જાણો કેવું રહેશે આપનું આવતું અઠવાડિયું...

Published: Feb 09, 2020, 08:27 IST | Ashish Rawal and Pradyuman Bhatt | Mumbai

સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય: જાણો આપનું આગામી અઠવાડિયું કેવું રહેશે, નિષ્ણાંતો પાસેથી...

સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય
સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય

મેષ (અ,લ,ઈ): વિદેશથી શુભ સમાચાર-આર્થિક લાભ બાબતે મળે. જમીન, મકાન-વાહનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે. માંગલિક કાર્યોમાં વારંવાર જવાનો અવસર આવે. મોટા ભાઈ -બહેનનાં સલાહ-સૂચન અવશ્ય લેવાં જે લાભદાયી નીવડે.

વૃષભ (બ,વ,ઉ): નોકરી-ધંધાના તેમ જ  અંગત કામકાજ માટે વ્યસ્તતા રહે. સામાજિક સંબંધો સાચવવા માટે ચિંતા રહે. યાત્રા પ્રવાસનું આયોજન કરી મુશ્કેલીમાં આવી જવાય. પાણીજન્ય રોગોથી વિશેષ સાવધ રહેવું.

મિથુન (ક,છ,ઘ): સીઝનલ ધંધામાં સારી સફળતા પ્રાપ્ત થાય. દરેક કામકાજ માટે માન-સન્માન મળે. વધુ પડતા કામની વ્યસ્તતાથી દોડધામ, શ્રમ-થાક અનુભવાય. વજન વધુપડતું ન ઘટે તે અંગે તકેદારી રાખજો.

કર્ક (ડ,હ): મહત્વનાં કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આગામી સપ્તાહ મનોરંજનથી ભરપૂર પસાર થાય. પ્રતિસ્પર્ધીઓ દ્વારા વધુ મુશ્કેલીઓ આવે. આકસ્મિક ઊંઘ ઓછી આવે માટે સાવધાની રાખજો.

સિંહ (મ,ટ): આગામી સપ્તાહમાં હૃદય-મનની પ્રસન્નતા સારી અનુભવાશે. નોકરી-ધંધાના કામકાજમાં લાભદાયી સમય. સગાં-સંબંધી, મિત્રવર્ગની ઘરે માંગલિક કાર્યોનો શુભ પ્રસંગ આવે. વાહન અકસ્માત થવાની શક્યતા પ્રબળ રહેલી છે માટે સંભાળીને વાહન ચલાવજો.

કન્યા (પ,ઠ,ણ) : આગામી સપ્તાહમાં મહત્વની તક સરી જતી હોય તેવું લાગે. વડીલોથી મહત્વની તકો પ્રાપ્ત થાય. દૂર રહેતા સ્વજનો સાથે સંબંધો બગડે. તુલસીના ક્યારે નિત્ય દીપ પ્રગટાવી મનોમન પ્રાર્થના કરવી.

તુલા (ર,ત): સામાજિક કાર્યો કરવા માટે દૂર-દૂરથી સારા સમાચાર પ્રાપ્ત થાય. આવકમાં પહેલાં કરતાં સુધારો જણાય. સાળી સાથે પ્રેમસંબંધો થાય. કુળદેવીને નૈવેધ ધરાવવો.

વૃશ્ચિક (ન,ય): રાજકીય મહાનુભાવો દ્વારા વિશેષ મદદ મળે. વતનથી ધાર્યો લાભ પ્રાપ્ત થાય. મોસાળ પક્ષથી શુભ સમાચાર. દૂર-દૂરના મિત્રોથી નુકસાની આવે, સાવધ રહેજો.

ધન (ભ,ધ,ફ,ઢ): આર્થિક પાસું વધુ નબળું પડે. દૂર રહેતા સ્વજનોની અચાનક મુલાકાતનો અવસર થાય. સામાજિક પ્રતિષ્ઠા વધે. નવાં રોકાણો કરવામાં ખૂબ જ સાવધાની રાખજો.

મકર (ખ,જ): નવી-નવી યોજનાઓ સંભવ બને. આગામી સપ્તાહ ધીરજતાથી પસાર કરવાનો અવસર આવે. માનસિક ચિંતા હળવી થતી જણાય. આપનું મૌન જ આપની અડચણોની સમસ્યા બની રહેશે.

કુંભ (ગ,સ,શ) : કરજ તથા વ્યાજની ચિંતા દૂર થતી જણાય. અટકેલાં કાર્યોમાં થોડો વેગ મળે. જીવનમાં વિસરી ગયેલી મીઠાશનો સ્વાદ ફરીથી ચાખવા મળે. ઋતુગત બીમારીથી સાચવવું.

મીન (દ,ચ,ઝ,થ) : નાના-મોટા દરેક કાર્યમાં નાની-નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે. માનસિક ચિંતાનું ભારણ વધે. મિત્રવર્તુળથી ધાર્યો લાભ ન પ્રાપ્ત થાય. ગુરુવારનું એકટાણું કરવું જેનાથી તમામ અટકેલાં કાર્યો પૂર્ણ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK