સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, કોને મળશે સફળતા

Published: Oct 06, 2019, 08:03 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકનું આખું અઠવાડિયુ

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઈ): સામૂહિક ચર્ચા-વિચારણામાં યશ મળે. ગૃહજીવનમાં સંવાદિતા જણાય. કઠોર પરિશ્રમનું ફળ આકસ્મિક મળે. નિત્ય સૂર્યોદય પહેલાં અવશ્ય ઊઠવું. 

વૃષભ (બ,વ,ઉ): આગામી સપ્તાહમાં બૅન્ક વ્યવહારો માટે વારંવાર બૅન્કમાં જવાનો અવસર આવે. સીઝનલ ધંધો સારો મળે. લાંબા સમયના પ્રશ્નોના નિરાકરણ આવે. નિત્ય તુલસીને જળ ચઢાવી દર્શન કરવા.

મિથુન (ક,છ,ઘ): મિત્ર વર્ગની સમસ્યામાં અપયશ મળે. વિલંબમાં પડેલ કામો આકસ્મિક પૂર્ણ થાય. મહત્ત્વનાં કામોના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. જૂના રોગો પુનઃ ઊથલો મારે. લીલા કલરનો રૂમાલ અવશ્ય રાખવો.

કર્ક (ડ,હ): આગામી સપ્તાહમાં વિદ્યાર્થીગણે સાવધાની રાખવી. વાણી-વર્તનમાં સાવધાની રાખવી. અંગત પ્રશ્નથી સમસ્યા વધે. ચા પીતા હો તો અવશ્ય કાળજી રાખવી.

સિંહ (મ,ટ): આપની મહેનતનો રંગ ચમકાવશે. અણધારી તક પ્રાપ્ત થાય. લાંબા સમયના સામાજિક વિવાદનો અંત આવી શકે. મનગમતી વસ્તુ એક સપ્તાહ માટે ત્યાગવી.

કન્યા (પ,ઠ,ણ) : નોકરી-ધંધામાં યશ, સફળતા મળે. આવક દિન-પ્રતિદિન વધતી જણાય. ધર્મકાર્યોમાં અન્યને કારણે મુશ્કેલીઓ અનુભવાશે. એકાગ્રતા જાળવી રાખવી. વૃક્ષોનું વાવેતર કરવું.

તુલા (ર,ત): માતાજીની ભક્તિ, પૂજાભક્તિ માટે વધુ સમય જાય. આનંદ-ઉત્સાહમાં આખું સપ્તાહ પસાર થાય. સંતાન બાબતે વધુ ખર્ચો થાય. નિત્ય માતાજીનાં દર્શન કરી ઘરની બહાર જવું.

વૃશ્ચિક (ન,ય): રંગ-રસાયણ કે ધાતુના વ્યવસાયમાં જવાની તક મળે. આગામી સમયમાં તન,મન,ધનથી સ્વચ્છતા પ્રગતિ બની રહે. વાણીમાં મીઠાશવાળો વ્યવહાર રાખવો. જૂના સંબંધો સાચવી રાખવા.

ધન (ભ,ધ,ફ,ઢ): આગામી સપ્તાહમાં માનસિક રીતે બંધ યોગ અનુભવાય. સરકારી, રાજકીય ખાતાકીય કાનૂની કામમાં સમય વધારે આપવો પડે. નોકરી-ધંધામાં જે કંઈ કામ કરો તેમાં ચોકસાઈ અવશ્ય રાખવી. ઈષ્ટ મંત્ર જાપ નિત્ય કરવો.

મકર (ખ,જ): ધંધામાં નવાં-નવાં કામો મેળવવા માટે પ્રયત્ન કરતા રહેવું. ઉઘરાણીનાં નાણાં ધીમે-ધીમે છૂટા થાય. ધડિયાળ બગડે, આત્મવિશ્વાસમાં વધારો થાય, તેના માટે માનસિક રીતે સ્વસ્થ રહેવું.

કુંભ (ગ,સ,શ) : કોઈ પણ કાર્ય કરવામાં મર્યાદિત સાહસ કરશો. ઉતાવળે નિર્ણય ન લેવો. મૂડીરોકાણ કરતી વખતે ખૂબ જ વિચાર કરવો. કબજિયાતને લગતી બીમારી સંભવ.

મીન (દ,ચ,ઝ,થ): વધુ વ્યાજનો લોભ ન કરવો. ટૂંકો પ્રવાસ મિશ્ર ફળદાયી નીવડશે. શ્વાસને લગતી બીમારી વધે. નિત્ય ગાયને ખવડાવશો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK