સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, કોને મળશે લાભ

Published: Oct 27, 2019, 08:40 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકનું આખું અઠવાડિયુ

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઈ): નોકરી-ધંધાના કામકાજમાં ચિંતા, ખર્ચ, દોડધામ રહ્યા કરે. સરકારી ખાતાકીય કાનૂની કાર્યવાહીમાં આળસ કે બેદરકારી ન રાખવી. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. અજાણી વ્યક્તિ સાથે વાર્તાલાપ ન કરવો.

વૃષભ (બ,વ,ઉ): બૅન્કના વ્યવહારમાં નાણાંની લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખવું. શૅરબજારોની વધઘટમાં વેપાર-ધંધામાં સંભાળવું. નવા-જૂના સંબંધો તાજા થાય. મહાલક્ષ્મીના મંદિરે દરરોજ જવું.

મિથુન (ક,છ,ઘ): વધારાનાં કામ ઉકેલવામાં ધ્યાન આપવું પડે. થાપામાં કે પગમાં દર્દ ભરાઈ રહ્યા કરે. કામની સતત વ્યસ્તતા હોવાને કારણે આરામ પૂરતો ન થાય. શિવજીના નિત્ય દર્શન કરવા.

કર્ક (ડ,હ): બૅન્કની લોન લેવા માટે જામીનગીરી મેળવવા માટે તકલીફ થાય. સંતાનના આરોગ્ય, વિદ્યાભ્યાસ, વિવાહ, સગાઈ, લગ્ન, નોકરી-ધંધાના કામમાં તકલીફો વધે. શાસ્ત્ર-વચન નિયમિત કરવું.

સિંહ (મ,ટ): આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. વિદેશથી શુભ તકોની વાતો ચાલે. નોકરિયાત વર્ગને સન્માન સાથે ઈજાફો પણ મળે. દરરોજ ત્રણ એલચી ખાઈને બહાર નીકળવું.

કન્યા (પ,ઠ,ણ) : આપને રચનાત્મક કાર્યોમાં ભાગ લેવાનું શક્ય બને. નાણાકીય સ્થિતિ વધારે કમજોર બને. થોડા વખત માટે બીજાનું વાહન વપરાશ ન કરવું. બુધવારે લીલું પાન અવશ્ય ખાવ.

તુલા (ર,ત): કૌટુંબિક વિખવાદોનો અંત આવે. વડીલો સાથે મત-મતાંતર વારંવાર થયા કરે. નોકરીમાં આરામપ્રિય કામ મળે. ‘વિષ્ણુ સહસ્ત્ર’ના હરતા-ફરતા પણ પાઠ કરવા.

વૃશ્ચિક (ન,ય): શૅર સટ્ટાકીય લાભ. કોર્ટ-કચેરીમાં સારાં કામ માટે જવાનું થાય. યાત્રા-પ્રવાસમાં નવી મુલાકાત થાય. મંગળનું નંગ પહેરતા હોય તો કાઢી નાખવું.

ધન (ભ,ધ,ફ,ઢ): અતિ ભાવુકતાથી સાવધ રહેવું. સામાજિક કામમાં વધારે વ્યસ્તતા રહે. માતૃપક્ષથી શુભ સમાચાર મળે. ઇષ્ટદેવનો શુદ્ધ ઘીનો દીવો કરવો.

મકર (ખ,જ): ઘર કે ઑફિસમાં ચોરી થવાની સંભાવના. નોકરીમાં બેદરકારીને કારણે આર્થિક નુકસાન થઈ શકે. સપ્તાહમાં સામાજિક મોભો વધે. ભિક્ષુકને કાચી ખીચડી આપવી.

કુંભ (ગ,સ,શ) : આગામી સપ્તાહમાં ધાર્યા એક પણ કામ ન થાય. શાંતિથી સપ્તાહ પસાર કરવું. મહત્ત્વના નિર્ણય ન લેવા. વધારાની આવક પ્રાપ્ત કરવામાં સફળતા ન મળે. આંખોને લગતા ચેપી રોગથી સાવધાની રાખવી.

મીન (દ,ચ,ઝ,થ): સારી તક સરી જાય. નોકરીમાં પગારવધારો જોવા મળે. વડીલોના સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી રાખવી. શુભેચ્છકો દ્વારા રોજગારી મળે. ગાયને દરરોજ રોટલી ખવડાવવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK