સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

Published: Dec 01, 2019, 08:23 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | Mumbai

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકનું આખું અઠવાડિયુ

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઈ): નોકરી-ધંધાના કામકાજમાં અન્યને કારણે સામે સ્વજાગૃતિ રાખવી પડે. શરદી થવાની, છાતીમાં દરદ તેમ જ પીડા ઈન્ફેક્શન થઈ શકે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. વગદાર માણસોની ધમકી મળી શકે માટે સાવધાની રાખવી.

વૃષભ (બ,વ,ઊ): સગાંસંબંધી-મિત્ર વર્ગના કામકાજથી શાંતિ, રાહત જણાય નહીં. ધંધામાં આવક વધવાથી જૂના બાકી લોનના હપ્તા ચૂકવાય. નાણાકીય જવાબદારીમાં વધારો થાય. અંગત મિત્રો દ્વારા છેતરપિંડી થઈ શકે છે માટે તેનાથી સચેત અવશ્ય રહેવું.

મિથુન (ક,છ,ઘ): યાત્રા-પ્રવાસમાં કે  કામકાજમાં  આવતા જતા સંભાળવું. વિલંબમાં પડેલા કાર્યોનો ઉકેલ આવે કે તેવા શુભ સમાચાર મળે. નવા કપડાની ગિફ્ટ મળી શકે. દરરોજ તુલસીના પાન ખાવાથી આરોગ્ય સારું રહે.

કર્ક (ડ,હ,): શરીરના સાંધાના દરદ પીડા બની રહે, તમામ રોજિંદા કાર્યો કરવા માટે આળસ આવે. પારિવારિક સંબંધો બગડેલા સુધરે. ભિક્ષુકને પાણીની બોટલ કે પાઉચ આપવાથી ધનપ્રાપ્તિ થઈ શકે.

સિંહ (મ,ટ): પડતર કાર્યો માટે સમય વારંવાર બગડે. નાણાકીય ભીડ થોડા સમય માટે રહે. કૌટુંબિક વિવાદ વધતો જણાય, માટે દેવમંદિર દરરોજ જવું.

કન્યા (પ,ઠ,ણ) : દાંપત્યજીવનમાં ઉમંગ અને ઉત્સાહનો વધારો થાય. નવા ધંધા કરવા માટે સતત પ્રેરણા મળે. જૂના સંબંધો ફરીથી તાજા થાય, અમુક બાબતોમાં આંખ આડા કાન કરવા.

તુલા (ર,ત): નવી-નવી યોજનાઓ અમલમાં મુકાય. સામાજિક સંબંધોમાં મીઠાસ વધે. ગૃહજીવનની બાબતો વધુ ગૂંચવાય. અંગત વાતો કોઈને ભૂલથી પણ કહેવી નહીં.

વૃશ્ચિક (ન,ય): આપની અગત્યની કામગીરી વધતી જણાય. પારિવારિક આનંદ જળવાઈ રહે. વારસાગત મિલકતોના ઉકેલો આવી શકે. પગ લપસવાથી કાળજી રાખવી.

ધન (ભ,ધ,ફ,ઢ): લાપરવાહીના કારણે મળેલી તક જતી રહે. ધીરે-ધીરે આવકનું ધોરણ સુધરે. કાનૂની સમસ્યા  દિન-પ્રતિદિન  વધુ  વધતી જણાય માટે વધુ પડતી લાગણીઓમાં કદાપી ન આવશો.

મકર (ખ,જ): તમારા કાર્યક્ષેત્રે વધુ તર્કબદ્ધ આયોજન કરી શકશો. દિન-પ્રતિદિન પ્રતિસ્પર્ધીઓ વધે. કાનૂની સમસ્યા વધુ ગૂંચવાય. સામાજિક વ્યવહારમાં વિશેષ કાળજી રાખવી.

કુંભ (ગ,સ,શ) : જમીન-જાયદાદના કાર્યો પૂર્ણ થતાં જણાય. આર્થિક મોકળાશ વધતી જણાય. વારસાગત મિલકતમાં સરકારી ગૂંચો વધતી લાગે. વિદ્યાર્થીઓને પુસ્તકોની ભેટ આપવાથી જ વધુ સારો સમય આવી શકે.

મીન (દ,ચ,ઝ,થ): ઉઘરાણી-દેવાંની ચિંતા ઘટતી જણાય. પરિવારમાં માંગલિક કાર્યો આવે. આરોગ્ય નરમ-ગરમ રહ્યા કરે. ગુરુવારે ચણાની દાળ અવશ્ય ગાયને ખવડાવવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK