શું કરશો. કિસ્મત ખરાબ હોય અને એવું થયું કે નુકસાન વધુ થઈ શકે છે. જો તમારી પાસે અલગ-અલગ બેંકના કાર્ડ છે તો ફોન કરીને તેને બ્લૉક કરવું પણ કઠિન કામ છે. તેને ટેન્શન ફ્રી રહેવા માટે તમારે કાર્ડ પ્રોટેક્શન પ્લાન લેવો પડશે. જાણો તેના વિશે....

કેવી રીતે કરી છે કામ, શું છે ખાસિયત
- ડેબિટ-ક્રેડિટ કાર્ડ ખોવાઈ જવા પર તેના સંબંધિત ફ્રૉડને CPP કવર કરે છે.
- જો કાર્ડ ખોવાઈ જાય છે તો એક કૉલ પર તમામ કાર્ડ એકસાથે બ્લૉક કરી દેવામાં આવશે.
- 24 કલાકની હેલ્પલાઈન પણ આપવામાં આવી છે.

CPPના ફાયદા
ખોવાઈ જવા પર ઈમરજન્સી ટ્રાવેલ, હોટેલ અને રોકડાની વ્યવસ્થા થશે. પ્રીમિયમ અને પ્લેટિનમ મેમ્બર અને ક્લાસિક મેમ્બરનું કાર્ડ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો અલગ-અલગ રકમ નક્કી કરવામાં આવી છે. એની સાથે તમને કાર્ડના ખોવાઈ જવા કે ચોરી થવાના 15 દિવસ પહેલાથી ફિશિંગ અને ઑનલાઈટ ફ્રૉડનું કવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ કાર્ડ તમારી ઈમરજન્સી યાત્રાનું ધ્યાન રાખે છે. જો તમે કાર્ડ સુરક્ષા યોજના લીધી છે તો બેંક કે વીમાકર્તા તમારા માટે એક યાત્રા ટિકિટ બુક કરાવશે. રહેવાના ખર્ચ પણ આપવામાં આવે છે. SBI આ યોજના અંતર્ગત 1.6 લાખ સુધીનું હોટેલ અને યાત્રા સહાયતા આપે છે.

આ પણ જુઓઃ ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

આ યોજના અંતર્ગત તમે તમારા પરિવારના સભ્યોને કોઈ વધારાના ચાર્જ વગર જોડી શકો છો. જીવનસાથીને પણ જોડી શકો છો. એસબીઆઈના પ્લેટિનમ કાર્ડ સુરક્ષા યોજનામાં તમે પરિવારના 4 સભ્યોને નૉમિનેટ કરી શકો છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK