Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય:કર્ક રાશિની થશે નોકરી-ધંધામાં શુભ શરૂઆત

સાપ્તાહિક રાશિભવિષ્ય:કર્ક રાશિની થશે નોકરી-ધંધામાં શુભ શરૂઆત

23 June, 2019 12:24 PM IST |
જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

સાપ્તાહિક રાશિભવિષ્ય:કર્ક રાશિની થશે નોકરી-ધંધામાં શુભ શરૂઆત

રાશિભવિષ્ય

રાશિભવિષ્ય


મેષ (અ,લ,ઈ) : મિત્રમંડળથી સાવધાની રાખવી. નવાં-નવાં મહત્વનાં કામો થાય. વિદેશથી લાભ. ગણપતિની ઉપાસના વિશેષ ફળદાયી.

વૃષભ (બ,વ,ઊ) : આકસ્મિક ખર્ચા કોર્ટ-કચેરી માટે થઈ પડે! મહત્વનાં કામો માટે સલાહ-સૂચન લઈને કામ કરવું. નજીકનાં સગાં દ્વારા દગો થઈ શકે. શુક્રનું નંગ પહેરવાથી વિશેષ ફળદાયી નીવડે.



મિથુન (ક,છ,ઘ) : લગ્નજીવનમાં શુભ તકો બની રહે. અન્ય ત્રાહિત વ્યક્તિથી આકસ્મિક શુભ સમાચાર. વાતાવરણની સીઝનલ અસર તબિયત પર પડે. વડીલોની સેવા કરવાથી શીઘ્ર લાભ.


કર્ક (હ,ડ) : નોકરી-ધંધામાં શુભ શરૂઆત. માન-સન્માન-કીર્તિ મળવાના પ્રબળ યોગ. કોઈ પણની વાતમાં ઝડપથી આવવું નહીં. મહાદેવની ઉપાસના વિશેષ ફળદાયી.

સિંહ (મ,ટ) : સરકારી અધિકારીઓ સાથે સંબંધોથી લાભ. નોકરીમાં પ્રમોશન મળી શકે! લગ્નજીવનમાં મતમતાંતર વધુ વકરે? ઈસ્ટ દેવનો મંત્ર કરવાથી વધુ સારી સફળતા.


કન્યા (પ,ઢ,ણ) : શરીરનું વજન વધ્યા કરે. ધંધામાં બાકી ઉઘરાણી આવે. ઘરમાં કે પરિવારમાં માંગલિક કાર્યો આવે. જીવદયા-સેવા નિત્ય કરવી.

તુલા (ર,ત) : બગડેલા સંબંધો સુધરી શકે. વિદેશમાં મુલાકાત આકસ્મિક થાય. સોના-ચાંદીની ચીજવસ્તુ ખોવાઈ શકે. કુળદેવીની ઉપાસના વિશેષ કરવી.

વૃશ્ચિક (ન,ય) : માનસિક ચિંતા વધતી જાય. ઊંઘ ઓછી આવે. મકાન-મિલકતના સોદા થઈ શકે. ગાયત્રી ઉપાસના વિશેષ હિતકારી બની રહે.

ધન (ભ,ધ,ફ,ઢ) : કુટુંબ-કબીલામાં શુભ સમાચાર. આવક કરતાં જાવક ઘટે. નોકરિયાત વર્ગ માટે આ સમય શુભ રહે. હનુમાનજીની ઉપાસના ફળે.

મકર (ખ,જ) : ખોવાયેલી ચીજવસ્તુ પુન: પ્રાપ્ત થાય. નોકરીમાં પ્રમોશન મળી શકે. માનસિક ચિંતા કંઈક અંશે ઓછી થાય. શનિ દેવની ઉપાસના નિત્ય કરવી.

કુંભ (ગ,સ,શ) : પેટને લગતું નાનકડું ઑપરેશન આવી શકે. લાંબા ગાળાનો પ્રેમ તૂટે. જન-સેવા એ પ્રભુ-સેવા કરવાથી ભાગ્ય ઉન્નતિ થાય.

મીન (દ,ચ,ઝ,થ) : તબિયત-તંદુરસ્તી માટે વિશેષ કાળજી રાખવી. માનસિક ચિંતા રહ્યા કરે. શૅરબજારથી લાભ. પોતાના માનેલા ગુરુનો મંત્ર કરવો, દર્શન કરવા.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2019 12:24 PM IST | | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK