સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, કોને મળશે સફળતા

Published: Sep 08, 2019, 07:48 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકનું આખું અઠવાડિયુ

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઈ) : નોકરી-ધંધામાં સાનુકૂળ સમય. મોસાળમાં થયેલ ઝઘડાનું સમાધાન થાય. જૂના મિત્રોનું નવું ગ્રુપ બને. વાદ-વિવાદથી દૂર રહેવું. નિત્ય ગણેશજીનાં દર્શન કરવા.

વૃષભ (બ,વ,ઉ) : નવી- નવી તકોનું સર્જન થાય. આ સપ્તાહમાં ટૂંકો પ્રવાસ થાય. નાણાં પ્રબંધન, પ્રશાસન, બૅન્કિંગ જેવા વિષયોમાં રુચિ વધે. સંબંધોમાં સ્વાર્થવૃત્તિ છોડવી. કુળદેવીનાં દર્શન લાભદાયી નીવડે.

મિથુન (ક,છ,ઘ) : નાણાકીય બાબતોમાં સંભાળવું. રિસાયેલા મિત્રો વાપસ આવે. કોર્ટ-કચેરીના પ્રસંગોમાં વધુ ઘટના લાંબી બને. રાત્રે મોડે સુધી જાગવું નહીં.શિવજીના દર્શન અતિ ઉત્તમ.

કર્ક (ડ,હ) : પ્રતિકૂળતા જેવી પરિસ્થિતિને કારણે નોકરીમાં તકલીફો વધે. કાયદાકીય બાબતોના ગૂંચવાડા વધે. વિદેશી આવક ટુકડે-ટુકડે થાય. ‘ઓમ રીમ ચંદ્ર નમઃ’ મંત્ર જાપ કરવો તેમ જ રાત્રે એક ચમચી ઘી ખાઈને નિત્ય સૂવું.

સિંહ (મ,ટ) : હરીફો મિત્રો થાય માટે અવશ્ય તકેદારી રાખવી. તમારા હાથ નીચેના માણસો દ્વારા પૂર્ણ મદદ મળે. પ્રેમ, મૈત્રી, સમાન પાત્રો વચ્ચે શોભે તેવું વર્તન કરવું. ઘર કે ઑફિસમાં સિંહની મુખાકૃતિ-ચિત્ર અવશ્ય રાખવું. બચત વધારવી.

કન્યા (પ,ઠ,ણ) : ધંધા સાથે નવો ધંધો વિકસે. વધુ પડતા ઓડકાર આવવાથી તબિયત બગડે. લગ્નજીવન વધારે સુખમય બને. નવાં વાહનનો યોગ બને. ખિસ્સામાં બે અલગ-અલગ પેન રાખવી. કુળદેવી તેમ જ ગાયત્રી ઉપાસના વધારવી જે ખૂબ જ ફળશે.

તુલા (ર,ત) : મહત્વનાં કામો બાકી રહેવાથી ચિંતા વધ્યા કરે. આર્થિક રીતે શુભ સમય. સસુરાલ પક્ષમાં માંગલિક કાર્ય આવે. નજીકના સ્વજનની તબિયત બગડે. વાણી ઉપર સંયમ રાખવો. ધાર્મિક કાર્યોમાં સહયોગ આપવો.

વૃશ્ચિક (ન,ય): ધંધામાં વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ચશ્માંના નંબરો ચેક કરાવવા. જીવજંતુના ચેપથી આરોગ્ય બગડે. મહત્વની તક મળે જે ખૂબ જ શુભ ફળદાયી નીવડે. વિદેશમાં ટૂંકો પ્રવાસ થાય. પોતાના ધર્મનું પરિવર્તન કરવું નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ): જૂના સંબંધો બગડેલા વધારે બગડે. પૈસા, પાકીટ, મોબાઈલ, ચાવી ખોવાની વધારે શક્યતા. સંતાનના ઘરે સંતાન આવે. વડીલોના અનુભવને આધારે પ્રેરણા મળતી રહે. ચણાની દાળ પોતાના વજન જેટલી ગરીબો ને આપવી કે આશ્રમમાં સપ્રેમ ભેટ આપવી. નિત્ય પોતાનો ઇસ્ટ મંત્ર નિયમિત કરવો.

મકર (ખ,જ): અજાણી વ્યક્તિનું વાહન ન ચલાવવું. મનોવિજ્ઞાન જેવા વિષયમાં વધારે રસ પડે. શંકા-કુશંકાવાળો સ્વભાવ બની રહે, સતત મનમાં કોઈને કોઈ કારણસર વધતી જાય. એકંદરે આરોગ્ય સુધરતું જાય. દર શનિવારે શનિદેવને કાચા સરસવનું તેલ અર્પણ કરવું - ચઢાવવું.

કુંભ (ગ,સ,શ) : કુટુંબ-કબીલામાં જમીનને કારણે વિવાદ ઉત્પન્ન થાય. લાંબા ગાળાના લાભ સર્વ પ્રકારે મળે તેવી સંભાવના વર્તાય. રોકડ વ્યવહાર ટાળવો. અગાઉની બાકી માનતા પરિપૂર્ણ કરવી.

મીન (દ,ચ,ઝ,થ): પથરીને લગતી તકલીફ થાય. માનસિક સ્થિતિ વધારે બગડવાની શક્યતા. ચાલુ નોકરી છોડવાથી લાભ. વ્યાજ, વટાવ, કમિશન, દલાલીની આવક વધે. પાડોશી સાથે સંબંધો બગડે. જૂઠા વાયદા ન આપવા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK