જાણો તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Published: Jul 19, 2020, 07:28 IST | Ashish Raval and Pradyuman Bhatt | Mumbai Desk

માનસિક ચિંતા, ઉચાટ રાત્રે વધુ જણાય. ઈષ્ટદેવનું સ્મરણ કરીને કાર્ય આરંભ કરવા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મેષ (અ,લ,ઈ) : આગામી સપ્તાહ વ્યસ્ત રહીને પસાર થઈ જશે. હરીફ વર્ગનો વધુ સામનો કરવો પડે. કોઈ પણ કાર્યમાં વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. માનસિક ચિંતા, ઉચાટ રાત્રે વધુ જણાય. ઈષ્ટદેવનું સ્મરણ કરીને કાર્ય આરંભ કરવા.
વૃષભ (બ,વ,ઉ) : ભય, માનસિક ચિંતાને કારણે વધુ સમય કોર્ટ-કચેરીના કામમાં ધક્કાઓ વધે. અન્ય ખર્ચમાં વધારો થાય. દરરોજ કુળદેવી ઉપાસના સાથોસાથ મહાલક્ષ્મીના પાઠ અવશ્ય કરવા. જેનાથી સપ્તાહમાં વધુ યાદગાર પ્રસંગ બની શકે.
મિથુન (ક,છ,ઘ) : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. અન્ય કોઈના ભરોસે રહીને કાર્ય પૂર્ણ કરવાની અપેક્ષા રાખવી નહીં. આપના કાર્યની કદર, પ્રશંસા વધુ થાય. વીમા કંપનીના શૅરના કામકાજમાં સાનુકૂળતા જણાય. પીપળાની પ્રદક્ષિણા નિત્ય એકી અંકમાં કરવી.
કર્ક (ડ,હ) : અમુક ધાર્યા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધી જાય. મોટા મહાનુભાવો સાથે મિલન-મુલાકાત આકસ્મિક રીતે થવાથી યાદગાર બની રહે. નોકરીના કામકાજમાં વધુ સાવધાની રાખવી રહી. સાસરી પક્ષની ચિંતા વધુ સતાવે. જમણા હાથે સફેદ દોરી ચંદ્ર ગ્રહના મંત્ર જાપ કરીને પહેરવી, તેનાથી વધારે ધનલાભ થઈ શકે.
સિંહ (મ,ટ): વિજાતીય પાત્રો સાથે આવેગપૂર્ણ લાગણીઓનો ટકરાવ થાય. તમારી મૌખિક સૂઝ અને રચનાત્મકતાનો ઉપયોગ કરી તમે સમાજસેવા અને દાન જેવાં કાર્યો કરશો. લાંબા ગાળાના નિર્ણયો, રોકાણો, ભૂમિ અંગેની ખરીદીમાં ઉતાવળમાં નિર્ણય લેવો નહીં. નિત્ય સફેદ કલરના વસ્ત્રો પરિધાન કરવા અને સત્ય વચન બોલવું.
કન્યા (પ,ઠ,ણ) : આગામી સપ્તાહમાં કોઈ પણ કાર્યક્ષેત્રમાં વિજેતા બનશો. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક બની રહે. તમને તાણનો વધુ અનુભવ થઈ શકશે. બેદરકારી રાખીને પ્રવાસ ન કરવો તેની કાળજી રાખશો. નિત્ય શિવમંદિરમાં દર્શન કરીને કાર્ય આરંભ કરવા.
તુલા (ર,ત) : તમારાં સપનાં અને આશાઓ વાસ્તવમાં ફેરવાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે. તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી જશો. ધર્મ-આધ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જણાય. કંજૂસી સ્વભાવ છોડીને દેવમંદિરમાં યથાશક્તિ દાન અવશ્ય આપવું.
વૃશ્ચિક (ન,ય): વૈશ્વિક સ્તરના સંગઠન સુધી પહોંચી જશો. અભ્યાસ, સંશોધન, મહાનિબંધ, મીડિયા અને ખાસ કરીને ટેલિવિઝન તમારા રસનો વિષય બની રહેશે. ભવિષ્યમાં થનારા લાભને ધ્યાનમાં રાખીને આયોજન કરજો. હીજડાને ભેટ, સોગાદ આપવાથી આપનાં અટકેલાં કાર્યો પૂર્ણ થશે.
ધન (ભ,ધ,ફ,ઢ) : આગામી સપ્તાહમાં પ્રવાસ, જોડાણો, મીટિંગ અને સહકાર બધાનું આયોજન થઈ શકશે. વીક એન્ડમાં વિદેશથી આવેલા મહાનુભાવની મુલાકાત સંભવ. પરિવારમાં શુભ સંકેત બની રહેશે. ગુરુવારે બ્રાહ્મણને પીળી વસ્તુઓનું દાન અવશ્ય આપવું. જેનાથી સામાજિક વ્યવહારમાં વધુ જશ મળી શકે.
મકર (ખ,જ): આગામી સપ્તાહમાં સામાજિક, પર્યાવરણ, પછાત વર્ગના અત્યાચાર, વડીલો, બાળકો બધાં પ્રત્યે તમારી ભાવના કોમળ બનશે. રાત્રે સ્વપ્નમાં સાતમા આસમાને ઊડતા હશો તેવો તમને અહેસાસ થશે. તમારી મક્કમતા અને વિશ્વાસને લીધે તમને પુરસ્કાર મળી શકે, પરિવારમાં એકતા અને મધુર સંબંધો જળવાઈ રહેશે. શનિવારે ભિક્ષુકને ખીચડી અર્પણ કરવી, તેનાથી શનિની સાડાસાતીમાં રાહત અનુભવાશે.
કુંભ (ગ,સ,શ) : તમે જેમાં રોકાણ કરો એમાં સંશોધન, શોધખોળ, અધ્યયન કરીને કરજો. તમે ઈર્ષા કે છેતરપિંડી કે શત્રુતાનો શિકાર થઈ શકશો. સપ્તાહના અંતે સત્યનો આપના જીવનમાં અનુભવ કરાવશે. નિત્ય ગુપ્તદાન ચાલુ રાખજો.
મીન (દ,ચ,ઝ,થ) : નવી-નવી યોજનાઓ બનાવશો. કાર્યક્ષેત્રે વર્ષમાં સામાન્ય બોજ જણાય. ખોવાયેલી વસ્તુ પાછી મળી શકે. નવા કાર્યક્ષેત્રમાં ધંધાકીય કામકાજમાં ઉચ્ચ અધિકારી આપના પર મહેરબાન રહેશે. આપની શંકાનું સમાધાન આવી જાય. નિત્ય દાન સાથે જપ, તપ અવશ્ય કરવું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK