Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

01 March, 2020 08:19 AM IST | Mumbai
Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

રાશિફળ


મેષ રાશિ (અ,લ,ઈ) : આગામી સપ્તાહમાં આકસ્મિક મહત્ત્વનું કામકાજ આવી જાય. નોકરી-ધંધામાં શુભ પરિણામ મળે. તાત્કાલિક વ્યાવહારિક, સામાજિક, પારિવારિક સમસ્યાઓ ઉકેલવા માટે સમય-શક્તિનો વ્યય થાય. નિત્ય તુલસી-ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો.

વૃષભ રાશિ (બ,વ,ઊ) : નોકરીધંધાના કામકાજમાં સતત ચિંતા રહ્યા કરે. ફોગટની દોડધામ (રઝળપાટ) વધી જાય. જૂની બીમારીઓમાં કંઈક અંશે રાહત જણાય. ઘરની બહાર નીકળતાં પહેલાં અવશ્ય સાકર ખાઈને જજો, જેનાથી ધનલાભ થઈ શકે.



મિથુન રાશિ ( ક,છ,ઘ) : જૂના-નવા સામાજિક સંબંધો સુધરતા જણાય, પરંતુ વાસ્તવિક રીતે કોઈ જ પરિણામ ન મળે. અનિચ્છાએ વધુ પડતો ખર્ચ સામાજિક કાર્ય માટે કરવો પડે. બુધવારે મીઠું પાન ખાઈને બહાર જશો એનાથી અટકેલાં કાર્યો પૂર્ણ થઈ જશે.


કર્ક રાશિ (હ,ડ) : સગાંસંબંધી-મિત્રવર્ગનો વ્યવહાર સચવાય. ત્રાહિત વ્યક્તિને કારણે પરિવારમાં શાંતિ ન રહે. નોકરી-ધંધાના કામસર બહાર જવાનું થાય. મોઢામાં ચાંદી પડી શકે! નિત્ય શિવજીનાં દર્શન કરશો.

સિંહ રાશિ (મ,ટ) : પોતાના અંગત કામમાં વિલંબ થઈ જાય. વિચારોની એકાગ્રતા-સ્થિરતા જળવાઈ ન રહે.દ રરોજ આદિત્ય નારાયણ સ્તોત્ર કરવો જેનાથી સર્વ પ્રકારે લાભ થશે.


કન્યા રાશિ (પ,ઠ,ણ) : અગાઉ આપેલાં વચનો પરિપૂર્ણ કરવા માટે સપ્તાહ પૂર્ણ થઈ જાય. આપની કારકિર્દી માટે યોગ્ય ધ્યાન ન રહે. માનસિક મૂંઝવણ વધતી જણાય. પીપળાના ઝાડ નીચે લીંબુ-નુસરત અર્પણ કરી ૭ પ્રદક્ષિણા કરવી.

તુલા રાશિ (ર,ત) : જાત્રા કે પવિત્ર સ્થળની મુલાકાત યાદગાર બની રહે. આપનું રહેઠાણ બદલાય એવી શક્યતા. ધંધાદારી વ્યવહાર સમયસર ન સચવાય. વિજાતીય પ્રેમ ભૂલવો આવશ્યક બની રહે. વારંવાર કુળદેવીનાં દર્શન કરવાં.

વૃશ્ચિક રાશિ (ન,ય) : આગામી સપ્તાહ ઘર-પરિવાર માટે સમય સંવાદિતતા, સમૃદ્ધિ અને આનંદનો રહે. પ્રણય, રોમૅન્સના ક્ષેત્રમાં ફરી હકારાત્મક અસર જોવા મળે. આધ્યાત્મિક ઉન્નતિ થતી જણાય. સાંજે ચંડીપાઠ માત્ર કરવાથી છૂપો શત્રુ ભાગી જશે.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) : આગામી સપ્તાહમાં ઘરેલુ સમસ્યાઓ છાલ ન છોડે. વધુપડતો આત્મસંયમ ભારરૂપ બની રહે. લોકોની આશા-અપેક્ષા, શંકા-કુશંકા વધતી જણાય. દર શનિવારે ભિક્ષકોને જૂનાં બૂટ-ચંપલની મદદ કરવાથી સમસ્યા હળવી થતી જણાય.

મકર રાશિ (ખ,જ) : લાંબા ગાળાના આયોજનમાં ફસામણ વધે. શારીરિક તકલીફ દિનપ્રતિદિન વધતી જણાય. વ્યાવસાયિક મુસાફરીના યોગ બને. શનિવારે હનુમાનજીના મંદિરે જઈને ૨૧ લવિંગની પડીકી અર્પણ કરવી.

કુંભ રાશિ (ગ,સ,શ) : ધીરધારનો ધંધો કરનાર વેપારી વર્ગને મુશ્કેલી આવી શકે. વડીલો સાથે સામાન્ય બાબતમાં મનદુઃખ થઈ જાય. અણધાર્યા ખર્ચા વધી જાય. શનિવારે મુસાફરી ન કરવી. શનિદેવના મંદિરમાં દરરોજ જવું.

મીન રાશિ (દ,ચ,ઝ,થ) : ભૌતિક સુખ-સગવડમાં વધારો થાય. મોસાળ પક્ષમાં શુભ માંગલિક પ્રસંગ આવે. શૅરબજારમાં નુકસાની આવી શકે. ગુરુવારે ગાયને ગોળ સાથે રોટલી ખવડાવવી.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2020 08:19 AM IST | Mumbai | Ashish Rawal and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK