સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, કોને મળશે લાભ

જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ | Sep 01, 2019, 08:01 IST

અજાણી વ્યક્તિના વેવિશાળ કાર્યમાં નિમિત્ત બનશો. પારિવારિક મતભેદ ટાળવા તમે ઑફિસના આંતરિક રાજકારણથી દૂર રહેશો.

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, કોને મળશે લાભ
રાશિફળ

મેષ (અ,લ,ઈ) : અજાણી વ્યક્તિના વેવિશાળ કાર્યમાં નિમિત્ત બનશો. પારિવારિક મતભેદ ટાળવા તમે ઑફિસના આંતરિક રાજકારણથી દૂર રહેશો. દરરોજ ગાયત્રી મંત્ર 20 મિનિટ જાપ કરવાથી વધુ સારી પ્રગતિ થાય.

વૃષભ (બ,વ,ઊ) : સમગ્ર દિવસ દરમ્યાન વ્યસ્તતાનું પ્રમાણ જણાય. બજારું ચીજવસ્તુઓ ખાવી નહીં. નજીકના પાડોશીનો વિશ્વાસ કરવો નહીં. નાની બાળકીઓને મીઠાઈ ખવડાવવી.

મિથુન (ક,છ,ઘ) : હાલના કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે ઉતાર-ચડાવની સંભાવના. વાહનની ખરીદી બાબતે અવરોધ પેદા થાય. કોર્ટ-કચેરીના અશુભ યોગ. શિવજીને દરરોજ એક મુઠ્ઠી મગ ચડાવવા.

કર્ક (હ,ડ) : નોકરીમાં પરિવર્તન કરવું નહીં. કરજ લઈને નવું સાહસ કરવું નહીં. મોસાળથી લાભ. મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી ફળદાયી નીવડશે.

સિંહ (મ,ટ) : પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી. નકારાત્મક વાચનથી દૂર રહેજો. બહુરાષ્ટ્રીય કંપની સાથે કરારો થાય. પોતાની સહી કરવાની પેન કોઈને આપવી નહીં.

કન્યા (પ,ઢ,ણ) : પોતાની વાત રજૂ કરવામાં અચકાવું નહીં. વારંવાર પોતાની સમસ્યા કોઈને કહેવી નહીં. રાત્રે ઊંઘમાં ભયાનક સપનાં આવે. તુલસીના છોડને નિયમિત જળ અર્પણ કરવું.

તુલા (ર,ત) : પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બને. આવક કરતાં જાવક ઘટે. ડાયાબિટીઝ થવાની સંભાવના. જૂના મિત્રો દ્વારા સલાહ મળે. વાણી પર સંયમ અવશ્ય રાખો.

વૃશ્ચિક (ન,ય) : ભાગીદાર વર્ગ અને ભાગીદાર તરફથી આર્થિક લાભ. અનેકવિધ રીતે ધંધાની તક મળે. વિદેશમાં કીર્તિ વધે અને લોકચાહના વધી શકે. શક્ય હોય તો દાન વધુ ને વધુ કરવું. વેરભાવનાવાળો સ્વભાવ બદલવો.

ધન (ભ,ધ,ફ,ઢ) : યાત્રા-પ્રવાસ લાંબો થાય. થાઇરૉઇડ જેવા રોગની સંભાવના. નોકરીમાં ઇજાફો મળે. ચણાની દાળનું દાન ગુરુવારે બ્રાહ્મણને આપવું. 

મકર (ખ,જ) : આરોગ્ય અંગેની ચિંતામાં વધારો થાય. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથે વાદ-વિવાદથી દૂર રહેવું. હાથ પર લક્ષ્મી ન દેખાય. મંગળવારે અને શનિવારે ઉધાર રકમ ન લેવી.

કુંભ (ગ,સ,શ) : નવી તકને ઝડપવામાં વિલંબ ન કરવો. કાનૂની પ્રશ્નોમાં સમાધાન થાય. ઘર- ઑફિસમાં ચોરી થવાની સંભાવના. જમણા હાથે કાળા કલરની દોરી પહેરવી.

મીન (દ,ચ,ઝ,થ) : ટૂંકો પ્રવાસ થવાની સંભાવના. યાદશક્તિ ભૂલવાની સંભાવના. કામવાળીથી ચોરી થઈ શકે. ગુરુવારના દિવસે એકટાણું કરવું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK