સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

Published: Feb 02, 2020, 07:39 IST | Ashish Rawal and Pradyuman Bhatt | Mumbai

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયુ

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઈ): ખૂબ જ જૂના સંબંધો ફરીથી તાજા થાય. વધારાની આવક કરવાના પ્રયત્નો સંપૂર્ણ સફળ થાય. યજ્ઞ- યજ્ઞાદિનું આયોજન સંભવ. ફકત સહી કરવા માટે કાળી પેન અવશ્ય રાખવી.

વૃષભ (બ,વ,ઉ): કાર્યક્ષેત્રમાં ઉતાવળિયો નિર્ણય લેવાનો આવે. નાના-નાના પ્રવાસના યોગની સંભાવના. રાજકીય પક્ષોનું નિરાકરણ ન આવે. સફેદ કે ગુલાબી કલરનો રૂમાલ તમારી સાથે રાખવાથી વિશેષ ફાયદો જણાય.

મિથુન (ક,છ,ઘ): ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય. આપની પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. જમીન લે-વેચના ધંધામાં વધુ તક મળે. બુધવારનું એકટાણું કરવાથી વધુ લાભદાયી નીવડે.

કર્ક (ડ,હ): કોઈ નવી નોકરીની તક માટે સર્જન થાય. પોતાની કે પત્નીના આરોગ્યસંબંધી ચિંતામાં ઘટાડો જણાય. પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહે. કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે તક માટે ઉતાવળિયો નિર્ણય લેવો નહીં

સિંહ (મ,ટ): બોલવામાં સંયમ ન જળવાઈ રહે. નાણાકીય ભીડ આકસ્મિક ઓછી થઈ જાય. કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય. આપનું મૌન જ આપની અડચણોની દવા બની રહે.

કન્યા (પ,ઠ,ણ) : અતિ નમ્ર વ્યવહાર રાખવાથી નૂકસાની થાય. માનસિક સ્થિતિ વધુ બગડે.કબજિયાતની તકલીફ વધે. નિત્ય કબૂતરને જાર ખવડાવો.

તુલા (ર,ત): શૅર-સટ્ટા વ્યવહારથી જંગી લાભ થવાની સંભાવના. જમણી આંખને  લગતી તકલીફો વધે. ટૂંકા ગાળાનાં રોકાણ ફળદાયી નીવડે. નિત્ય કુળદેવીના ઉપવાસ તેમ જ દર્શન કરવા.

વૃશ્ચિક (ન,ય): કૌટુંબિક તણાવનો અંત આવે. પડતર સમસ્યાનો ઉકેલ આવી જાય. કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળે. ખાસ કરીને ઋતુગત બીમારીથી વિશેષ ચેતજો.

ધન (ભ,ધ,ફ,ઢ): આર્થિક સમસ્યા દિન-પ્રતિદિન વધતી જણાય. મૂડીરોકાણમાં લાભ જણાય. દવાખાનાની મુલાકાત સંભવ. નવા-નવા સાહસો વિચારીને જ કરવા.

મકર (ખ,જ): પ્રણય પ્રસંગોમાં સફળતા ન મળે. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. આરોગ્યસંબંધી માનસિક ચિંતા વધુ વકરે. સાવધાની પૂર્વકનો વ્યવહાર કરવા છતાં નિષ્ફળતા મળે. ખાસ કરીને માનસિક સ્થિતિ બગાડવી નહીં.

કુંભ (ગ,સ,શ) : લગ્નજીવન વધારે સુખમય રહે. ચિંતાનાં વાદળ વધુ ઘેરા બનતાં જણાય. સ્થાવર મિલકત લેવાનો પ્રબળ યોગ બને.

મીન (દ,ચ,ઝ,થ): રાત્રી ઊંઘ હરામ થઈ જાય. બોલવામાં સંયમ ન જળવાઈ રહે.  કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય. વિદેશ જવાની તક મળે. શ્વાસને લગતી તકલીફો વધે માટે સાવચેત રહેવું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK