Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

19 April, 2020 07:25 AM IST | Mumbai
Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

રાશિફળ

રાશિફળ


મેષ (અ,લ,ઈ) : આકસ્મિક સરકારી સહાય મળે. નોકરી-ધંધાના સ્થળે નવા-નવા મિત્રો થાય. મોટી રકમની બચત વધે. ‘શ્રી ગણેશાય નમઃ’ મંત્રની દરરોજ એક માળા કરીને દિનારંભ કરવો.

વૃષભ (બ,વ,ઊ) : લૉકડાઉનને કારણે ઘરમાં બેઠાં-બેઠાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ વધારે ખાવાથી શરીરનું વજન વધે. સાહિત્ય કલા, સંગીત પ્રત્યે રુચિ વધતી જણાય. નક્કી કરેલા પારિવારિક કાર્યમાં બદલાવ આવે. નિત્ય વિષ્ણુસહસ્રનો પાઠ કરવાથી આવકમાં વધારો થાય.



મિથુન (ક,છ,ઘ) : મહત્ત્વના કામ માટેના નિર્ણયમાં અપરિપક્વતા વધે. નિયમિત ચાલતી દવાઓ લેવાનું ભૂલી જવાય. ઘર-ઑફિસમાં ચોરી થવાની સંભાવના. સમય મળે ત્યારે રામાયણનું પઠન કરવું.


કર્ક (હ,ડ) : ઉતાવળિયા નિર્ણયથી કોઈની વાતમાં ન આવવું. લગ્નજીવનમાં શંકા-કુશંકા ન કરવી. નોકરિયાત વર્ગને ઑફિસમાં મતમતાંતરો થયા કરે. રાત્રે ચંદ્ર અષ્ટકનો પાઠ કરવો.

સિંહ (મ,ટ) : તમારાં રોજબરોજનાં કાર્યોમાં આવતી અડચણ, અવરોધને કારણે તકલીફો વધે. તમારામાં રહેલી આળસનો ત્યાગ કરો. તમને કંઈ નવું કરવાની ધૂન સવારથી થઈ જાય. નિત્ય વ્યાયામ, કસરત કરો, નહીંતર વધુ સ્વાસ્થ્ય બગડે.


કન્યા (પ,ઢ,ણ) : જીવનમાં નાની-નાની તકલીફોમાં વધારો થાય. તમારાં અટકેલાં કાર્યોમાં આડોશ-પાડોશ દ્વારા મદદ મળે. તમે લોકોના સામાજિક કાર્ય કરવામાં સફળ થશો. ઘરેબેઠાં શિવજીની રુદ્રી કરવી.

તુલા (ર,ત) : તમારા જીદ્દી વલણને કારણે મુશ્કેલીમાં મુકાઈ જવાય. પરેશાની સાથે નિંદાપાત્ર બનશો. શૅરબજારમાં લીધેલા લાભના નિર્ણય ખોટા પડે. સંધ્યા સમયે નિત્ય માતાજીની આરતી કરવી.

વૃશ્ચિક (ન,ય) : નાણાકીય વ્યવહારમાં ફસામણો વધે. ધર્મના કાર્યમાં માન-સન્માન સારું મળે. મોટાં સાહસો કરવાથી શીઘ્ર સફળતા પ્રાપ્ત થાય. નિત્ય કુળદેવીની પૂજા અવશ્ય કરવી.

ધન (ભ,ધ,ફ,ઢ) : સરકારી લાભો મળવાપાત્ર તાત્કાલિક ન મળે. રોગ-માંદગીની સમસ્યા વધતી જણાય. ઘરેબેઠાં માનસિક હતાશા વધે. નિત્ય ગુરુ અષ્ટકનો પાઠ કરવો.

મકર (ખ,જ) : આપને મનમાં ઉત્સાહનો સંચાર જણાય તેમ જ જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય. આર્થિક રીતે મોટા ચડાવ-ઉતાર આવે. કોર્ટ-કચેરી કાર્યમાં વિલંબ થાય. નિત્ય સુંદરકાંડનો પાઠ કરવો.

કુંભ (ગ,સ,શ) : રમતગમત સાથે સંકળાયેલી વ્યક્તિને તક મળે. આગામી સપ્તાહમાં નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધે. બિનજરૂરી ખર્ચ ન કરશો અને નકામી ચિંતાઓથી દૂર રહેવું. અનુકૂળતાએ શનિ ચાલીસાના પાઠ અવશ્ય કરશો.

મીન (દ,ચ,ઝ,થ) : માંગલિક કાર્યોમાં રૂકાવટ આવે. જૂના વિવાદનો અંત આવે અને કાર્યક્ષેત્રે પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે. થોડો સમય મેડિટેશન કરવા માટે કાઢવો.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2020 07:25 AM IST | Mumbai | Ashish Rawal and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK