જાણો તમારું સાપ્તાહિતક રાશિ ભવિષ્ય

Published: Jul 12, 2020, 07:58 IST | Ashish Raval and Pradyuman Bhatt | Mumbai

સગાંસંબંધીના કામ અંગે બહારગામ જવાનું થાય. મંદિરમાં દરરોજ માતાજીને ગળી વસ્તુ અર્પણ કરી દિનારંભ કરો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મેષ (અ,લ,ઈ): અગત્યનાં કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં આપને અનુકૂળતા મળી રહે. રાજકીય-સરકારી કામમાં ઉતાવળ ન કરવી. પારિવારિક વાદ-વિવાદથી સંભાળવું. કાર્યક્ષેત્રમાં પદોન્નતિની શક્યતા. દરરોજ અગ્નિદેવતાને જમાડવા.
વૃષભ (બ,વ,ઉ): આપને વિચારોની દ્વિધા રહે. મહત્ત્વના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા, પ્રગતિ જણાય. સંતાનનો સાથ-સહકાર સારો મળે. સગાંસંબંધીના કામ અંગે બહારગામ જવાનું થાય. મંદિરમાં દરરોજ માતાજીને ગળી વસ્તુ અર્પણ કરી દિનારંભ કરો.
મિથુન (ક,છ,ઘ): આપની બુદ્ધિ અનુભવ અને આપની મહેનતના આધારે કામનો ઉકેલ લાવી પ્રગતિ કરી શકો. અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. વાણી-વર્તનમાં મર્યાદા જાળવવી. નિત્ય પશુ-પંખીને ચણ અવશ્ય નાખવું.
કર્ક (ડ,હ): અંગત સંબંધોમાં મધુરતા જળવાઈ ન રહે. આર્થિક ક્ષેત્રમાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. નવા તર્કમાં નિષ્ફળતા સાંપડે. મનના મનોરથ પૂરા ન થાય. નિત્ય મહાદેવજીનાં દર્શન ઉત્તમ.
સિંહ (મ,ટ): સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સાથ સહકાર સારો મળી રહે. આપના કામની પ્રશંસા અન્ય વ્યક્તિ કરવાથી આનંદ ઉત્સાહમાં વધારો થાય. નકામી બાબતોમાં સમય વધારે પસાર ન કરવો. નિત્ય સફેદ પુષ્પ નાખીને સૂર્યદેવતાને જળ ચડાવવું.
કન્યા (પ,ઠ,ણ) : કાર્યક્ષેત્રમાં સાવધાની અવશ્ય રાખવી. કાર્યક્ષેત્રમાં હરીફ સાથેનો વાદ-વિવાદ ટાળવો. પારિવારિક ઝઘડા તમારા બુદ્ધિચાતુર્યથી ઉકેલવાનો પ્રયત્ન અવશ્ય કરવો. પોતાની નિત્ય ઉપાસના ચાલુ જ રાખવી.
તુલા (ર,ત): અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે. વિરોધી સામે પ્રગતિ થાય. કોઈની વાતોથી વધારે પ્રભાવિત ન થવું. મોટા પ્રવાસમાં સામાન્ય વિઘ્નનો સામનો કરવો પડે. સ્વાસ્થ્ય અંગે વધુ સાચવવું. નિત્ય શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી કામની શરૂઆત કરવી.
વૃશ્ચિક (ન,ય): યોગ્ય આયોજન અને સાહસથી આગવી સફળતાનો સ્વાદ ચાખી શકશો. સામાજિક અને પારિવારિક કાર્યો પૂર્ણ થાય. આગામી સપ્તાહમાં સત્કાર્યો પૂર્ણ થાય. બિનજરૂરી દલીલબાજી ટાળવી. નિત્ય ગાયત્રી મંત્રની એક માળા અવશ્ય કરવી.
ધન (ભ,ધ,ફ,ઢ): મિત્રવર્ગ-સગાંસંબંધીનો સાથ-સહકાર સારો મળી રહે. ધીરે-ધીરે આપના કામમાં સાનુકૂળતા વધતી જણાય. વાહન ચલાવતી વખતે વિચારોમાં ન રહેવું. નિત્ય એક મૂઠી ચણાની દાળ ગાયને ખવડાવવી.
મકર (ખ,જ): આપના દૈનિક કાર્યમાં દોડધામ વધે. સાસરી પક્ષે, મોસાળ પક્ષે બીમારી, ચિંતાનું આવરણ આવી જાય. સામાજિક-વ્યવહારિક કામકાજમાં અકારણ ખર્ચોઓ વધે. શિવજીના તથા હનુમાનજીનાં દર્શન કરીને કામની શરૂઆત કરવી.
કુંભ (ગ,સ,શ) : આગામી સપ્તાહ માનસિક પરિતાપ રહેવા છતાં સારી રીતે સંપન્ન થાય. કોર્ટ-કચેરીના કામકાજમાં સમાધાનને અવકાશ. જૂની ઉઘરાણીની રકમ થોડી-થોડી મળે. નિત્ય ‘ઓમ નમઃ શિવાય નમ:’ મંત્રની એક માળા કરવાથી માનસિક રાહત જણાશે.
મીન (દ,ચ,ઝ,થ): આપનું ધાર્યા મુજબ કામ ન કરવાને કારણે મન ઊઉચાટમાં રહ્યા કરે. નોકરિયાત વર્ગને સારી સફળતા, પદોન્નતિ માટે પ્રાપ્ત થાય. અકારણ સામાજિક જવાબદારીઓ વધે. નિત્ય ગુરુવંદના ચાલુ રાખવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK