Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: વૃષભ રાશિને મળશે નોકરી-ધંધામાં નવી તક

સાપ્તાહિક રાશિભવિષ્ય: વૃષભ રાશિને મળશે નોકરી-ધંધામાં નવી તક

19 May, 2019 09:50 AM IST | મુંબઈ
જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

સાપ્તાહિક રાશિભવિષ્ય: વૃષભ રાશિને મળશે નોકરી-ધંધામાં નવી તક

રાશિભવિષ્ય

રાશિભવિષ્ય


મેષ (અ, લ, ઈ) : સરકારી પુરસ્કાર મળે, અણધાર્યા લાભ, શત્રુ શરણમાં આવે. ગણપતિની ઉપાસના વધારે ઉત્તમ ફળદાયી નીવડે.

વૃષભ (બ, વ, ઊ) : નોકરી-ધંધામાં નવી તક, પરિવાર-સદસ્યમાં આકસ્મિક માંગી આવે, પહેલાં કરતાં બચતો વધે. ગાયનાં નિત્ય દર્શન કરવાથી લાભ.



મિથુન (ક, છ, ઘ) : નિર્ણયમાં અપરિપક્વતાને કારણે નુકસાન, મિત્રમંડળમાં પૈસા ફસાય, નવા વ્યસનમાં ખર્ચ થાય. કુવાશિકાને ભેટસોગાદ આપવાથી મનોતી પરિપૂર્ણ થાય.


કર્ક (હ, ડ) : નોકરીમાં પ્રમોશન મળે, વારંવાર વાઇરલની અસર તબિયત પર જોવા મળે. મહત્વનો નિર્ણય કરવો નહીં. રાત્રે ચન્દ્રનાં દર્શન અવશ્ય કરવાં.

સિંહ (મ, ટ) : વિદેશી કરારો, લખાણો, મુલાકાત બને. અણધારી આર્થિક નવી તકો મળે. મહત્વની બાબતો ગોપનીય રાખવી. ‘ઓમ રીમ સૂર્યાય નમ:’ મંત્રની દરરોજ એક માળા કરવી.


કન્યા (પ, ઢ, ણ) : સગાં, સજ્જન મિત્રો દ્વારા નવી-નવી ભેટસોગાદો મળે. ઘરમાં નવું રાચરચીલું થાય. આવક વધે સાથે પાચનશક્તિની તકલીફો આવે. દર બુધવારે મગ ખાવા જેનાથી વધારે શુભ સમય બની શકે.

તુલા (ર, ત) : ન્યાયપ્રિય વાણી બોલવામાં ઝઘડા થાય. આર્થિક રીતે શુભ સમય. ચોપગા પશુથી કાળજી રાખવી.

વૃશ્ચિક (ન, ય) : માનસિક ચિંતા હળવી થાય. નવી-નવી તકો મળતી રહે. માતાજીની ઉપાસના વધારે કરવી જેનાથી તમામ સમસ્યા હલ થાય.

ધન (ભ, ધ, ફ, ઢ) : ઘર-ઑફિસમાં શૉર્ટ-સર્કિટ થવાની શક્યતા, વારંવાર પ્રવાસ થયા કરે. શનિની સાડાસાતીમાં ઉત્કર્ષ અને હનુમાનજીની ઉપાસના ફળદાયી નીવડે.

મકર (ખ, જ) : ઘર કે ઑફિસમાં ચોરી થવાની સંભાવના. તબિયત-તંદુરસ્તી માટે કાળજી રાખવી. કૂતરાને દરરોજ બિસ્કિટ ખવડાવવા.

કુંભ (ગ, સ, શ) : જૂના નોકરી-ધંધામાં જવાનો અવસર આવે. માનસિક ચિંતા હળવી થાય. સાંઈબાબાનાં દર્શન કે હનુમાનજીનાં દર્શન નિત્ય કરવાથી વધારે શુભ સમય આવી શકે.

મીન (દ, ચ, ઝ, થ) : નજીકના પરિવારમાં કોઈના છૂટાછેડાનો અશુભ પ્રસંગ આવે, વજન વધતું જાય, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલની બીમારી થવાની સંભાવના. દરરોજ પશુ-પંખીને ચણ નાખવાથી આર્થિક લાભ.

મહત્વની વિશિષ્ટ આગાહીઓ

નાક, ગળા, દમને લગતી બીમારીઓ વધે, એ વિશેનું મેડિકલ સંશોધન ભારત દેશમાં મોખરે બને.

ચારેક દસકા પછી નાણાકીય વ્યવહારમાં સાટા પદ્ધતિ કંઈક અંશે જોવા મળી શકે.

ટૂંક સમયમાં ભારત દેશમાં કોઈ રાજકીય નેતાનું અકાળે અવસાનના સમાચાર મળે!

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 09:50 AM IST | મુંબઈ | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK