સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, કોને મળશે સફળતા

Published: Oct 13, 2019, 08:43 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકનું આખું અઠવાડિયુ

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઇ): સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા સારી પ્રાપ્ત થાય. કુટુંબ કબીલાના માંગલિક કાર્યોમાં જશ મળે. લાંબા સમયનાં બાકી કામો પૂર્ણ થાય. મંગળવારે મસૂરની દાળ ભિક્ષુકને આપવી.

વૃષભ (બ,વ,ઊ): જૂના મકાનમાં રિનોવેશન થાય તેમ જ ઘર, ઑફિસમાં નવું ફર્નિચર આવી શકે. વેપાર ક્ષેત્રે નવાં-નવાં રોકાણો થાય. વાયરલના રોગનો શિકાર થવાય. ઈષ્ટ, ઉપાસના તથા કુળદેવી આરાધના ઉત્તમ બની રહેશે.

મિથુન (ક,છ,ઘ): નોકરી-ધંધામાં ઉચાટ રહ્યા કરે. લોનની બાકી રકમ સમયસર ન ભરાય. પ્રવાસમાં સંકટ આવે. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થાય.

કર્ક (ડ,હ): વિચારેલી બાબતો હાલમાં અમલમાં મૂકવી નહીં. ગૃહસ્થ જીવનમાં તકરારો વધે. કરજ, વ્યાજના ચક્કરમાં પડવું નહીં. નાની ઈજાથી બચવું. કીડીઓને કીડીયારું નિત્ય ભરવું.

સિંહ (મ,ટ): સ્વાસ્થ્યને લગતા કોઈ લક્ષણની અવગણના કરવી નહીં. આગામી શુક્રવાર ધીરજતાથી પસાર કરવો. પ્રિયજન સાથેના મતભેદ ટળે. જમણા હાથમાં સફેદ કે ગુલાબી દોરી કૉટનની બાંધીને રક્ષાકવચ કરવી.

કન્યા (પ,ઠ,ણ) : તન, મન અને ધનથી કરેલી મહેનતથી સારી સફળતા મળે. સ્વાસ્થ્યની સમસ્યા આપને બેચેન કરી શકે. પડતર પ્રશ્નો વધુ જટિલ બને. હીજડાને મીઠાઈ આપવી.

તુલા (ર,ત): અતિ મહત્ત્વના કે અગત્યનાં કામ પૂરાં થાય. કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય. લોહીને લગતી સમસ્યા ને હૃદયને લગતી તકલીફ વધે. વહેતી નદીમાં સાકર કેવડી પધરાવવી.

વૃશ્ચિક (ન,ય): નાણાકીય લેવડદેવડ સમજી-વિચારીને કરવી. મનના મનોરથ પરિપૂર્ણ થાય. યજ્ઞા-યાગાદીનું આયોજન થાય. ઘડિયાળની ગિફ્ટ કોઈને આપવી નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ): શત્રુ સાથે સમાધાન થાય. નવાં-નવાં કાર્યોમાં અવરોધ વધતા જાય. માનસિક ચિંતા રહ્યા કરે. મોસાળમાં મુલાકાત કરવાથી શુભ સમાચાર મળે.

મકર (ખ,જ): આર્થિક લેવડદેવડ બાબતે સંબંધો બગડે. વાહન બગડે નહીં માટે કાળજી રાખવી. કોઈપણ શુભ માંગલિક કાર્યોમાં કોઈ વિઘ્ન નાખે. દિનચર્યામાં યોગાભ્યાસ માટે સમય કાઢવો.

કુંભ (ગ,સ,શ) : વ્યક્તિગત સંબંધોમાં મધુર સંબંધ સાથે કાર્યક્ષેત્રમાં સંવાદિતા જળવાઈ રહે. વિલ-વારસો મળવાનો પ્રબળ યોગ. નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

મીન (દ,ચ,ઝ,થ): પારિવારિક સંબંધોમાં મધુરતા જણાય. લાંબા સમયના જૂના સંબંધો તાજા થાય. દવાખાના માટે દેવું ન થાય તેની કાળજી રાખવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK