સાપ્તાહિક રાશિભવિષ્ય: કુંભ રાશિને વિદેશની જવાની તક મળશે

Updated: 7th July, 2019 09:15 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ

કોઈ પણ કાર્યનો આરંભ કોઈનાં સલાહ-સૂચન, અનુભવથી કરવો. વિદેશની તક કે ધંધાની સારી તક ઝડપી લેવી.

રાશિભવિષ્ય
રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : અકલ્પનિય ઈશ્વરીય મદદ થાય. સરકારી ક્ષેત્રે આર્થિક ધનલાભ. વિદેશના વ્યવહારો દ્વારા માન-સન્માન સાથે મુસાફરી યોગ પ્રબળ બને. “શ્રી ગણેશાય નમઃ” મંત્રજાપ કરવાથી વિશેષ ઉન્નતિ બની રહે.

વૃષભ (બ,વ,ઊ) : ઘર કે ઑફિસમાં ચોરી થવાની સંભાવના. નજીકના મિત્રો દ્વારા દગો થઈ શકે. લગ્નજીવનમાં કલહ કે ઝઘડાના અશુભ પ્રસંગ. દરરોજ તુલસીના ક્યારે પાણી રેડી દર્શન કરવા.

મિથુન (ક,છ,ઘ) : માનસિક ઉદ્વેગ, અશાંતિ વધુ બની રહે, એના માટે વારંવાર ડૉક્ટરની દવા લેવી પડે. કોઈ પણ કામ કરતાં પહેલાં જાણકાર વ્યક્તિની સલાહસૂચન લઈને કાર્ય કરવું. છેતરપિંડી થવાના અશુભ યોગો. મહાદેવનાં દર્શન ઉત્તમ બની રહેશે.

કર્ક (હ,ડ) : આર્થિક રીતે કંઈક ને કંઈક ખર્ચા રહ્યા કરે. પ્રવાસ કરવાથી બીમારી આવી શકે માટે એ અંગે વિશેષ કાળજી રાખવી. લગ્નજીવનમાં મત-મતાંતર રહે. કૂળદેવીની ઉપાસના અતિઉત્તમ બની રહે.

સિંહ (મ,ટ) : જૂના મિત્રો, પાડોશી કે સહકર્મચારી આપની પાસે વધુ પડતી અપેક્ષા રાખે! વૈદરાજ સાથે વિવાદ થાય. વરસાદી માહોલમાં આકસ્મિક પ્રેમપ્રસંગ બની શકે? ઓમકાર જાપ કરવાથી વધુ ઉન્નતીકારક થાય.

કન્યા (પ,ઢ,ણ) : જીવજંતુ કે કીટાણુઓથી કાળજી રાખવી. નાનકડું ઑપરેશન આવી શકે. વેપારી વર્ગ માટે શુભ સમય. આર્થિક રીતે વધુ સમય સારો બની રહે. વૃક્ષારોપણ વધુ હિતકારી બની રહે.

તુલા (ર,ત) : નોકરિયાત વર્ગને વધારે આર્થિક ધનલાભ. પ્રવાસ પર્યટન સતત થયા કરે. કોર્ટ-કચેરીના કંકાસ વધે. સોનાની વસ્તુ અંગીકાર કરવાથી વધુ ભાગ્ય ઉન્નતિ સાથે ધનલાભ બની રહે.

વૃશ્ચિક (ન,ય) : લાંબા ગાળાના આયોજનમાં લાભ થઈ શકે. એશ્વર્યા મદદ સાથે મહેનતનું ફળ મળે. અકસ્માતના અશુભ યોગ, નિત્ય પૂજા નિયમિત કરવી. એનાથી વધારે શુભ સમય બની રહે.

ધન (ભ,ધ,ફ,ઢ) : આર્થિક નુકસાનની બાબતોમાં ચિંતા કરવી નહીં. નોકરીમાં ગોલ્ડન સમય બની રહે. દરરોજ કૂતરાને બિસ્કિટ ખવડાવવા તેમ જ શનિવારે હનુમાનજીનાં દર્શન કરવા.

મકર (ખ,જ) : શારીરિક, માનસિક, આર્થિક રીતે સતત કાળજી રાખવી. કોઈની સાથે સંબંધો બગાડવા નહીં. નજીકના સ્વજનનું મૃત્યુ કે માંદગી આવે. શનિ દેવની ઉપાસના વધારે ફળદાયી નીવડે.

કુંભ (ગ,સ,શ) : કોઈ પણ કાર્યનો આરંભ કોઈનાં સલાહ-સૂચન, અનુભવથી કરવો. વિદેશની તક કે ધંધાની સારી તક ઝડપી લેવી. નવા તમામ મિત્રોથી માનસિક શાંતિ લાગે. ગરીબોની સેવા કરવી.

મીન (દ,ચ,ઝ,થ) : સ્વભાવ નિર્ણયને કારણે મુશ્કેલી બને. સંતાનથી શુભ સમાચાર. વડીલોથી આજથી ધનલાભ. શૅરબજાર ક્ષેત્રે મધ્યમ સમય બને. દરરોજ શિર પર ચંદનનું તિલક કરવું.

First Published: 7th July, 2019 07:56 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK