સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો જ્યોતિષ મુજબ કેવું રહેશે આ અઠવાડિયું

Published: May 03, 2020, 07:28 IST | Ashish Rawal and Pradyuman Bhatt | Mumbai

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયુ

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઈ) : કાર્યક્ષેત્રમાં પ્રતિભા બતાવવાની કુદરતી રીતે તક મળશે. લાંબા ગાળાની આર્થિક યોજનાઓ અમલમાં મુકાશે. આપે અન્યને કરેલી સહાય તમારા માટે લાભકારક બની રહેશે. સપ્તાહ દરમ્યાન ગાયત્રી મંત્રના જાપ કરવાથી અનેકવિધ સિદ્ધિઓ હાંસલ થાય.

વૃષભ (બ,વ,ઊ): કાર્યક્ષેત્રમાં ઓચિંતા નવા કરાર થવાથી આર્થિક મોટો લાભ થઈ શકે. લાંબા ગાળાના જૂના સ્વજન, મિત્રોના વિસરાયેલા સંબંધો તાજા થાય. અંગત સામાજિક સંબંધો તથા આરોગ્ય બાબતે માનસિક ચિંતાઓ વધ્યા કરે. સપ્તાહ દરમ્યાન છૂપી રીતે કોઈને યેન કેન પ્રકારેણ મદદ કરવી, તેનાથી તમારી સમસ્યાઓ કંઈક અંશે હલ થશે.

મિથુન (ક,છ,ઘ): નવા માંગલિક કાર્યો અંગે ચર્ચા-વિચારણા હકારાત્મક રીતે સંપન્ન થાય. સટ્ટાકીય બાબતોમાં મોટી નુકસાની આવી શકે. કાર્યક્ષેત્રમાં સાહજિક રીતે નવો વળાંક આવી શકે. ‘ઓમ રીમ્ બુધ-બુધાય નમઃ’ મંત્રની રાત્રે ત્રણ માળા ગણવી, તેનાથી ખૂબ જ સારી રીતે સફળતા પ્રાપ્ત થાય.

કર્ક (ડ, હ): નકારાત્મક લાગણીઓને વૈચારિક ધારામાં ન લાવવી. મનોરંજનના ખર્ચાઓ ઘટી શકે. વિદેશ કાર્યમાં પ્રગતિ જણાય. નાણાકીય સાહસમાં પત્નીની સલાહ અવશ્ય લેવી. રાત્રે સૂતી વખતે પગ ધોઈને કુળદેવીનું સ્મરણ કરીને સૂવું, તેનાથી માનસિક શાંતિ વર્તાશે.

સિંહ (મ,ટ): પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી. પોતાના શત્રુઓને સામાન્ય ન આંકવા. જૂના પ્રિયજન સાથે આકસ્મિક મુલાકાત સંભવ. હૃદયને લગતી તકલીફો વધે માટે નિત્ય ઓમકાર જાપ વહેલી સવારે અવશ્ય કરવા.

કન્યા (પ,ઠ,ણ) : પડતર સમસ્યાઓનો કંઈક અંશે ઉકેલ આવશે. આર્થિક ક્ષેત્રે જૂની બચતો વપરાઈ જાય. નોકરીમાં બદલી-બઢતી સંભવ. દ્વિસ્વભાવ નિર્ણયને કારણે મહત્વની તક સરી જાય. દરરોજ પીપળાને જળ અર્પણ કરીને સાત વખત પ્રદક્ષિણા ફરવી, તેનાથી પડતર પ્રશ્નો કંઈક અંશે હલ થશે.

તુલા (ર,ત): વધુ અભ્યાસ ક્ષેત્રે મહેનતનું ફળ અવશ્ય મળે. મકાન-મિલકતના વાદ-વિવાદ માટે કોર્ટમાં જવાનો પ્રસંગ બને. સર્જનાત્મક વિષયો સાથે સંકળાયેલ વ્યક્તિને વિશેષ લાભ જણાય. આરાધ્યદેવની નિયમિત ઉપાસના, આરાધના કરવાથી સર્વ પ્રકારે શુભ સમાચાર મળી શકે.

વૃશ્ચિક (ન,ય): તમારા પરિવારના સદસ્ય સાથે વારંવાર સંઘર્ષ થાય. મહત્વના નીતિવિષયક નિર્ણયોમાં બુદ્ધિ કરતાં લાગણીઓને વધુ પ્રભાવ બને. તમારા સેવાભાવી સ્વભાવને કારણે વિરોધીઓ પણ તમને આદર આપશે. રવિવાર અને મંગળવારે ચંડીપાઠ અવશ્ય કરવા, તેનાથી મહત્વનાં કામો ઉકેલાઈ જશે.

ધન (ભ,ધ,ફ,ઢ) : ધંધા- રોજગાર અંગેના કામકાજના નક્કર પરિણામ આવે. ભાગીદારો સાથેના મતભેદ વધે. અકારણ હૉસ્પિટલના ખર્ચાઓ આવી પડે. આપના વાણી-વર્તન તથા વ્યવહારને કારણે અન્ય લોકોના મન જીતી શકશો, દાદા-દાદીની તબિયત બગડી શકે. નિત્ય ગુરુમંત્ર જપ કરવો, તેનાથી સમસ્યાઓ હલ થાય.

મકર (ખ,જ) : નોકરી- ધંધામાં એકાગ્રચિત્તે કામ કરવું. નજીકના ભવિષ્યના મોટા ખર્ચાઓ ટાળવા. કબજિયાત અંગેના પ્રશ્નો વધે. વાહનથી યુવાવર્ગે વધુ સાવચેતી રાખવી. ખટપટ અને ગુસ્સાથી સભાન રહેવું. નિત્ય હનુમાનજીના દર્શન કરવા, તેનાથી સર્વ પ્રકારે લાભદાયી બની રહેશે.

કુંભ (ગ,સ,શ) : આગામી સપ્તાહ રાબેતા મુજબ બની રહેશે. વ્યાપાર-વ્યવસાયના કામકાજમાં નવા લાભો મળી શકે. યુવાવર્ગને વ્યસનો વધવાને કારણે દેવું થઈ જાય. નિત્ય પોતાના ઇષ્ટદેવતાનો દીપ પ્રગટાવી મનોમન પ્રાર્થના કરીને દિનારંભ કરવો.

મીન (દ,ચ,ઝ,થ): તમારા સહકર્મચારી સાથે કામની બાબતોમાં થોડી દ્વિધામાં રહો. મિત્રોની દોરવણીમાં આવવું નહીં. સુખ-સુવિધામાં વધારો થાય. આયોજનબદ્ધ કાર્યો પરિપૂર્ણ થશે. નિત્ય પશુ-પંખીને કંઈક ખવડાવવું, તેનાથી ભાગ્યઉન્નતિ બની રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK