Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

07 June, 2020 08:46 AM IST | Mumbai Desk
Ashish Rawal and Pradyuman Bhatt

જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેષ (અ,લ,ઈ) : આગામી સપ્તાહ સર્વ પ્રકારે સિદ્ધિ રૂપ બની રહે. નોકરી-ધંધામાં મળેલી નવી તક ન છોડવી. સ્વભાવમાં ઉગ્રતા ન લાગવી. ગુપ્તદાન દ્વારા કરેલાં દાન-પુણ્ય વધારે ફળશે. આગામી સપ્તાહમાં શક્ય હોય એટલું મૌન રહેવામાં જ ફાયદો છે.
વૃષભ (બ,વ,ઊ) : કાર્યક્ષેત્રમાં સહકર્મીનાં સૂચનો મહત્ત્વપૂર્ણ બની રહે. પ્લાનિંગથી કરેલાં કાર્ય આગળ લગભગ પૂર્ણ થઈ જાય. કળા-સાહિત્ય-સંગીત સાથે સંકળાયેલાઓને લાભ જણાય. ગાયત્રી ચાલીસા પઠન સવાર-સાંજ કરવાથી નિત્ય આત્મવિશ્વાસમાં વધારો થશે.
મિથુન (ક,છ,ઘ) : પોતાની બેદરકારીને કારણે નાની-નાની ઈજા થાય. પારિવારિકમાં આપેલ સમય વધુ યાદગાર બને. ધીમે-ધીમે કાર્યક્ષેત્રે પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય. દિવસે ઊંઘ વધારે આવે. શિવજીને દરરોજ જળાભિષેક અવશ્ય કરવો.
કર્ક (હ,ડ) : રોજિંદા કાર્યોથી કંઈક અલગ-અલગ કરવાનું મન થાય. વહેલી સવારે થાક લાગ્યાનો અહેસાસ થાય. ઉઘરાણી અને કરજની ચિંતાઓ સતત વધતી રહે. લગ્નજીવન ઉત્તમ બની રહે. માતાને વધુ આદરભાવ આપવાથી તમામ બાકી કામો ઉકેલાય.
સિંહ (મ,ટ) : નવા નોકરી-ધંધામાં મન ન લાગે. માનસિક ચિંતા દેવાના ભારણને લીધે વધે. બગડેલા લગ્નજીવનમાં સંબંધો સુધરે. નવા આર્થિક સ્રોત્રનું નિર્માણ થતું જણાય ,પરંતુ તાત્કાલિક લાભ ન થાય. સૂર્યનમસ્કાર ચાલુ રાખવા.
કન્યા (પ,ઢ,ણ) : કાર્યક્ષેત્રમાં મહત્ત્વનાં કાર્યો થઈ શકે છે. આગામી સપ્તાહ આનંદમય રીતે જ પસાર થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મહત્ત્વનાં કાર્યો થઈ શકે છે. વેપાર-વ્યવસાયમાં અપેક્ષા કરતાં વધુ સારી પ્રગતિ બની રહે. જૂઠું બોલવાની આદત છોડવી. નિત્ય બુધના યંત્રનાં દર્શન કરી કાર્યરંભ કરવો.
તુલા (ર,ત) : આગામી સપ્તાહમાં નવા આયોજન ફળે. સામાજિક સંબંધોમાં ઊંધા પાટા ન બંધાય એનું ખાસ ધ્યાન રાખજો. કાર્યક્ષેત્રના પ્રશ્નોનું મધુર ફળ આવે. દરેક વ્યવહારમાં નમ્રતા રાખવી જ હિતાવહ. સંધ્યા સમયે માતાજીની આરતી અવશ્ય ગાવી.
વૃશ્ચિક (ન,ય) : નવા કાર્યક્ષેત્રમાં પદોન્નતિની શક્યતા. નવા કાયદાકીય બાબતોમાં ફસામણ આવે. વિલંબ બાદ ધાર્યું કામ પાર પડતું જણાય. આગામી સપ્તાહમાં ફક્ત અને ફક્ત કુળદેવીની ઉપાસના ફળશે.
ધન (ભ,ધ,ફ,ઢ) : ચિંતાનાં વાદળો વધતાં જણાય. કાર્યક્ષેત્રમાં નવો વળાંક આવે. મનોવાંછિત પરિણામની પ્રાપ્તિ થાય. આરોગ્ય બાબતે સભાન રહેવું. નિત્ય સવારે શુદ્ધ ઘીનો દીવો અવશ્ય કરવો.
મકર (ખ,જ) : તમે શારીરિક-માનસિક રીતે સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરો. તમારો પરિવાર વાદ-વિવાદમાં ફસાઈ જાય. દૂરંદેશીનો વિચાર કરીને કામકાજ કરવું. નિત્ય ગાયને ઘાસ ખવડાવવું.
કુંભ (ગ,સ,શ) : તમારા પોતાના નજીકના સ્વજન વિશ્વાસઘાત કરે. પોતાના ગજાબહારનું આયોજન ન કરવું. જીવનમાં તમામ ક્ષેત્રે નિરસતા વધતી જાય. શનિ દેવના મંત્રની દરરોજ ૧ માળા કરવી.
મીન (દ,ચ,ઝ,થ) : આગામી સપ્તાહના મધ્યમાં બૌદ્ધિક પડકારોનો સામનો કરવો પડે. રાતના સમયમાં આપણા સ્વજનોને મળી શકશે. નાણાંનો પ્રવાહ ધંધામાં અવિરત ચાલુ રહે. પોતાના આરાધ્ય દેવ પર વધુ શ્રદ્ધા રાખીને નિત્ય ભક્તિ કરવી.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2020 08:46 AM IST | Mumbai Desk | Ashish Rawal and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK