સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, કોને મળશે લાભ

Published: Oct 20, 2019, 08:34 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકનું આખું અઠવાડિયુ

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : વિરોધીઓે વસમાં થાય. કોઈ પણ જગ્યાએ મૂડીરોકાણ કરવા માટે સલાહ-સૂચન લઈને કામ કરવું. ભાવિ યોજનામાં સફળતા મળે. ગાયત્રી મંત્રની નિત્ય ત્રણ માળા કરવાથી વિશેષ ઉન્નતિ જણાય.

વૃષભ (બ,વ,ઊ) : આર્થિક રોકાણોમાં સાહસ અનિવાર્ય બની રહે. સુષુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથું ઊંચકતી જણાય. કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ આવતો જણાય. ચારિત્ર્ય બાબતે માનહાનિ થાય. ડાયમંડ અવશ્ય જમણા હાથની ત્રીજી આંગળી પર પહેરવાથી શુભ લાભ.

મિથુન (ક,છ,ઘ) : રોજિંદી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય. કાર્યક્ષેત્રમાં દિનપ્રતિદિન જવાબદારી વધે. સામાજિક કાર્યમાં જશ મળે. બુધના યંત્રની ઉપાસના ફળદાયી નીવડે.

કર્ક (હ,ડ) : આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. વિદેશથી શુભ સમાચાર. અટકેલાં કાર્યો વધુ અટવાય. પ્રણય પ્રસંગોમાં સફળતા ન મળે. નિત્ય ૨૦ મિનિટ મૌન રહેવાનો પ્રયાસ કરવો.

સિંહ (મ,ટ) : વારસાગત મિલકતના પ્રશ્નો વધુ અટવાય. નોકરી-ધંધો, વેપાર ક્ષેત્રે નવી-નવી તકો મળતી રહે. માંગલિક કાર્યોમાં મહત્ત્વની મીટિંગ થાય. રવિવારે, સોમવારે ઘઉંનું દાન બ્રાહ્મણને આપવાથી શીઘ્ર લાભ.

કન્યા (પ,ઢ,ણ) : લાંબા સમયનાં રોકાણોમાં રોકાયેલાં નાણાં મળે. સામાજિક જવાબદારીઓ વધે. આરોગ્ય નરમ-ગરમ રહ્યા કરે. નાણાભીડમાં હળવાશ અનુભવાય. પેન, પેન્સિલ કે પુસ્તકનું દાન નાનાં બાળકોને આપવાથી શુભ સમાચાર મળી શકે.

તુલા (ર,ત) : સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે. જૂના મિત્રો, સગાં, સંબંધીઓ સાથે ઝઘડો થાય. સાહસિક કાર્યમાં સફળતા ન મળે. ખાનપાનમાં વિશેષ કાળજી રાખવી, નહીંતર તબિયત બગડી શકે.

વૃશ્ચિક (ન,ય) : વેપાર-વાણિજ્ય ક્ષેત્રે નવા રોકાણ થાય. લગ્ન ઉત્સુક યુવકોને યોગ્ય જીવનસાથીની પસંદગીની તક મળે. ધાર્મિક યાત્રાપ્રવાસ વધે. મહત્ત્વનાં કાગળોનો કાર્ડ ચાવી પાસવર્ડની તકેદારી રાખવી

ધન (ભ,ધ,ફ,ઢ) : ધર્મ-આધ્યાત્મ ક્ષેત્રે રુચિ બદલાતી જણાય. આર્થિક મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધતી જણાય. શ્વાસને લગતી બીમારીઓ આકસ્મિક આવે. નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવા, ફળદાયી નીવડશે.

મકર (ખ,જ) : કૌટુંબિક વિખવાદનો અંત આવી શકે. બેરોજગારોને રોજગારી મળી શકે. જૂનાં ફસાયેલાં નાણાં પરત મળવાની સંભાવના વધે. કાળી પેનથી લખવાથી વધુ સમય સારો જોવા મળે.

કુંભ (ગ,સ,શ) : આકસ્મિક ધન-લાભ સાથે માન-સન્માન મળે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી કાળજી રાખવી. કુળદેવીની ઉપાસના ઉત્તમ બની રહે.

મીન (દ,ચ,ઝ,થ) : ધાર્મિક કાર્યોમાં વધારો થાય. બાકી વેરામાં રાહત મળે. સંતાનના સંતાન દ્વારા શુભ સમાચાર. પેટનાં દર્દો બહાર આવે માટે યોગ્ય દવા કરવી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK