સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો જ્યોતિષ મુજબ કેવું રહેશે આ અઠવાડિયું

Published: May 24, 2020, 07:38 IST | Ashish Rawal and Pradyuman Bhatt | Mumbai

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયુ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મેષ (અ,લ,ઈ) : મિત્રો સાથે મનોરંજન માણવાનો અવસર મળે. કાયદાકીય બાબતોનો તાત્કાલિક ઉકેલ મળી જાય. વિરોધીઓ વશમાં થઈ જાય. આપના મહત્વના કાર્યની ચર્ચા ઉદાહરણ સ્વરૂપે અન્ય લોકો બતાવે. ગણેશવંદના કરી ગોળ ખાઈને દિનારંભ કરવો.

વૃષભ (બ,વ,ઊ) : કાંકરે-કાંકરે પાળ બંધાય એમ સમજીને કાર્ય કરવું. અંગત સંબંધોમાં મીઠા ઝાડનાં મૂળ ન ખોદાય એનુ ધ્યાન રાખવું. મનમાં સામાન્ય ઉત્સાહ જણાય. સામાજિક સંબંધોમાં વાદવિવાદ વધે. વારંવાર પોતાની ઉપાસના, આરાધના બદલવી જોઈએ નહીં. દેવી ઉપાસના અતિ ઉત્તમ બની રહે.

મિથુન (ક,છ,ઘ) : ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે. લાંબા સમયનાં અટવાયેલાં કાર્યો હજી અટકે. નોકરિયાત વર્ગ માટે આગામી સપ્તાહ મિશ્ર બની રહે. શૅર-સટ્ટામાં અપેક્ષિત લાભ ન થાય. જીવદયાની સેવા સમયાંતરે કરવાથી ઉત્તમ, એનાથી બાકી કામો ઉકેલાશે.

કર્ક (ડ,હ) : આવક કરતાં જાવક વધી શકે એની સતત કાળજી રાખવી. આરોગ્ય સુખ માટે સાનુકૂળ વાતાવરણ મળે. ફસાયેલાં નાણાં કટકે-કટકે મળે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. ઉગ્ર દેવતાની ઉપાસના ન કરવી.

સિંહ (મ,ટ) : જમીન-મકાન-મિલકત તેમ જ વાહનોને લગતી સમસ્યાઓ વધે. છાતીમાં તેમ જ પાચનશક્તિમાં શારીરિક તકલીફો વધે. આવકો સારી પ્રાપ્ત થવાથી તાત્કાલિક બચત કરી દેજો. વાણી પર સંયમ રાખશો. અન્નપૂર્ણા માતાજીની ઉપાસના વધુ ફળદાયી બની રહે.

કન્યા (પ,ઠ,ણ) : ઉંમર પ્રમાણે સર્જનાત્મક શક્તિ વધે. નકારાત્મક લાગણીઓને વૈચારિક ધારામાં ન લાવવી. વડીલો તરફથી મળેલ તમામ પ્રકારની મદદ ફાયદારૂપ પુરવાર થાય. કોઈનો ગુણ કદાપી ભૂલવો ન જોઈએ. યોગ્ય સમયે આપને યોગ્ય લાગે એવી ઉપાસના નિત્ય કરજો.

તુલા (ર,ત) : અજાણી વ્યક્તિઓની વાતોમાં પ્રભાવિત ન થવું. દરેક બાબતોમાં પોતાનો સ્વાર્થ ન સાધવો. લગ્નજીવન ઉત્તમ બની રહે. આયોજનપૂર્વકનાં કામો સંપન્ન થાય. કોઈ પણ દેવની પૂજાઅર્ચના દિલથી જ કરવી, કરવા ખાતર કરવી નહીં.

વૃશ્ચિક (ન,ય) : આગામી સપ્તાહમાં દિવસભર શારીરિક ઊર્જા સારી જળવાઈ રહે. લાંબા ગાળાનાં રોકાણોમાં ફસાઈ જવાય. કોઈનો દોષનો ટોપલો લેવાનો અવસર આવી શકે. નિત્ય કુળદેવીની ઉપાસના અવશ્ય કરવી.

ધન (ભ,ધ,ફ,ઢ) : સ્વાસ્થ્યમાં વારંવાર ફેરફાર જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. આર્થિક ક્ષેત્રે મનોવાંછિત પરિણામ મળે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. નિત્ય ઉપાસના સાથોસાથ ગુરુમંત્રના વધુ જાપ કરવાથી લાભદાયી બની રહેશે.

મકર (ખ,જ) : નિર્ધારિત કાર્ય વારંવાર અટકે. તબિયત-તંદુરસ્તીના પ્રશ્નો વધુ પેચીદા બને. સમય-શક્તિ અને નાણાંનો વ્યય વધુ થાય. નોકરીના કામકાજમાં વધુ સભાન રહેવું. કપરા સમયમાં શક્ય હોય એટલું મૌન રહો.

કુંભ (ગ,સ,શ) : કાર્યક્ષેત્રના પ્રશ્નો બેચેની વધારે. વારસાગત સંપત્તિ હલ કરવા માટે વારંવાર ટેલિફોનિક મીટિંગો થાય. માનસિક ચિંતાઓ સતત વધતી જણાય. અવિચારી નિર્ણય મુશ્કેલીઓનો સામનો કરાવે. રોજ ૭ વખત હનુમાન ચાલીસાના પાઠ કરવા.

મીન (દ,ચ,ઝ,થ) : કારકિર્દીમાં પરિવર્તન આવે. આરોગ્ય અંગે કાળજી રાખવી, કારણ કે જૂના દરદો ફરીથી ચાલુ થઈ શકે. દામ્પત્યજીવન વધારે સુખમય બની રહે. સામાજિક સંબંધો બગડેલા સુધરે. ગુરુમંત્રના જાપ કે ગુરુના યંત્રની પૂજા વધારે કરવાથી ફળદાયી નીવડે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK