જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Published: Jul 26, 2020, 08:02 IST | Ashish Raval and Pradyuman Bhatt | Mumbai

પારિવારિક પ્રશ્નોને તમારે કોમળતાપૂર્વક સાંભળવા પડશે. નિત્ય શાંતિ પાઠ કરીને સપ્તાહની શરૂઆત કરવી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મેષ (અ,લ,ઈ) : આપના કાર્યમાં રૂકાવટ, મુશ્કેલી રહેવાને લીધે દોડધામમાં વધારો થાય. મોસાળ પક્ષે બીમારી, ચિંતાનું આવરણ આવી જાય. પારિવારિક પ્રશ્નોને તમારે કોમળતાપૂર્વક સાંભળવા પડશે. નિત્ય શાંતિ પાઠ કરીને સપ્તાહની શરૂઆત કરવી.
વૃષભ (બ,વ,ઊ) : આપનાં નાણાં સુરક્ષિત રાખવા માટે કેટલાંક નક્કર પગલાં લેશો. તમારા કામની અન્ય વ્યક્તિ દ્વારા વધારે પ્રશંસા થાય. ધંધામાં આવક આકસ્મિક વધે. સપ્તાહના અંતે થાક, કંટાળો વધુ અનુભવાય.
મિથુન (ક,છ,ઘ) : કોર્ટ-કચેરીના કામમાં વધુ વિલંબ જણાય. અતિશય આવેશ-ઉશ્કેરાટમાં આવવું નહીં. નજીવા કાર્યભારમાં વધારો થવાને કારણે આપની દોડધામ-શ્રમમાં વધારો થાય. નિત્ય તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો.
કર્ક (હ,ડ) : નોકરિયાતને બઢતી-બદલીના પ્રબળ યોગ. વાહન ચલાવવામાં કાળજી રાખવી. મહત્ત્વના નિર્ણય મુલતવી રાખવા. શ્રાવણ માસ હોવાથી શિવજીની ઉપાસના-આરાધના નિત્ય કરવી.
સિંહ (મ,ટ) : આપની વાક્પટુતા હોવાને કારણે તમે અન્ય વ્યક્તિને પ્રભાવિત કરી દેશો. જમીન, મકાન-વાહનના કામ અંગે બહાર જવાનું બને. નોકરી કે ધંધામાં સ્પર્ધાત્મક વાતાવરણ રહે. ઉતાવળમાં આવીને કોઈ નિર્ણય લેવો નહીં. પિતૃ દેવનો નિત્ય દીવો કરી સપ્તાહની શરૂઆત કરવી.
કન્યા (પ,ઢ,ણ) : તમારા વિચારોમાં અસ્થિરતાનો અભાવ રહેવાને કારણે અન્ય કેટલીક બાબતો વધુ ગૂંચવાડામાં મુકાતાં મૂંઝવણ અનુભવશો. સ્ત્રી જાતકોએ વાણી દ્વારા વધુ સંયમ જાળવવો. વેપાર-વ્યવસાય દ્વારા અપેક્ષિત આવક ન થાય. નિત્ય પંખીઓને ચણ અવશ્ય નાખશો.
તુલા (ર,ત) : વાણીની મીઠાશ સીઝનલ ધંધામાં વધુ મદદરૂપ બને. આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકના વધુ સહકાર મળી રહેલા આનંદ, ઉત્સાહ વધે. મોટા પુત્ર સંતાનથી વધુ શુભ સમાચાર મળી શકે. નિત્ય ગાયને ગોળ અને રોટલી અવશ્ય ખવડાવશો.
વૃશ્ચિક (ન,ય) : કાયદાકીય પ્રશ્નો હલ થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે. જમીન-મકાન-મિલકતના પ્રશ્નોમાં ઉકેલ આવી શકે. કુળદેવીની ઉપાસના કરવાથી શુભ સમાચાર
મળી શકે.
ધન (ભ,ધ,ફ,ઢ) : શૅર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. આરોગ્ય એકંદરે સુધારા પર જોવા મળે. આવક-જાવક લગભગ એકસરખા જોવા મળે. રોજગારીની તકમાં પણ વધારો. હનુમાન ચાલીસા નિત્ય પાઠ કરવાથી માનસિક શાંતિ જણાશે.
મકર (ખ,જ) : નોકરીમાં પદોન્નતિ શક્ય બને. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં હાનિ થાય. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીનો સાથ-સહકાર સારો મળે. શનિદેવની નિત્ય દીપ પ્રગટાવી દર્શન કરીને મનોમન પ્રાર્થના કરવી.
કુંભ (ગ,સ,શ) : કાર્યક્ષેત્રમાં જવાબદારી વધવાથી માનસિક ચિંતાઓ વધે. સાવધાન નહીં, આર્થિક વ્યવહાર કરવો. સામાજિક કાર્યમાં સાનુકૂળતા જણાય. પારિવારિક શાંતિ જળવાઈ રહે. નિત્ય ભિક્ષુકને યથાશક્તિ મદદ અવશ્ય કરવી.
મીન (દ,ચ,ઝ,થ) : અતિભાવુકતાથી સાવધ રહેવું. વડીલોના આશીર્વાદથી સપ્તાહનો પ્રારંભ કરવો. નકામી વાતોમાં સમય વધારે પસાર ન કરવો હિતાવહ. નાની ઈજાઓથી સાવધાન રહેવું. ગુરુવારે ચણાની દાળ અવશ્ય ખાઈને ભોજન કરવું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK